કોઈ રડયું, કોઈ ભડકયું..જુઓ 900 લોકોની નોકરી ખાઈ જનાર ખડૂસ બોસ પર કેવી રીતે ઉભરો ઠાલવી રહ્યા છે કર્મચારીઓ

હાલના દિવસોમાં યુએસ સ્થિત કંપની Batter.com ના ભારતીય મૂળના CEO વિશાલ ગર્ગ ખૂબ ચર્ચામાં છે. ચર્ચામાં રહેવાનું કારણ એ છે કે તેણે કંપનીના લગભગ 900 કર્મચારીઓને માત્ર એક ઝૂમ કોલ દ્વારા બહારનો રસ્તો બતાવ્યો છે. તેની દલીલ છે કે પ્રોડક્ટિવિટીમાં ઘટાડો થવાને કારણે તેને કંપનીમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે. હવે ઝૂમ કોલથી 900 કર્મચારીઓની હકાલપટ્ટીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેના પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. કંપનીના કર્મચારીઓની પ્રતિક્રિયા પણ દેખાઈ રહી છે. કોઈ રડી રહ્યું છે તો કોઈ ગાળો આપી રહ્યું છે તો અમુક તો હજી સુધી કઈ સમજી નથી શકતા કે આ બધું શુ થયું

એક મહિલા ધ્રુસકેને ધ્રુસકે રડવા લાગી

image source

જ્યારે બેટર ડોટ કોમના સીઈઓ વિશાલ ગર્ગે 900 કર્મચારીઓને કાઢી મૂકવાની વાત કરી તો એક મહિલા આ બધું સાંભળીને રડવા લાગી. મહિલાએ કહ્યું, ‘તમે મજાક કરો છો? તે સાચું ન હોઈ શકે, ઓહ માય ગોડ હું માની નથી શકતી.’ આટલું કહીને તે મહિલા રડવા લાગી. તે વારંવાર કહેતી રહી કે હું તેના પર વિશ્વાસ કરી શકતી નથી, તે સાચું ન હોઈ શકે.

image source

જ્યારે વિશાલ ગર્ગ 900 કર્મચારીઓને કાઢી મૂકવાની વાત કરી રહ્યા હતા, તે દરમિયાન એક વ્યક્તિ તેની તમામ વાતો રેકોર્ડ કરી રહ્યો હતો. રેકોર્ડિંગમાં તેણે તેના બોસને ગાળો પણ આપી દીધી હતી. તેની નોકરી ગુમાવવાની વાત સાંભળીને, તે વ્યક્તિ ગુસ્સે થઈ ગયો અને ગાળો બોલવા લાગ્યો. જો કે, આ વેબિનાર હોવાને કારણે તેનો અવાજ વિશાલ ગર્ગ સુધી પહોંચ્યો ન હોત, તે એક તરફી કમ્યુનિકેશન હતું.

એક અન્ય કર્મચારીના મિત્રએ ટ્વિટર પર લખ્યું – બેટરના વિશાલ ગર્ગને શરમ આવવી જોઈએ. મારો મિત્ર આ બધું ખુલ્લેઆમ કહી શકતો નથી, પણ હું બોલી શકું છું. માત્ર એક ખરાબ બોસ જ 900 કર્મચારીઓને કાઢી શકે છે, તે પણ ઝૂમના 3-મિનિટના કોલ પર કોઈ યોગ્ય કારણ આપ્યા વિના અને કોઈપણ વિદાય વિના. આ જ કારણ છે કે ઘણા બધા સ્ટાર્ટઅપ ફેલ થઈ રહ્યા છે.

image source

અન્ય એક વ્યક્તિએ સીએનએન બિઝનેસને કહ્યું- ‘જેવું મારી સાથે બન્યું છે, એવું આ પહેલા ક્યારેય બન્યું નથી, અમારામાંથી કોઈને કોઈ ઈ-મેલ પણ મળ્યો નથી. મારી પત્ની, 5 બાળકો છે, જેઓ ખાનગી શાળામાં અભ્યાસ કરે છે. મને ખબર નથી કે આ વિશે મારી પત્ની અને બાળકોને કેવી રીતે કહેવું. કંપનીના તમામ 900 કર્મચારીઓ પળવારમાં નોકરી ગુમાવવાને કારણે હવે શું થશે તેની ચિંતામાં છે.