ભૂલ સ્વીકાર – ન્યુઝ ગુજરાત દ્વારા છાપવામાં આવેલ રાજકોટની ૧૨ વર્ષીય છોકરીની આત્મહત્યા બાબતે

તા. ૨૪ જૂન ૨૦૨૦ના રોજ ન્યુઝ ગુજરાતમાં છાપવામાં આવેલ ઓનલાઈન ભણતરના ત્રાસથી આત્મહત્યા કરેલ ૧૨ વર્ષીય છોકરીના આર્ટિકલમાં લેવામાં આવેલ સ્કૂલ, વિદ્યાર્થી તથા શિક્ષકોનો ફોટો ભૂલથી અન્ય એક શાળા – જય ઈન્ટરનેશનલ સ્કૂલ-નો આવી ગયેલ. અત્રે, આ બાબત અંગે સ્કૂલના પ્રિન્સીપાલશ્રી તરફથી ધ્યાન દોરવામાં આવેલ અને જેથી કરીને આર્ટિકલ ન્યુઝ ગુજરાતના પેજ તથા વેબસાઈટ ઉપરથી ડિલીટ કરવામાં આવેલ છે.

ન્યુઝ ગુજરાત ટીમ જય ઈન્ટરનેશનલ સ્કૂલના પ્રિન્સીપાલનો ધ્યાન દોરવા બાબતે આભાર વ્યક્ત કરે છે અને આવી ભૂલ ફરીથી ના થાય તે માટે સંપૂર્ણ તકેદારી રાખવાની ખાતરી આપે છે.