ફ્રાન્સનો આતંકવાદ પર મોટો પ્રહાર, માલી ખાતે એર સ્ટ્રાઈક કરી 50 આતંકીઓનો ખુડદો બોલાવ્યો

ફ્રાન્સના સૈન્યએ 50 ઇસ્લામિક કટ્ટરવાદીઓને માલીમાં મારી નાખ્યા

ફ્રાન્સના સંરક્ષણ પ્રધાને જણાવ્યું કે ફ્રેન્ચ સૈન્ય પશ્ચિમ આફ્રિકામાં ઇસ્લામિક એક્સ્ટ્રીમિસ્ટ સામે લડી રહી છે અને તેમણે 50 કરતાં પણ વધારે ઝીહાદીસ્ટ્સને માલી ખાતે તાજેતરના ઓપરેશનમાં મારી નાખ્યા છે. સંરક્ષણ પ્રધાન ફ્લોરેન્સ પાર્લીએ સોમવારે રાત્રે ટ્વીટ કરીને જણાવ્યું કે ફ્રેન્ચ સૈન્યએ બરખાને નામથી ઓળખાતા રીજનમાં ગત શુક્રવારે એક ઓપરેશન કર્યું હતું હતું જેમાં તેમણે સામેના પક્ષના ફાઇટર્સના હથિયારો તેમજ બીજા સાધનસરંજામ પણ જપ્ત કરી લીધા છે.

image source

પાર્લીએ હાલ માલીની રાજધાની બામાકોની મુલાકાત પર છે, જ્યાં તેઓ ટ્રાન્ઝિશનલ ગવર્નમેન્ડના આગેવાનને મળ્યા. ઓગસ્ટમાં મિલિટરી દ્વારા જ્યારે માલીના રાષ્ટ્રપતિને બેદખલ કરવામા આવ્યા, ત્યારે તેણીએ બને તેટલું જલદી ડેમોક્રેટિક ઇલેક્શન યોજવાની અરજ કરી હતી. અને તેણીએ કહ્યું હતું કે હાલની લીડરશીપ તેમને ખાતરીનું વચન આપે છે. આપણે જોઈ રહ્યા છીએ કે છેલ્લા કેલક દિવસોથી ફ્રાન્સ પર એક પછી એક ઇસ્લામિક એક્સ્ટ્રીમિસ્ટ હૂમલા થઈ રહ્યા છે, અને હાલ તેમનું હજારોનુ સૌન્ય બળ પશ્ચિમ આફ્રીકામાં એક્સ્ટ્રીમીસ્ટ ગૃપ સામે લડવામાં મદદ કરી રહ્યું છે.

image source

2013 બાદના ફ્રેન્ચ આગેવાની વાળા મિલિટરી ઓપરેશન બાદ ઉત્તર માલીના ઇસ્લામિક એક્સ્ટ્રીમિસ્ટ્સના બળવાખોરોને સત્તા પરથી હટાવી દેવામાં આવ્યા હતા. પણ તેમમે રણ પ્રદેશમાં ફરી પોતાનું જૂથ રચ્યુ હતું અને તેઓ ત્યારથી માલિઅન આર્મી તેમજ તેમની સાથે જોડાયેલા સૈન્ય પર સતત હૂમલા કરી રહ્યા છે. આ દરમિયામ માલિએ મહિનાઓ સુધી રાજકીય ઉથલપાથળોનો સામનો કરવો પડ્યો છે. આંતરરાષ્ટ્રીય દબાણ હેઠળ લોકોએ એક સિવિલયનને સરકાર સંભાળવા તેમજ દેશી આગેવાની કરવા માટે નિયુક્ત કર્યો છે.

image source

તમને જણાવી દઈએ કે ફ્રાંસમાં થોડા દિવસો પહેલાં પૈગંબર મુહમ્મદના કાર્ટુન વિષે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરનારા ઇતિહાસના એક શિક્ષકનું એક વ્યક્તિએ માથુ વાઢી નાખ્યુ હતું અને ત્યાર બાદ પેલીસે તે સંદિગ્ધ હત્યારાને ગોળી મારી દીધી હતી. હજુ આ મામલો હજુ શાંત નથી થયો ત્યાં તો ફરી એકવાર ફ્રાન્સના નીસ શહેરના એક ચર્ચમાં ધોળા દિવસે છરીથી ચર્ચમાં હાજર વ્યક્તિઓ પર એક વ્યક્તિએ હૂમલો કરી દીધો હતો. જેમાં કેટલાક લોકો ઘવાયા હતા જ્યારે ત્રણ લોકોનું મૃત્યુ થયું હતું.

image source

આમ ફ્રાન્સમાં હાલનું વાતાવરણ ખૂબ જ અશાંત છે અને આ માહોલ વચ્ચે રાષ્ટ્રપતિ એમ્મૈન્યુઅલ મેક્રોએ જણાવ્યું કે ફ્રાંસ ફરી એકવાર આંતકવાદી હૂમલાનો શિકાર બન્યું છે. તેમણે કહ્યું કે ફ્રાંસ પર હૂમલો દેશની આઝાદીના મૂલ્ય અને આતંકની સામે નહીં ઝૂકવાની ઇચ્છાના કારણે કરવામાં આવ્યો છે. એટલુ જ નહીં તેમણે એટલે સુધી કહ્યું છે કે ફ્રાંસ ઇસ્લામિક આતંકવાદી હૂમલા બાદ પણ પોતાના મૂલ્યોને છોડશે નહીં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત