ઓનલાઈન ગેમના ચક્કરમાં બાળકો કરી રહ્યા છે ન કરવાના કામ

લોકડાઉન થયું ત્યારબાદ બાળકો ઘરમાં કેદ થઈ ગયા. સ્કુલે ન જવાના કારણે સમય પસાર કરવા અને અભ્યાસ પણ ફોનમાંથી કરવાનો હોવાથી બાળકો ધીરે ધીરે સ્માર્ટફોનનો વધારે ઉપયોગ કરતાં થઈ ગયા. આ આદતના કારણે ઓનલાઈન ગેમ રમવાનું પ્રમાણ પણ બાળકોમાં વધી ગયું છે. ઓનલાઈન ગેમના કારણે ઘણીવાર બાળકો મુશ્કેલીમાં મુકાઈ જાય છે. કેટલાક કિસ્સામાં બાળકો આપરાધિક રસ્તો પણ અપનાવી લે છે. ઓનલાઈન ગેમ રમવાની લતથી બાળકોને બચાવવા અને બાળકોને અણધારી સમસ્યાથી દૂર રાખવા માટે સાયબર સેલે બાળકો માટે કેટલીક જરૂરી જાણકારી આપી છે.

image soucre

મધ્યપ્રદેશમાં ઘણી ઘટનાઓ અને ફરિયાદો સામે આવી હતી જેમાં બાળકો ઓનલાઈન ગેમમાં એવા ગુંચવાઈને રસ્તા પર જતા હોય છે કે તેમને કોઈ ભાન જ હોતું નથી. છત્તરપુર જિલ્લામાં તો થોડા સમય પહેલા ઓનલાઈન ગેમમાં પૈસા હારી ગયા બાદ એક બાળકે આત્મહત્યા કરી લીધી હતી. આ ઉપરાંત વધુ એક આવી ઘટના સામે આવી હતી જેમાં ઓનલાઈન ગેમ રમવા માટે બાળક ઘરમાં જ ચોરી કરતું થયું હતું.

image soucre

આવી ઘટનાઓમાં વધારો થવાથી માતાપિતા અને પોલીસ પણ ઈચ્છે છે કે બાળકો ઓનલાઈન ગેમથી દૂર રહે. કેટલાક કિસ્સામાં તો ઓનલાઈન ગેમથી બાળકો દૂર રહે તે માટે નવીન પ્રયોગો કરવામાં આવી રહ્યા છે. છત્તરપુર જિલ્લામાં પોલીસ એવા બાળકોને સમ્માનિત કરે છે જેઓ ઓનલાઈન ગેમ રમવાનું કાયમ માટે છોડી દે છે. આ સાથે જ પોલીસે માતાપિતાને સલાહ આપી છે કે દરેક માતાપિતાએ પોતાના બાળક પર ખાસ ધ્યાન રાખવું.

image soucre

સાયબર સેલનું માતાપિતાને એમ પણ કહેવું છે કે કોરોનાના કારણે બાળકોને ઓનલાઈન અભ્યાસ કરવો પડે છે. તેવામાં તેને સ્માર્ટફોનથી દૂર રાખી શકાય નહીં અને ગેમના રવાડે ચઢતા અટકાવવા પડકાર સમાન કામ છે. તેવામાં બાળકો અભ્યાસ કરે તે સમયે તેમના પર ધ્યાન આપવું જેથી અભ્યાસ બાદ જરૂરી ન હોય ત્યાં સુધી બાળકને સ્માર્ટફોનથી દૂર રાખો અને અન્ય પ્રવૃત્તિ તરફ તેનું ધ્યાન દોરો.

image soucre

બાળકોને સ્માર્ટફોનથી દૂર રાખવા પર કે પછી તેઓ શું કરે છે તે ચેક કરવામાં આવે તો બાળકોને લાગે છે કે માતાપિતા તેના પર વિશ્વાસ કરતા નથી. તેથી ખૂબ જ સાવચેતીપૂર્વક બાળકને સ્માર્ટફોનથી દૂર રાખવા જોઈએ.