સવજીભાઈના 185 કરોડના બંગલાનો અંદરનો નજારો ફાઈવ સ્ટારને ટક્કર આપતી આપે છે ફેસિલિટી, વાંચો આ લેખ અને જાણો…

મુંબઈમાં રહેતા ગુજરાતી અને મૂળ સૌરાષ્ટ્રના ડાયમંડ કિંગ ઘનશ્યામ ધોળકિયાએ મુંબઈના વરલી વિસ્તારમાં એકસો પંચ્યાસી કરોડ નો બંગલો ખરીદ્યો છે. હરિકૃષ્ણ ગ્રુપના સવજી ધોળકિયાના નાના ભાઈ ઘનશ્યામ બત્રીસ વર્ષ પહેલાં ભાડાના મકાનમાં રહેતા હતા અને હવે કરોડો રૂપિયાનો બંગલો ખરીદ્યો છે.

આ બંગલાને પનહાર બંગલો તરીકે ઓળખવામાં આવે છે, જેમાં બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર અને અન્ય સાત માળ છે. આ સાથે ઘનશ્યામ ધોળકિયાના પરિવારના સભ્યો માટે છત્રીસ ભવ્ય બેડરૂમ પણ છે. મૂળ અમરેલીના દૂધાળા ગામના વતની અને સુરતના જાણીતા હિરાના બિઝનેસમેન સવજીભાઈ ધોળકિયા અને તેમના ભાઈ ઘનશ્યામભાઈ એ ધમાકો ચમાવ્યો છે. ધોળકિયા પરિવારે મુંબઈના વરલી સીમાં અધધ એકસો પંચ્યાસી કરોડ નો બંગલો ખરીદ્યો છે.

અંગ્રેજી અખબર ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ પ્રમાણે સવજીભાઈ ધોળકિયા ની હરે કૃષ્ણ (એચકે) એક્સપોર્ટે છ માળનું આખે આખું બંગલા ટાઈપનું બિલ્ડિંગ ખરીદ્યું છે. જે પહેલાં એસ્સાર ગ્રુપની માલિકીનું હતું. વીસ હજાર સ્કવેર ફૂટની આ રેસિડન્ટ પ્રોપર્ટી સવજીભાઈ ના નાનાભાઈ ઘનશ્યામભાઈ ધોળકિયાના નામે રજીસ્ટર કરવામાં આવી છે. આ બિલ્ડિંગમાં અંદાજે પંદર એપાર્ટમેન્ટ છે.

મુંબઈના વરલી સી-ફેસ ખાતે એકસો વીસ હજાર સ્કવેર ફૂટમાં બનેલા આ લક્ઝુરિયસ ‘પનહાર’ બંગલોમાં ગાર્ડન સહિતની તમામ સુવિધાઓ છે, જેમાં બેઝમેન્ટ, ગ્રાઉન્ડફ્લોર ઉપરાંત સાત માળ છે. આ બિલ્ડિંગમાંથી મુંબઈનો દરિયો પણ દેખાય છે.

આ બંગલો સવજીભાઈ ના નાનાભાઈ ઘનશ્યામભાઈ ના નામે ખરીદવામાં આવ્યો છે. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં ઘનશ્યામભાઈ એ જણાવ્યું હતું કે આજથી બત્રીસ વર્ષ પહેલાં હું મુંબઈ રહેવા આવ્યો ત્યારે આઠ વર્ષ સુધી ભાડાના મકાનમાં રહેતો હતો.

1994 ની સાલમાં એક બીએચકે ના ફ્લેટ થી શરૂઆત કરી, ત્યાર પછી બે અને ત્રણ બીએચકે ના ફ્લેટમાં ભાડાથી આઠ વર્ષ સુધી રહ્યા હતા. ત્યાર બાદ 2001 ની સાલમાં પોતાની માલિકી નો ફ્લેટ ખરીદ્યો હતો. અત્યારે ભગવાનની કૃપાથી વરલી જેવા વિસ્તારમાં બંગલો ખરીદવાનું સપનું સાકાર થયું છે.

અંગ્રેજી અખબર ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં સવજીભાઈ ધોળકિયાએ જણાવ્યું હતું કે અમે અમારા સ્ટાફ અને પરિવારના સભ્યોને રહેવા માટે મુંબઈમાં અમુક પ્રોપર્ટી શોધી રહ્યા હતા. આ પ્રોપર્ટી અમે એસ્સાર ગ્રુપ પાસેથી ખરીદી છે. આ પ્રોપર્ટીનું લોકેશન એવી જગ્યાએ છે, જ્યાંથી અમારા વર્કપ્લેસ અને ઓફિસ સુધી પહોંચવામાં ખૂબ સરળતા રહેશે.

તેમણે વધુમાં જણાવ્યું હતુ કે અમારું મેન્યુફેક્ચરિંગ યુનિટ સાંતા ક્રુઝ ઈલેક્ટ્રોનિક એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોનમાં છે. જ્યારે અમારી ઓફિસ બાન્દ્રા કુર્લા કોમ્પલેક્ષમાં છે. મુંબઈમાં અમારી પહેલાંથી જ અમુક રેસિડન્ટ પ્રોપર્ટી છે. પણ આ નવી પ્રોપર્ટી થી વધુ કર્મચારીઓ અને પરિવારના સભ્યોને રહેવાની સગવડ મળશે.

નોંધનીય છે કે સવજીભાઈ ધોળકિયા સારુ પર્ફોર્મ કરનારા કર્મચારીઓને કાર અને ઘર ગિફ્ટ આપીને દેશભરમાં લાઈમ લાઈટમાં આવ્યા હતા. આજે સવજીભાઈ ધોળકિયાની હરે કૃષ્ણ (એચકે) એક્સપોર્ટે નું આજે વાર્ષિક સાત હજાર કરોડનું ટર્નઓવર છે.

મુળ અમરેલી ના દુધાળા ગામના વતની સવજીભાઈ ધોળકિયાએ આ મુકામ સુધી પહોંચવામાં ખૂબ સંઘર્ષ કર્યો છે. સવજીભાઇ 1977 માં સાડા બાર રૂપિયાની એસટી ટિકિટ ખર્ચી ને સુરત આવ્યા હતા. સવજીભાઈએ 1978 માં હીરાઘસુ તરીકે કામ શરૂ કર્યું હતું. તેમને મહિને એકસો ઓગણસિત્તેર રૂપિયા પગાર મળતો હતો.

સવજીભાઈએ 1980 માં સુરતના મહિધરપુરા લીમડા શેરી ખાતે બે હીરાની ઘંટી શરૂ કરી હતી અને રૂપિયા પચીસ હજાર કમાણી કરી હતી. રૂપિયા દસ હજાર ઉછીના લઇને વરાછા રોડ ઘનશ્યામ નગરમાં રૂપિયા પાંત્રીસ હજારમાં મકાન ખરીદ્યુ હતું. સવજીભાઈએ બાદમાં મહિને એક લાખ રૂપિયા કમાવાનું લક્ષ્ય બનાવ્યું હતું. આ માટે 1 લાખ વ્યાજે લઇને નવેસરથી હીરાનું કારખાનું શરૂ કર્યું હતું. બાદમાં સવજીભાઈ અને તેમના ભાઈઓએ ક્યારેય પાછું વળીને જોયું નથી.