હોટલમાં પદ્માવતી સ્યુટમાં રહેશે દુલહન કેટરીના કેફ, જોઈ લો અંદરના એક્સક્લુસીવ ફોટા.

કેટરિના કૈફ અને વિકી કૌશલ 9 ડિસેમ્બરે લગ્ન કરવા જઈ રહ્યા છે. રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લાના ચોથ કા બરવાડા સ્થિત હોટેલ સિક્સ સેન્સ ફોર્ટમાં બંનેના લગ્નનું આયોજન કરવામાં આવશે. હોટલમાં કેટરિના કૈફ માટે રાણી પદ્માવતી સ્યુટ બુક કરાવ્યો છે. આ સ્યુટનું ભાડું 7 લાખ રૂપિયા પ્રતિ દિવસ છે. કેટરિના કૈફનો રૂમ સંપૂર્ણ રીતે સજાવવામાં આવ્યો છે અને રૂમની ખાસ ઝલક સામે આવી છે.

image source

અહીં લગ્નનો સમગ્ર કાર્યક્રમ ઈવેન્ટ કંપની અનુસાર નક્કી કરવામાં આવી રહ્યો છે. મુંબઈ સ્થિત ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની લગ્ન સમારોહની દેખરેખ રાખી રહી છે. વિકી કૌશલ અને કેટરિના કૈફના આઉટફિટ મુંબઈના ડ્રેસ ડિઝાઈનર દ્વારા બનાવવામાં આવ્યા છે. જે તેઓ અલગ-અલગ લગ્ન સમારોહના કાર્યક્રમ દરમિયાન પહેરશે. કેટરિના કૈફ અને વિકી કૌશલ ચારે બાજુ કાચથી સુસજ્જ મંડપમાં ફેરા ફરશે.

લગ્ન મંડપમાં કાચની કોતરણી એવી રીતે કરવામાં આવી છે કે આ મંડપમાં બેઠા પછી એક જ વ્યક્તિનો ચહેરો ચારેબાજુ લાખો વખત દેખાય છે. મંડપને લાક્ષણિક રજવાડી શૈલીમાં શણગારવામાં આવ્યો છે. આ સિવાય હોટલની અંદર પણ આખો રજવાડી ટચ દેખાય છે.

આ લગ્ન સમારોહ કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે યોજાશે. લગ્નમાં આવનાર મહેમાનોને સિક્રેટ કોડ આપવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં હોટલના કયા રૂમમાં કયો મહેમાન છે તે જાણી શકાતું નથી. મોબાઈલ ફોન પર કડક પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ઈન્ટરનેશનલ ફોટોગ્રાફર્સ આખા લગ્નનું શૂટિંગ કરશે. ખાનગી બાઉન્સર અને પોલીસ કર્મચારીઓ સુરક્ષા વ્યવસ્થાનું ધ્યાન રાખી રહ્યા છે.

કેટરિના કૈફ અને વિકી કૌશલના લગ્ન સમારોહ 7 ડિસેમ્બરથી 9 ડિસેમ્બર સુધી યોજાશે. લગ્ન સમારોહની વ્યવસ્થા માટે જયપુરથી 100 બાઉન્સર પણ હોટલ પહોંચી ગયા છે. આ લગ્ન પણ શાહી ઠાઠમાઠ સાથે સંપૂર્ણ રીતે ગોપનીય રહેશે.

વિકી કૌશલ અને કેટરીના કૈફના લગ્નની વિધિ 7 ડિસેમ્બરથી શરૂ થઈ રહી છે. લગ્ન સ્થળ પર પહોંચવા માટે બંને એરપોર્ટથી નીકળી ગયા છે. કેટરીના અને વિકી એરપોર્ટ પર જોવા મળ્યા હતા.

कटरीना कैफ
image source

વિકી કૌશલ અને કેટરીના કૈફ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. કેટરીના કૈફ મસ્ટર્ડ કલરના હેવી વર્ક ટ્રેડિશનલ શરારામાં જોવા મળી હતી. બીજી તરફ, વિકી કૌશલ પ્રિન્ટેડ શર્ટ અને બેજ કલરના પેન્ટમાં જોવા મળ્યો હતો. તેણે મીડિયા સામે હસતાં હસતાં પોઝ આપ્યો હતો. બંને રાજસ્થાનના સવાઈ માધોપુર જવા રવાના થયા છે. કેટરીના સાથે તેની માતા પણ હતી