કોરોના કાળમાં આર્થિક મૂંઝવણ અનુભવતા શિક્ષકોની વ્હારે આવી ક્લાસ પ્લસ એપ્લિકેશન

ક્લાસ plus ભારત મુખ્ય એજ્યુકેશન કંપનીઓ પૈકી એક કંપની છે. અને તે એક એવા મિશન પર છે કે જે શિક્ષકો ને પોતાની ઓનલાઈન ઓળખાણ બનાવવામાં પ્લેટફોર્મ પૂરું પાડે છે. અને એ પણ શિક્ષકોની પોતાની white label કોચિંગ એપ્લિકેશન દ્વારા.

image source

વૈશ્વિક રીતે ફેલાયેલી કોરોના મહામારી ને કારણે શિક્ષકોને નુકસાન થયું છે અને સામે પક્ષે વિદ્યાર્થીઓને પણ પારાવાર નુકશાન થયું છે. ખાસ કરીને જે વિદ્યાર્થીઓને અભ્યાસ કરવાનો શોખ અને તાલાવેલી છે તેવા વિદ્યાર્થીઓએ ફરજીયાત ભણવાનું પેન્ડિંગ રાખવું પડ્યું છે. વીતેલા લગભગ દોઢ વર્ષમાં સ્કૂલ ની સાથે સાથે ટ્યુશન અને કોચિંગ ક્લાસ પણ બંધ રહેવા પામ્યા છે. જો કે હાલ દેશના અનેક રાજ્યોમાં ફરી એક વખત સ્કૂલ ધમધમવા લાગી છે. પરંતુ હજુ પણ અનેક વિદ્યાર્થીઓના માતા-પિતાઓ પોતાના બાળકોને ફિઝિકલ રીતે એ સ્કૂલે મોકલવા માટે રાજી નથી. ત્યારે હાલ અનેક શિક્ષણ સંસ્થાઓ પોતાના વિદ્યાર્થીઓને ઓનલાઇન માધ્યમ દ્વારા શિક્ષણ આપી રહી છે. પરંતુ ઘણા ખરા લોકો એવા પણ છે જેઓ ને આ પદ્ધતિનો સદંતર અનુભવ નથી. ત્યારે આવા લોકો માટે ક્લાસ પ્લસ દ્વારા એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે જ્યાં તમે ઓનલાઇન અભ્યાસનો બિઝનેસ શરૂ કરવાની બધી માહિતી મેળવી શકો છો. ત્યારે આ વિશે વિસ્તૃત વિગત જાણીએ.

કલાસ પ્લસ એપ્લિકેશન પર મળશે આ માહિતી

image source

જેમ આપણે ઉપર વાત કરી તેમ ક્લાસ plus ભારત મુખ્ય એજ્યુકેશન કંપનીઓ પૈકી એક કંપની છે. અને તે એક એવા મિશન પર છે કે જે શિક્ષકો ને પોતાની ઓનલાઈન ઓળખાણ બનાવવામાં પ્લેટફોર્મ પૂરું પાડે છે. અને એ પણ શિક્ષકોની પોતાની white label કોચિંગ એપ્લિકેશન દ્વારા. આ એપ્લિકેશનની મદદથી શિક્ષકો આવનારા સમય માટે પોતાને તૈયાર કરી શકે છે કારણ કે આ એપ્લિકેશનમાં આધુનિક ટેકનોલોજી વાળા ઘણા ફીચર્સ આપવામાં આવ્યા છે.

અહી શીખ્યા બાદ વિદ્યાર્થીઓને મળશે સારો અનુભવ

image source

આ મિશનની સાથે ક્લાસ પ્લસ કંપનીએ શિક્ષકોની સાથે વિદ્યાર્થીઓને પણ પોતાની તરફ આકર્ષિત કર્યા છે. અને તેમને તેમના શૈક્ષણિક અભ્યાસમાં આગળ વધારવા માટે શિક્ષકો કેવી મહેનત કરે છે તેનો અનુભવ કરાવવાનો પણ પ્રયાસ કર્યો છે. શીખવાની શરૂઆત થી લઇને શીખવા પ્રત્યે નો શોખ થવા લાગે ત્યાં સુધીની યાત્રામાં શિક્ષક હંમેશા પોતાના વિદ્યાર્થીઓ માટે દરેક પગલાઓ સરળ અને તે સમજી શકે તે રીતે રજૂ કરવાનો પ્રયાસ કરે છે. ત્યારે હવે વિદ્યાર્થીઓ નો વારો છે કે તેઓ એટલે કે વિદ્યાર્થીઓ ક્લાસ પ્લસ સાથે અભ્યાસ કરે. અને એમ કરીને તેઓ શિક્ષકોને સહાયતા કરી શકે અને કોચિંગ એપ્લિકેશનની મદદથી શિક્ષકોની ઓળખાણ બની શકે.