આલેલેલે..નોરા ફતેહી થઇ સુપર બોલ્ડ, તસવીરો જોઇને તમે પણ થઇ જશો પાણી-પાણી: PICS

બોલીવુડની ડાન્સિંગ કવીન નોરા ફતેહી એ હસીનાઓમાંથી એક છે જેમને બહુ ઓછા સમયમાં પોતાનું સ્થાન જમાવી લીધું. એક બાજુ જ્યાં લોકો આ હસીનાના ડાન્સના દીવાના છે તો બીજી બાજુ ફેશન સ્ટાઇલ પર પણ ફિદા છે.

image source

એક્ટ્રેસની ફેશન સેન્સ એટલી કમાલની છે કે એ જે પણ આઉટફિટ કેરી કરે છે એમાં પોતાનો પર્સનલ એક્સપરિમેન્ટ કરવાનું નથી ભૂલતી. આ જ કારણ છે કે ફક્ત વેસ્ટર્ન ક્લોથ્સમાં જ નહીં પણ ઇન્ડિયન આઉટફિટસમાં પણ હસીના કહેર વરસાવવામાં પાછળ નથી રહેતી.

image source

નોરા ઘણીવાર બોડી ફિટેડ કપડાં પહેરવાનું પસંદ કરે છે જેમાં એમના પરફેક્ટ ફિગરની સાથે કર્વસ પણ ફ્લોન્ટ થાય છે. એવું જ કઈ હાલમાં પણ જોવા મળ્યું જ્યાં એ મીની ડ્રેસમાં દેખાઇ.

image source

વાત જાણે એમ છે કે નોરાએ પોતાના રિસન્ટ ફોટાશૂટના અમુક ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે જેમાં એ ગજબની સુંદર લાગી રહી છે. આલમ એ છે કે હસીનાના ફોટા શેર કરતા જ એ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થવા લાગ્યા. એમનો આ આઉટફિટ ઇન્ટરનેશનલ લેબલ Rotateનો હતો જેમાં એમને પોતાની અદાઓ બતાવવામાં કોઈ કસર નથી રાખી.

image source

આઈસ બ્લુ રંગના આ મીની ડ્રેસને બનાવવામાં ફોક્સ લેધર અને પોલિયુરિથેન જેવા મિક્સડ ફેબ્રિકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પોલિયુરિથેન એક એવું મટેરિયલ હોય છે જે કપડામાં સાઈન ક્રિએટ કરવા માટે યુઝ કરવામાં આવે છે.

image source

નોરાએ જે મીની ડ્રેસને પોતાના માટે પસંદ કર્યો હતો એ એક પ્રકારનો બોડીકોન આઉટફિટ હતો. આ ડ્રેસમાં હસીના ગજબના પોઝ આપ્યા હતા સાથે જ એમના કર્વસ પણ સરળતાથી ફ્લોન્ટ થઈ રહ્યા હતા. આ સ્કિનફિટ ડ્રેસને તર્ટલ નેકલાઈન આપવામાં આવી હતી જેની સાથે ફૂલ પફી સ્લીવ્સ એના સ્ટાઇલમાં કોસન્ટ એડ કરવાનું કામ કરી રહી હતી. નેકલાઈનની નીચેની તરફ ત્રાસી સાઈડમાં એક બાજુ મેચિંગ બટન્સ એડ કરવામાં આવ્યા હતા અને બીજી તરફ માઈક્રો પ્લીટ્સ ડિઝાઇન આપવામાં આવી હતી જે આ આઉટફિટને વધુ એટ્રેકટિવ બનાવી રહી હતી.

image source

તો ડ્રેસની બેક પણ કઈ ઓછી સ્ટાઈલિશ નહોતી. એમાં વર્ટિકલ ઇનવિઝીબલ ઝીપ આપવામાં આવી હતી જે ઉપરથી નીચેની ડિઝાઇનમાં હતી. નોરાએ પોતાના આ લુકને કમ્પ્લીટ કરવા માટે મોટી હુપ ઈયરરિંગસ પહેરી જતી જે pipa bella લેબલની હતી. એ સિવાય મેસી હેયર્સની સાથે મેકઅપમાં બોલ્ડ રેડ લિપ્સ, ડેવી ફાઉન્ડેશન અને હાઇલાઇટરથી પોતાના લુકને રાઉન્ડ ઓફ કર્યો હતો. નોરાનો આ અલ્ટ્રા ગ્લેમ લુક એમના આ ડ્રેસ સાથે પરફેટક બેલેન્સ કરી રહ્યો હતો.

image source

તો હવે નોરાના આ ડ્રેસની પ્રાઇસ પર નજર નાખીએ તો આ એમના મોંઘા ક્લોથ્સની સરખામણીએ ઘણો સસ્તો છે. Rotate લેબલનો kim corydalis બ્લુ ડ્રેસની કિંમત 23 782 રૂપિયા જણાવવામાં આવી રહી છે. જેને તમે પણ તમાએ વોર્ડરોબમાં સામેલ કરી શકો છો. ખરેખર નોરાનો આ સ્ટાઈલિશ અવતાર ખૂબ જ સારો લાગી રહ્યો હતો જેના દ્વારા એમને ફરી એકવાર સોશિયલ મીડિયા પર હોહા કરી મૂકી છે.