જાણો આજનું પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના લોકોને જૂના સંબંધો તાજા થાય

*તારીખ-૦૯-૧૧-૨૦૨૧ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- કાર્તિક માસ શુક્લ પક્ષ
  • *તિથિ* :- પાંચમ ૧૦:૩૯ સુધી.
  • *વાર* :- સોમવાર
  • *નક્ષત્ર* :- પૂર્વાષાઢા ૧૭:૦૧ સુધી.
  • *યોગ* :- ધૃતિ ૧૨:૦૮ સુધી.
  • *કરણ* :- બાલવ,કૌલવ.
  • *સૂર્યોદય* :- ૦૬:૪૭
  • *સૂર્યાસ્ત* :-૧૭:૫૮
  • *ચંદ્ર રાશિ* :- ધન ૨૨:૩૯ સુધી. મકર
  • *સૂર્ય રાશિ* :-તુલા

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેક ને લાગુ ના પણ પડી શકે*

*વાક્ બારસ થી લાભપાંચમ સુધી બધા તહેવારો ની દરેક રાશિના જાતકોને શુભેચ્છા*

*વિશેષ*

પાંડવ પંચમી,લાભપાંચમ.

*મેષ રાશિ*

ભાગ્ય નો સહકાર જણાય. સમયનો સાથ મળે.તણાવ દુર થાય.પ્રવાસનું આયોજન થાય. જુના સંબંધો તાજા થાય.

  • *શુભ રંગ* કેસરી
  • *શુભ અંક* ૪

*વૃષભ રાશી*

હરો ફરો કામકાજ કરો ચિત્ત સ્થિર ન જણાય.સામાજિક મત-મતાંતર ટાળવા.આર્થિક પ્રશ્ન હલ થાય.મનદુઃખ ની સંભાવના.

  • *શુભ રંગ*:-સફેદ
  • *શુભ અંક* :- ૫

*મિથુન રાશિ*

મિલન-મુલાકાત સફળ રહે દિવસ આનંદદાયક રહે.શુભ પ્રસંગ જણાય.આવતા જતા પડવા-વાગવાથી સંભાળવું.

  • *શુભરંગ*:- જાંબલી
  • *શુભ અંક*:- ૧

*કર્ક રાશિ*

વ્યાવસાયિક કામમાં સરળતા રહે. ભાગીદાર સાથે મતમતાંતર ની શક્યતા.તણાવમુક્તિ માટે સકારાત્મક રહેવું.

  • *શુભ રંગ*:-પોપટી
  • *શુભ અંક*:- ૬

*સિંહ રાશી*

સંપત્તિ લે-વેચ થઈ શકે.કેટલીક ચિંતાઓ દૂર થાય.વ્યવસાયીક ઉલજન યથાવત રહે.ખર્ચ-વ્યય વધતા જણાય.

  • *શુભ રંગ* :-લાલ
  • *શુભ અંક* :- ૫

*કન્યા રાશિ*

નાણાભીડ વધે.વ્યવસાયિક વ્યસ્તતા વધે.ભાગ્યનો સાથ ઓછો જણાય.સંતાનના અભ્યાસ અંગે ચિંતા યથાવત રહે.

  • *શુભ રંગ*:-લીલો
  • *શુભ અંક*:- ૩

*તુલા રાશિ*

પોતાના અહમના ટકરાવ ન બને તે જોવું.આર્થિક ખેંચ રહે.ચિંતાનો માહોલ સર્જાય.આરોગ્ય અંગે સજાગ રહેવું.

  • *શુભ રંગ*:- ક્રીમ
  • *શુભ અંક*:- ૮

*વૃશ્ચિક રાશિ* :-

વ્યવસાયિક પ્રવાસ સંભવ બને. પ્રયત્નો સફળ થાય.અગત્યનું કામ કાજ સફળ થાય.અકસ્માત સંજોગોથી સંભાળવું હિતાવહ.

  • *શુભ રંગ* :- ગુલાબી
  • *શુભ અંક*:- ૭

*ધનરાશિ*

સામાજિક કામકાજ સફળ રહે. સ્નેહી મિત્ર થી મિલન મુલાકાત સંભવ બને.અકસ્માતની સંભાવના.

  • *શુભરંગ*:- નારંગી
  • *શુભઅંક*:- ૮

*મકર રાશિ*

આયોજન સફળ બને.ચિંતા વ્યગ્રતા દૂર થાય.લેવડદેવડનો વ્યવહાર સચવાય રહે.આવકમાં સુધારો જણાય.ચિંતા દૂર થાય.

  • *શુભ રંગ* :- ભૂરો
  • *શુભ અંક*:- ૯

*કુંભરાશિ*

સંતાન પ્રત્યે ચિંતા દૂર.વ્યસ્તતા વધે.વ્યવસાયમાં લાભની તક. કૌટુંબિક કાર્ય થઈ શકે.હળવાશ રાહત અનુભવાય.

*શુભરંગ*:-વાદળી
*શુભઅંક*:-૫

*મીન રાશિ*

ઉતાવળા નિર્ણય ટાળવા મનદુઃખ ની સંભાવના.મહેમાનોનું આગમન શક્ય રહે.વિચારો સકારાત્મક રાખવા.

  • *શુભ રંગ* :- પીળો
  • *શુભ અંક*:-૬