ઓનલાઈન અભ્યાસની આ હદે આડઅસર? માત્ર 14 વર્ષની સગીરાને એવું વીડિયોનું વળગણ લાગ્યું કે….

કોરોના કાળના કારણે બાળકોના અભ્યાસ પણ સૌથી વધુ અસર થઈ છે. જો કે હવે તો મોટા બાળકો માટે શાળાઓ શરુ થઈ ચુકી છે. પરંતુ એક લાંબા સમય સુધી બાળકોને ઓનલાઈન ભણવું પડ્યું છે જેની આડઅસરો પણ બાળકો પર જોવા મળી રહી છે. ઓનલાઈનને બદલે ઓફલાઈન અભ્યાસ શરુ થતા હવે આ આડઅસરો દેખાવા લાગી છે. રાજ્યમાં રોજેરોજ એવી ઘટનાઓ સામે આવતી રહે છે જેમાં બાળકો પર ઓફલાઈન અભ્યાસ અને લાંબા સમય સુધી ઘરે રહેવાના કારણે થયેલી ગંભીર અસર જોવા મળે છે.

image soucre

આવી એક ઘટના તાજેતરમાં અમદાવાદ શહેરમાં બની છે. આ ઘટના દરેક માતાપિતા માટે ચીમકી રુપ કિસ્સો પણ કહી શકાય છે. કોરોનાના કારણે દોઢ વર્ષ સુધી બાળકોને ઓનલાઈન મોબાઈલ કે લેપટોપના માધ્યમથી ઘરે બેસીને ભણવું પડ્યું છે. ઓનલાઈન અભ્યાસ માટે જરૂરી પણ હતું કે માતાપિતા તેમના બાળકોને આવા ઉપકરણો લઈ આપે અથવા તો અભ્યાસ માટે તેમના મોબાઈલ કે લેપટોપ બાળકોને આપે. અભ્યાસ માટે જરૂરી નેટ પણ હોય છે. તેથી ઈન્ટરનેટ પણ બાળકોને મોબાઈલમાં આપવું પડ્યું હતું. પરંતુ આ છૂટનો ઉપયોગ કેટલાક બાળક પર વિપરિત રીતે જોવા મળી રહ્યો છે.

image soucre

અમદાવાદની જે ઘટનાની વાત આપણે કરીએ છીએ તેમાં એક 14 વર્ષની સગીરાને ઓનલાઈન અભ્યાસ કરતા કરતાં વીડિયો જોવાનું એવું વળગણ લાગ્યું કે જેના કારણે તે ઉદ્ધત થઈ ગઈ અને તેની અસર તેના સ્વભાવ અને વર્તનમાં પણ વર્તાવા લાગી.

ઓનલાઈન અભ્યાસ કરવા માટે માતાપિતાએ બાળકોને ફોન લઈ આપ્યા અને જે હવે સમસ્યા બની રહ્યા છે. આ કિસ્સામાં પણ એવું જ કંઈક થયું છે. શરુઆતમાં 14 વર્ષની સગીરા મોબાઈલમાં અભ્યાસ કરી ક્યારેક ક્યારેક વીડિયો જોતી અને ગીતો સાંભળતી. પરંતુ ધીરે ધીરે તેને વીડિયોનું વળગણ એવું થઈ ગયું કે તે અભ્યાસને બદલે આવી પ્રવૃત્તિઓમાં જ વ્યસ્ત રહેવા લાગી. માતાપિતા તેને આ વાત માટે ટોકે કે રોકે તો તે તેમની સાથે પણ ઉદ્ધત વર્તન કરતી.

image soucre

આટલું પુરતું ન હોય તેમ ધીરે ધીરે યુવતીનું વર્તન બહારના લોકો સાથે પણ ખરાબ થવા લાગ્યું. તેને ઘરે ભણાવવા આવતા ટીચર સાથે પણ તે ખરાબ વર્તન કરવા લાગતી હતી. બાળકીના મગજ પર થયેલી અસરથી ચિંતામાં મુકાયેલા માતાપિતાએ અંતે સગીરા માટે મહિલા હેલ્પલાઈન અભયમની મદદ લેવી પડી હતી. ટીમે બાળકીનું કાઉન્સેલિંગ કર્યુ અને સમસ્યાનો અંત લાવ્યા. હેલ્પલાઈનમાં કોલ કરી માતાપિતાએ તેની સગીર પુત્રીની વાત કરી હતી.

image soucre

14 વર્ષની સગીરા સતત ફોનમાં સમય પસાર કરતી હતી. ભણવામાંથી પણ તેને રસ ઉડી ગયો હતો. શરુઆતમાં તે અભ્યાસ પર ધ્યાન આપતી પરંતુ ત્યારબાદ તો તો ચાલુ ક્લાસે પણ વીડિયો સોંગ જોયા કરતી હતી. માતાપિતા તેને કંઈ કહે તો તેમની સાથે ખરાબ વર્તન કરતી અને હદ ત્યારે થઈ ગઈ જ્યારે તે શાળા શરુ થઈ ગઈ હોવા છતાં ભણવા જતી નહીં. આ વાત પર વાલીએ ઘરે ટ્યુશન શરુ કરાવ્યું તો તેના શિક્ષક સાથે પણ ખરાબ વર્તન કરતી.