KBC 12: પહેલી વખત જોવા મળ્યો એવો સ્પર્ધક, કે જે લાઇફલાઇન વગર પહોચ્યો 50 લાખનાં સવાલ સુધી

KBC 12: પહેલીવાર જોયા છે આવા કન્ટેસ્ટેન્ટ, કોઈ લાઈફલાઈન વગર પહોચી ગયા છે ૫૦ લાખના સવાલ સુધી.

વર્ષ ૨૦૦૦માં શરુ થયેલ રીયાલીટી ગેમ શો ‘કૌન બનેગા કરોડપતિ’ની લોકપ્રિયતા હજી સુધી જળવાઈ રહી છે. આ શોના હોસ્ટ અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) ની સાથે સાથે મોટી રકમ જીતનાર કેટલાક લોકોની કિસ્મતને બદલીને રાખી દીધી છે. રીયાલીટી ગેમ શો ‘કૌન બનેગા કરોડપતિ 12 (KBC 12)’માં હજી સુધી કોઈ કન્ટેસ્ટેન્ટએ ૧ કરોડ રૂપિયા જીતી શક્યા નથી, પરંતુ અત્યાર સુધી બે કન્ટેસ્ટેન્ટ ૫૦ લાખ રૂપિયા લીધા છે. આવનાર એપિસોડમાં આ લિસ્ટમાં હજી એક કન્ટેસ્ટેન્ટ સામેલ થઈ શકે છે જેઓ મોટી ધનરાશિ જીતીને લઈ જશે. અમે જે કન્ટેસ્ટેન્ટની આપને વાત કરી રહ્યા છીએ તેમણે પહેલા જ પ્રશ્ન પર લાઈફલાઈનનો ઉપયોગ કરી લીધો હતો.

‘કંવલજીત, ઘણા સમયથી આપની પાસે કોઈ લાઈફલાઈન રહી નથી.’

image source

આ કન્ટેસ્ટેન્ટનું નામ છે કંવલજીત. તેઓ જલ્દી જ પોતાની બધી લાઈફલાઈનનો ઉપયોગ કરી દે છે. આપને આ જાણીને આશ્ચર્ય થશે કે, કંવલજીતએ પોતાની બધી લાઈફલાઈન ગુમાવી દીધા પછી પણ લાઈફલાઈન વગર તેઓ ઘણું સારું રમે છે અને ૫૦ લાખ રૂપિયાના પ્રશ્ન સુધી પહોચી જાય છે. ‘કૌન બનેગા કરોડપતિ 12’ શોના મેકર્સ દ્વારા એક નવો પ્રોમો રીલીઝ કરવામાં આવ્યો છે, એમાં અમિતાભ બચ્ચન કંવલજીતને કહી રહ્યા છે કે, ‘કંવલજીત, ઘણા સમયથી આપની પાસે કોઈ લાઈફલાઈન રહી નથી, તેમ છતાં પણ આપ સાચા જવાબ આપી રહ્યા છો… આપે સમજી- વિચારીને રમવું પડશે.’

image source

આ જોવાનું ઘણું રસપ્રદ રહેશે કે, કંવલજીત ૫૦ લાખનો પડાવ પાર કરી શકે છે કે નહી. હવે તે જોવું રહ્યું. ‘કૌન બનેગા કરોડપતિ 12’ના આવનાર એપિસોડ્સમાં આ વાત સ્પષ્ટ થઈ શકશે. ‘કૌન બનેગા કરોડપતિ 12’માં અત્યાર સુધી છવિ કુમાર અને ફૂલબાસન યાદવએ જ ૫૦ લાખ રૂપિયા જેટલી રકમ જીતી લીધી છે. જો કંવલજીત ૫૦ લાખ રૂપિયાનો પડાવ પાર કરી લે છે તો તેઓ ૧ કરોડ રૂપિયાના પ્રશ્ન સુધી પહોચી જશે. જો તેઓ ૧ કરોડ રૂપિયાના પ્રશ્નનો જવાબ સાચો આપી દેશે તો કંવલજીત ‘કૌન બનેગા કરોડપતિ 12’ના પહેલા કરોડપતિ બની જશે.

‘કૌન બનેગા કરોડપતિ 12’ માં આવનાર એપિસોડ્સમાં હવે જોવાનું રહેશે કે, અત્યાર સુધી કોઈ કન્ટેસ્ટેન્ટ ૧ કરોડ રૂપિયાના સવાલને પાર કરી શક્યા નથી. ત્યારે હવે જોવાનું રહેશે કે, કંવલજીત હવે ૫૦ લાખના પ્રશ્નનો જવાબ આપીને ૧ કરોડના પડાવ સુધી પહોચી શકશે કે નહી. તે જોવું રહ્યું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત