ઓનલાઇન શોપિંગમાં દોઢ લાખનો ઓર્ડર કર્યો અને આવ્યો એક નાનકડો સાબુ, જાણો આટલો મોટો ચૂનો લગાવવાનું કઈ રીતે શક્ય બન્યું

ઓનલાઇન શોપિંગ દરમિયાન તમને મોટું ડિસ્કાઉન્ટ મળે છે, પરંતુ આ પ્રકારની ખરીદી ઘણી વખત તમને ,મુશ્કેલીમાં મૂકી દે છે. તાજા કિસ્સો સામે આવ્યો છે લંડનનો. જ્યાં એક 32 વર્ષીય મહિલાએ 1.5 લાખ રૂપિયાનો iPhone 13 Pro Max ઓર્ડર કર્યો હતો. જો કે ડિલિવરીના સમયે એમને સ્માર્ટ ફોનની જગ્યાએ એક સાબુ મોકલી આપ્યો છે.

appleinsider ના રિપોર્ટ અનુસાર, મહિલાનું નામ Khaoula Lafhaily છે, જેણે તાજેતરમાં જ નવો Apple iPhone 13 Pro Max ખરીદ્યો છે. તેણે આ ફોન સ્કાય મોબાઈલ ટેલિકોમ સાથે 3 વર્ષના કરાર પર 1500 પાઉન્ડ (લગભગ રૂ. 1.51 લાખ)માં ખરીદ્યો હતો.

image source

ફોન બે દિવસ પછી તેમને પહોંચાડવાનો હતો. જો કે, જ્યારે તેણે પેકેજ ખોલ્યું, ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગઈ. ડિલિવર કરાયેલા બોક્સમાં હાથનો સાબુ હતો, જેની કિંમત માત્ર $1 હતી. મહિલાએ તરત જ સ્કાય મોબાઈલ પર આ અંગે ફરિયાદ કરી હતી. જોકે, હજુ સુધી તેનો ફોન મળ્યો નથી.

Lafhaily એ 24 જાન્યુઆરીએ iPhone 13 Pro Max ખરીદ્યો અને એક દિવસની ડિલિવરી માટે ચૂકવણી કરી. જોકે, કંપનીએ ન તો સિંગલ-ડે ડિલિવરી કરી કે ન તો યોગ્ય પ્રોડક્ટ ડિલિવરી કરી. સ્કાય મોબાઈલે કહ્યું હતું કે તે મહિલાના કેસની તપાસ કરશે, પરંતુ એક અઠવાડિયા પછી પણ મહિલા સાથે કોઈ સંપર્ક કર્યો નહિ. તમને જણાવી દઈએ કે આ પહેલા ફેબ્રુઆરી 2021માં પણ એક મહિલાને iPhone 12 Pro Maxની જગ્યાએ દહીં મોકલવામાં આવ્યું હતું.