અબોર્શનન માટે ગર્ભની સમયમર્યાદા રહેશે હવે ૨૪ અઠવાડિયાની, વાંચો આ લેખ અને જાણો…

સરકારે અબોર્શન સંબંધી નવા નિયમો જાહેર કર્યા છે. આ નિયમના અનુસાર કેટલીક સ્પેશ્યલ કેટેગરી ની મહિલાઓ ને માટે મેડિકલ અબોર્શન માટે ગર્ભ ની સીમાને વીસ અઠવાડિયા થી ચોવીસ અઠવાડિયા કરી છે. જાણો કેમ લાવવામા આવ્યા આ નિયમોમા ફેરફાર?

સ્પેશ્યલ કેટેગરી ની મહિલાઓ કોણ છે ?

image soucre

મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગનન્સી એક્ટ 2021 ના આધારે સ્પેશ્યલ કેટેગરી ની મહિલામાં યૌન ઉત્પીડન, રેપ વિક્ટિમ, સગીર, એવી મહિલાઓ જેના પ્રેગનન્સી સમયે છૂટાછેડા થયા છે કે પછી તે વિધવા થઈ છે. આ સિવાય દિવ્યાંગ મહિલા નો પણ તેમાં સમાવેશ થાય છે.

નવા નિયમમાં માનસિક રીતે બીમાર મહિલાઓ, ભ્રૂણમાં કોઈ બીમારી હોય જેના કારણે મહિલા કે બાળકો ના જીવને જોખમ હોય કે પછી જન્મ લીધા બાદ તેમાં માનસિક કે શારિરીક ખામી ની આશંકા હોય કે જેનાથી તેઓ ગંભીર વિકલાંગતા નો શિકાર બની શકે છે. સરકાર દ્વારા જાહેર માનવીય સંકટ ગ્રસ્ત વિસ્તાર કે આપત્તિ ની સ્થિતિમાં ગર્ભવતી મહિલા ને સામેલ કરાઈ છે.

મેડિકલ બોર્ડની લેવાની રહેશે પરમિશન :

image source

જૂના નિયમ ના આધારે બાર અઠવાડિયા સુધી નું અર્બોશન કરવા માટે એક ડોક્ટર ની સલાહની જરૂર રહેતી અને બાર થી વીસ અઠવાડિયા સુધી ના ગર્ભના અર્બોશન માટે બે ડોક્ટર ની સલાહ જરૂરી રહે છે. નવા નિયમ અનુસાર વિશેષ પરિસ્થિતિમાં ચોવીસ અઠવાડિયા બાદ ગર્ભપાત ના સંબંધમાં નિર્ણય લેવા ને માટે રાજ્ય સરકારે મેડિકલ બોર્ડની વ્યવસ્થા કરી છે.

3 દિવસમાં લેવાનો રહેશે નિર્ણય :

image source

જો કોઈ મહિલા અબોર્શન માટે અપીલ કરે છે તો તેના રિપોર્ટ ની તપાસ કરવાની સાથે એપ્લીકેશન મળ્યાના ત્રણ દિવસમાં ગર્ભપાત ની પરમિશન આપવી કે નહીં તેને લઈને નિર્ણય લેવાનો રહેશે. બોર્ડનું કામ એ ધ્યાન રાખવાનું રહેશે કે તે અબોર્શન કરવાની પરમિશન આપે છે તો એપ્લીકેશન મળ્યાના પાંચ દિવસમાં પ્રક્રિયા સુરક્ષિત રીતે પૂરી કરવા માટે તે મહિલા નું યોગ્ય કાઉન્સેલિંગ કરવામાં આવે.

image soucre

જ્યારે, મુંબઈમાં જસલોક હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરમાં ઓબ્સ્ટેટ્રિક્સ અને ગાયનેકોલોજી વિભાગમાં કન્સલ્ટન્ટ ડો. સુદેશના રે કહે છે કે કાયદાકીય રીતે અબોર્શન કરાવનારી મહિલાઓની પ્રાઈવસીનું ધ્યાન રાખવામાં આવશે. તેનો અર્થ એ છે કે અઢાર વર્ષથી વધુ ની વયની મહિલાઓ જો ઈચ્છે તો પોતાના માતા-પિતા કે ગાર્જિયન સાથે જ પાર્ટનર ને પણ જણાવ્યા વિના અબોર્શન કરાવી શકે છે. સગીરાના કેસમાં માતા-પિતા કે કાયદાકીય ગાર્જિયન ને પ્રક્રિયામાં સામેલ કરવાના રહેશે. બિલમાં ‘વિવાહિત મહિલા કે તેના પતિ’ના સ્થાને ‘મહિલા કે તેના પાર્ટનર’ લખાયું છે.