નિરમા વોશિંગ પાઉડરના પેકેટ પરની છોકરીની સ્ટોરી સાંભળી તમારી આંખો પણ થઈ જશે ભીની

90ના દાયકો એ સમય હતો જ્યારે લોકોની જીંદગી બે ચાર ટેલિવિઝનની ચેનલો પર અટકેલી હતી. સિલેકટેડ કાર્યક્રમો અને જાહેરાતથી લોકો ખુશ હતા. આજે પણ એ સમયની બધી વાતો લોકોને યાદ છે. હવે જ્યારે 90ના દાયકાની એડની વાત થઈ રહી છે તો નિરમા વોશિંગ પાઉડરની એડ જાતે જ મોઢે આવ જાય છે. એની જિંગલ આજે પણ લોકોના માઇન્ડમાં છે.

image soucre

વોશિંગ પાઉડર નિરમાનું એ ગીત લોકો ત્યારે પણ ગનગણતા હતા અને આજે પણ એ બધાને યાદ છે. તમે જોયું હશે કે નિરમા વોશિંગ પાઉડરના પેકેટ પર એક છોકરી સફેદ ફ્રોક પહેરેલી દેખાય છે પણ શું તમે ક્યારેય એ વાત જાણવાની કોશિશ કરી છે આખરે એ છોકરી કોણ છે? એની પાછળ હકીકત શુ છે? તો ચાલો જાણી લઈએ.

તમને જણાવી દઈએ કે વર્ષ 196આ ગુજરાતના કરસન ભાઈએ નિરમા વોશિંગ પાઉડરની શરૂઆત કરી હતી. કરસન ભાઈની એક દીકરી હતી જેને એ ખૂબ જ પ્રેમ કરતા હતા. આમ તો એમની દીકરીનું નામ નિરૂપમાં હતું પણ પ્રેમથી એ પોતાની દીકરીને નિરમા કહીને બોલાવતા હતા. દરેક પિતાની જેમ કરસન ભાઈ પણ એમની દીકરીને આંખોની સામેથી ખસવા નહોતા દેતા પણ નસીબ આગળ કોનું ચાલે છે.

image soucre

એક દિવસ ક્યાંક જતી વખતે નિરૂપમાંનું એક્સિડન્ટ થઈ ગયું અને એમનું મૃત્યુ થઈ ગયું. આ ઘટનાથી કરસન ભાઈ એ હદે તૂટી ગયા કે એમને સાચવવા મુશ્કેલ થઈ ગયા. એ હંમેશાથી જ એ સપનું જોતા હતા કે એમની નિરમા મોટી થઈને ખૂબ નામ કમાશે પણ કસમયે નિધન થઈ જતા એમનું આ સપનું પૂરું ન થઈ શક્યું પણ એ આ વાતને નક્કી કરી ચુક્યા હતા કે નિરમાને એ અમર કરી દેશે. એમને નિરમા વોશિંગ પાઉદરની શરૂઆત કરી અને પેકેટ પર નિરમાનો ફોટો લગાવવાનું શરૂ કર્યું.

જો કે આ સફર એટલો સરળ નહોતો કારણ કે એ સમયે માર્કેટમાં સર્ફ જેવા પાઉડરનો દબદબો છવાયેલો હતો. એ સમયે સર્ફની કિંમત 15 રૂપિયે કિલો હતી. કરસન ભાઈ નિરમાને ફક્ત સાડા ત્રણ રૂપિયે કિલો વેચવા લાગ્યા. જેમની આવક ઓછી હતી એમને આ વિકલ્પ યોગ્ય લાગ્યો. ધીમે ધીમે નિરમાને લોકો ઓળખવા લાગ્યા.

image soucre

કરસન ભાઈ સરકારી નોકરી કરતા હતા. દરરોજ સાઈકલથી ઓફીસ જતી વખતે રસ્તામાં લોકોના ઘરોમાં નિરમા વોશિંગ પાઉડર વેંચતા રહેતા હતા. અમદાવાદમાં લોકો એક મોટા લેવલ પર હવે નિરમાને ઓળખવા લાગ્યા હતા. ત્રણ વર્ષની તનતોડ મહેનત પછી એમને આ વોશિંગ પાઉડરનો ફોર્મ્યુલા તૈયાર કર્યો.

એને બનાવવાથી લઈને વેચવા સુધીનું દરેક કામ એ જાતે કરતા હતા. એક સમય પછી એમને પોતાની જોબ છોડી દીધી અને બધું જ ધ્યાન નિરમા પર લગાવી દીધું.

એમને નિરમા માટે એક ટીમનું નિર્માણ પણ કર્યું જે આસપાસની દુકાનોમાં જઈને આ પાઉડર વેંચતા હતા. હવે સમસ્યા થવા લાગી અને એ હતી એ કે એવા ઘણા લોકો હતા જેમને કરસન ભાઈ ઉધારીમાં માલ આપતા હતા પણ જ્યારે પૈસા આપવાનો વારો આવ્યો તો દુકાનદાર એક લાંબુ પહોળું બહાનું કરી દેતા હતા. એનાથી કરસન ભાઈને નુકસાન થવા લાગ્યું હતું.

એક દિવસ એમને એક ટીમ મિટિંગ બોલાવીને એ વાતની ઘોષણા કરી દીધી કે બજારમાં જેટલા પણ નિરમાના પેકેટ છે એ બધાને પાછા લઈ આવો. ટીમને લાગ્યું કે કરસન ભાઈ હવે હાર માની ચુક્યા છે. નિરમા હવે જલ્દી જ બંધ થવાની છે પણ કરસન ભાઈના દિમાગમાં કઈક બીજું જ ચાલી રહ્યું હતું. એ હવે એડ ફિલ્મ્સમાં ઇન્વેસ્ટ કરવાનું વિચારી ચુક્યા હતા.

image soucre

નિરમાની એડ એક ખૂબ જ શાનદાર જિંગલ સાથે ટીવી પર આવવા લાગી. દેશભરમાં રાતોરાત નિરમાએ લોકોનું ધ્યાન આકર્ષિત કરી લીધું. વોશિંગ પાઉડર નિરમા આ ગીત લોકોના મોઢે ચડી ગયું. નિરમા હવે ફક્ત ગુજરાતના અમદાવાદમાં જ નહીં પણ દેશમાં પોતાની ઓળખ બનાવી ચૂક્યું હતું.
હવે તો કરસન ભાઈ પોતાની જૂની ભૂલોમાંથી પણ શીખ લઈ ચુક્યા હતા. એમને ઉધારીમાં માલ આપવાનો બંધ કરી દીધો. એક સમયે જે દુકાનદારોએ એમનાથી મોઢું ફેરવી લીધું હતું એ પણ હવે એમની પાસે નિરમા માંગવા લાગ્યા. ધીમે ધીમે એમનો સિક્રેટ ફોર્મ્યુલા હિટ થઈ ગયો અને હવે હકીકત બધાની સામે છે. આજે પણ લોકો વોશિંગ પાઉડર નિરમાંનું ગીત યાદ કરે છે. ખરેખર નિરમાને અમર બનાવવાનું એમનું સપનું પૂરું થઈ ગયું.