પૈસાની તંગીમાંથી છૂટકારો મેળવવા કિન્નર પાસે માંગો એક રૂપિયો, પણ આ ખાસ રીતે નહિં તો…

કિન્નરોની દુઆ તમારા ભાગ્યને બદલી શકે છે

image source

હાલના સમયમાં પૈસાની સમસ્યા એ દરેકને થોડે ઘણે અંશે હોય જ છે. વર્તમાન સમયની જો વાત કરવામાં આવે તો આખાય દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે. ધંધા, વ્યવસાય અને કામકાજ બંધ છે. ભારતમાં પણ લોકડાઉનનો સમય વધતો જઈ રહ્યો છે. વર્તમાન સમયમાં ચોથા તબક્કાનું લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે ધનની સમસ્યા અથવા અન્ય સમસ્યાઓ સામે આપણે કોઈકને કોઈક રીતે લડી રહ્યા છીએ.

image source

આજના સમયમાં દરેક વ્યક્તિને પૈસાની જરૂર હોય છે. પોતાના જીવનમાં પૈસાની કમી પૂર્ણ કરવા માટે દરેક વ્યક્તિ આકરી મહેનત પણ કરે છે, પણ ક્યારેક ક્યારેક આકરી મહેનત કરવા છતાં પણ સફળતા હાથમાં આવતી નથી. કારણ કે પૈસાની કમી પૂરી કરવા માટે આકરી મહેનતની સાથે સાથે દેવી માતા મહાલક્ષ્મીની કૃપા હોવી પણ જરૂરી માનવામાં આવે છે. આપણા જ્યોતિષી શાસ્ત્રમાં ઘણા ઉપાયો દર્શાવવામાં આવ્યા છે, જેને અપનાવીને આવી મુશ્કેલીઓથી છુટકારો મેળવી શકાય છે.

image source

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પૈસાની કમી દુર કરવા માટે આ સૌથી સરળ ઉપાય માનવામાં આવે છે. આ ઉપાય જ્યોતિષ શાસ્ત્રમાં પણ જોવા મળે છે. આપણે બધા જ આ વાત જાણીએ છીએ કે આપણા શાસ્ત્રોમાં કિન્નરોને મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. એમના આશીર્વાદ વરદાન સવરૂપ ગણવામાં આવે છે. કહેવાય છે કે કિન્નરની દુઆ ક્યારેય ખાલી નથી જતી. એમના શબ્દો ક્યારેય મિથ્યા નથી હોતા, જો ખરા દિલથી એ નીકળ્યા હોય. એવું માનવામાં આવે છે કે જો તમે કોઈ કિન્નરને દાન આપો છો, તો અન્ય દાન કરતા એમાં તમને સૌથી વધારે પુણ્ય પ્રાપ્ત થાય છે. કિન્નરોની દુઆ આપણા શાસ્ત્રોમાં ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી છે. કોઈ કિન્નરના પૈસા અથવા એની દુઆ માણસને દરેક મુશ્કેલીઓથી બચાવી લે છે. એટલે કિન્નરને પૈસાનું દાન આપવું જોઈએ.

image source

ભારતીય ઈતિહાસ અને ધાર્મિક માન્યતાઓ દ્વારા આપણી સંસ્કૃતિ બનેલી છે. આપનો દેશ શ્રધ્ધા અને ભક્તિનો દેશ છે, આસ્થાનો દેશ છે. આપણે કર્મ પ્રધાન છીએ એટલે જ આપણા જીવનમાં પાપ અને પુણ્ય બાળપણથી જ શીખવવામાં આવે છે. દાન આપવું એ પુણ્ય માનવામાં આવે છે, જેના સારા ફળ જરૂર મળે છે.

image source

જો તમે પૈસાની કમી અનુભવી રહ્યા છો, અથવા આ સમસ્યામાંથી તમે બહાર આવવા માંગો છો, તો કોઈ પણ કિન્નરને પૈસા આપીને એની પાસેથી બની શકે તો એક રૂપિયો જ ભલે હોય પણ પાછો માગી લો. પણ ધ્યાન આ વાતનું રાખજો કે એ એક રૂપિયો એ કિન્નર પોતાની ખુશીથી તમને આપે. ત્યારબાદ એ સિક્કાને લીલા કપડામાં બાંધીને પોતાની તિજોરી અથવા પાકીટમાં રાખો. કિન્નરના પૈસા પાસે રખાવનથી તમને પણ ધનની પ્રાપ્તિ થશે અને પૈસાને લગતી તમામ આર્થિક સમસ્યાઓ સુલજતી જણાશે.

Source: NewsIndiaLive

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત