જાણો એક એવી હોટલ વિશે જેનો પાંચમો માળ છે રહસ્યમય, લોકોને પાંચમા માળે જવાની છે સખત મનાઈ

વિશ્વના બાકી દેશો કરતા ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા એ બન્ને દેશો થોડા અલગ પડે છે. ખાસ કરીને ઉત્તર કોરિયા.

image source

આ દેશોના કાયદા કાનૂન પણ સામાન્યથી અલગ અને શાસન વ્યવસ્થા પણ લગભગ રાજાશાહી જેવી છે. અહીં રહેતા સ્થાનિક લોકોની ભાષા પણ કોરિયન હોય છે જેથી વિશ્વના અન્ય સમુદાય સાથે તે જલ્દી ભળી પણ નથી શકતા.

ખેર, આ ઉત્તર કોરિયામાં એક અજબ-ગજબ હોટલ આવેલી છે. હોટેલની વિશેષતા એ એ છે કે અહીં આવનાર કોઈપણ પર્યટકને આ હોટલના પાંચમા માળે જવાની સ્પષ્ટ મનાઈ છે. અને આ માટે એક ખાસ કારણ પણ છે.

image source

47 માળ ધરાવતી અને 1000 રૂમ ધરાવતી આ વિશાળ હોટલનું નામ યંગાકડો હોટલ છે. આ હોટલ ઉત્તર કોરિયાની સૌથી લક્ઝરી અને વીઆઈપી હોટલો પૈકી એક છે હોટલમાં ચાર રેસ્ટોરન્ટ, એક બાઉલિંગ એલે અને એક મસાજ પાર્લર આવેલું છે. હોટલના એક રૂમનું ભાડું લગભગ 25000 રૂપિયા છે.

વર્ષ 1986 માં યંગાકડો હોટલનું નિર્માણ કાર્ય ફ્રાન્સની કેંપેનન બર્નાર્ડ કન્ટ્રક્શન કંપની દ્વારા શરુ કરવામાં આવ્યું હતું અને અંદાજે 6 વર્ષ સુધી કામ ચાલ્યા બાદ વર્ષ 1992 માં હોટલ બનીને તૈયાર થઇ હતી. જો કે સામાન્ય લોકો માટે આ હોટલ છેક 1996 માં ખોલવામાં આવી હતી.

image source

કહેવાય છે કે આ હોટલની લિફ્ટમાં પાંચમા માળે જવા માટેનું બટન જ નથી. તેનો સ્પષ્ટ મતલબ એ કે અહીં રોકાનારા પર્યટકો હોટલના કોઈપણ માળે જઈ શકે છે પરંતુ પાંચમા માળે નથી જઈ શકતા. આ અંગે ઉત્તર કોરિયાના સ્થાનિક કાયદા બહુ કડક છે. જે અનુસાર કોઈપણ વિદેશી નાગરિક હોટલના પાંચમા માળે જાય તો તેને જેલની સજા પણ થઇ શકે છે.

image source

આવી એક ઘટના 2016 માં બની હતી. ત્યારે ઓટ્ટો વાર્મબિયર નામનો એક અમેરિકી વિદ્યાર્થી યંગાકડો હોટલના પાંચમે માળે પહોંચી ગયો હતો જેથી ઉત્તર કોરિયાની પોલીસે તેની ધરપકડ કરી હતી. તેના પર એવો આરોપ મુકવામાં આવ્યો હતો કે તેણે હોટલના પાંચમા માળે જઈ ત્યાં લગાવેલા એક પોસ્ટરને ઉખાળ્યું હતું તેના સામે કેસ ચાલ્યો અને અંતે તેને 15 વર્ષની સજા પડી.

કહેવાય છે કે પૂછપરછ દરમિયાન પણ તેને બહુ ટોર્ચર કરવામાં આવ્યો હતો. જો કે બાદમાં તેને છોડી પણ દેવામાં આવ્યો હતો. અને અમેરિકા પરત ફર્યા બાદ જૂન 2017 માં તે મૃત્યુ પામ્યો.

image source

આ યંગાકડો હોટલમાં રોકાયેલા અન્ય એક અમેરિકી નાગરિક કેલ્વિન સનના જણાવ્યા મુજબ, યંગાકડો હોટલના પાંચમા માળે બંકરમાં હોય તેવા નાના – નાના રૂમ છે અને મોટાભાગના રૂમમાં તાળા લગાવેલા છે. રૂમની દીવાલોમાં અમેરિકા વિરોધી અને જાપાન વિરોધી અનેક પેન્ટિંગ છે જયારે અમેક તસવીરો ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ અને તેના પિતા કિમ જોંગ ઇલની પણ છે. કહેવાય છે કે અહીં રાખવામાં આવેલી મોટાભાગની પેન્ટિંગમાં ” અમેરિકામાં બનેલી દરેક ચીજ અમારી દુશ્મન છે અને અમે અમેરિકાથી હાજર બખત બદલો લઈશું ” એવું લખેલું છે.

image source

સૌથી નવાઈની વાત તો એ છે કે ઉત્તર કોરિયા સરકાર એવું માને છે કે આ હોટલમાં પાંચમો માળ છે જ નહિ. જયારે અહીં રોકાનારા પર્યટકો પાંચમો માળ છે તેવો દાવો કરે છે. આ કારણે આ હોટલનના પાંચમા માળનું રહસ્ય વધુ ઘેરું બનતું જાય છે.