ઓગસ્ટ મહિનો પેટ્રોલના ભાવવધારાને લઈને સારો સાબિત થશે, જાણો કેટલું થઈ શકે છે સસ્તુ

પેટ્રોલ ડીઝલના ભાવમાં જે રીતે વધારો થઈ રહ્યો છે તેનાથી લોકોની ચિંતા અને રોષ બંને વધી ગયા છે. પેટ્રોલના ભાવ મોટાભાગના શહેરોમાં 100 રૂપિયાની નજીક છે તો વળી કેટલાક રાજ્યોમાં તો આ ભાવ 100ને પાર થઈ ગયા છે. તેવામાં લોકો માટે સૌથી મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે.

image source

ચીનમાં નબળો આર્થિક વિકાસ, કોરોના વાયરસના વધતા કેસો અને ઓપેક પ્લસ ઉત્પાદનમાં વધારાના કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થયો છે. આ ઘટાડાની અસર ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો પર પણ જોવા મળી શકે છે. જેના ભાગરૂપે આગામી દિવસોમાં પેટ્રોલની કિંમતમાં રૂપિયા 5 સુધીનો ઘટાડો થઈ શકે છે.

માર્કેટના જાણકારોના મતે ભારતને પણ કાચા તેલના ભાવમાં થયેલા ઘટાડાનો સીધો લાભ મળી શકે છે. જણાવી દઈએ કે અત્યારે દેશભરના ઘણા શહેરોમાં પેટ્રોલ 100 થી ઉપર વેચાઈ રહ્યું છે. જો કે રાહતની વાત એ છે કે છેલ્લા બે સપ્તાહથી તેલના ભાવ વધ્યા નથી.

image source

એમસીએક્સ પર ઓગસ્ટ માટે કાચા તેલની ડિલીવરી 73 રૂપિયા અથવા 1.32 ટકા ઘટી 5,444 રૂપિયા પ્રતિ બેરલ પર 6313 લોટના કારોબાર પર છે. સપ્ટેમ્બરમાં ડિલીવરી 307 લોટના કારોબાર સાથે 69 રૂપિયા અથવા તો 1.26 ટકાના ઘટાડા સાથે 5415 રૂપિયા પ્રતિ બૈરલ પર આવી ગયું છે.

જાણકારો શું કહે છે ?

image source

વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (WTI) ક્રૂડ 1.18 ટકા ઘટીને 73.08 ડોલર પ્રતિ બેરલ થઈ ગયું છે. જ્યારે લંડન સ્થિત આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 0.99 ટકા ઘટીને 74.66 ડોલર પ્રતિ બેરલ થયું છે. એચડીએફસી સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક (કોમોડિટીઝ) તપન પટેલનું આ અંગે જણાવવું હતું કે, દુનિયાના બીજા ક્રમના અને સૌથી મોટા તેલ ઉપભોક્તાના કારખાનાની ગતિવિધિઓમાં ઘટાડો થયો છે, ચીનની આર્થિક સુધારાની ચિંતાઓ પર કાચા તેલની કિંમતોમાં સોમવારે ઘટાડો થયો છે. આ ઉપરાંત અમેરિકા અને ચીન સહિત દુનિયાના અન્ય ભાગોમાં કોરોનાના વધતાં કેસની અસર પણ જોવા મળે છે. તેના કારણે પણ કાચા તેલના ભાવમાં દબાણ જોવા મળી રહ્યું છે.

કિંમતો 5 રૂપિયા સુધી ઘટી શકે છે

image source

ક્રૂડ ઓઇલના ભાવ નીચા વેપાર પર 75 થી 72 ડોલર પ્રતિ બેરલ રહેવાની ધારણા છે. જો કે નિષ્ણાંતોનું માનવું છે કે ક્રૂડ ઓઇલનું ઉત્પાદન વધવાને કારણે ક્રૂડ ઓઇલના ભાવ 65 રૂપિયા પ્રતિ બેરલ સુધી આવી શકે છે અને જો આવું થશે તો પેટ્રોલના ભાવ પણ ઘટશે. આ માસમાં શક્ય છે કે પેટ્રોલના ભાવ 5 રૂપિયા સુધી ઘટી શકે છે.