આ દિવાળીમાં બનાવો સ્વાદિષ્ટ પાલક પનીર, ખાવાનો સ્વાદ બમણો થઈ જશે

તહેવારો ની મોસમ ચાલી રહી છે. તહેવાર દરમિયાન વિવિધ વાનગીઓ, મીઠાઈઓ વગેરે તૈયાર કરવામાં આવે છે. તહેવાર ને ખાસ બનાવવા માટે, સ્ત્રીઓ દરરોજ તેમના ખોરાકમાં કંઈક ખાસ બનાવવા માંગે છે. જોકે, મહિલાઓ દિવાળીના પાંચ દિવસના તહેવારમાં દરરોજ શું અલગ અને વિશેષ બનાવવું તે અંગે મૂંઝવણમાં મુકાય છે. તમે તમારા રૂટીન ફૂડમાં થોડો વળાંક આપી ને સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી શકો છો.

image socure

ઘણા ઘરોમાં તહેવાર દરમિયાન દાળ બનાવવામાં આવતી નથી. લંચ અને ડિનર માટે ઘણી જાતના શાકભાજી જરૂરી છે. જો તમે પણ કળવા ચોથ, દિવાળી ને ખાસ બનાવવા માટે એક સ્વાદિષ્ટ વાનગી વિશે વિચારી રહ્યા છો, તો આ વખતે પાલક પનીર બનાવો.

image soucre

શાકાહારી ખોરાક ખાનારાઓને પાલક પનીરનું શાક ખુબ પસંદ આવે છે. શિયાળાની ઋતુ પાલક પનીર નું શાક બનાવવા માટે યોગ્ય છે. તમે પાલક પનીર ને પુલાવ, નાન સાથે પીરસી શકો છો. ચાલો જાણીએ પાલક પનીર નું શાક બનાવવાની સરળ રેસિપી.

પાલક પનીર બનાવવા માટેની સામગ્રી :

પાલક, પનીર, તેલ, જીરૂ, તમાલપત્ર, આદુ, લસણ, ડુંગળી, ટામેટા, મીઠું, ગરમ મસાલો, લાલ મરચું પાવડર, કોથમીર પાવડર.

પાલક પનીર બનાવવાની રેસીપી

image soucre

પાલકને પ્રેશર કૂકરમાં ઉકાળીને પીસી લો. પનીરના ટુકડા ને કાપી લો. પછી એક પેનમાં તેલ ગરમ કરો અને પનીર ના ટુકડા સોનેરી થાય ત્યાં સુધી તળો. પેનમાંથી પનીર ના ટુકડા કાઢી તેમાં જીરૂ ઉમેરી આછા બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો. ત્યારબાદ તેમાં તમાલપત્ર ઉમેરી ને તેને તળી લો. આદુ, લસણ અને ડુંગળી ની પેસ્ટ બનાવી લો અને તેને પણ કઢાઈમાં ઉમેરી ને તળી લો. જ્યારે તે રંગ બદલવા લાગે ત્યારે તેમાં મીઠું, ગરમ મસાલો, કોથમીર પાવડર અને લાલ મરચું ઉમેરી ને બરાબર મિક્સ કરી લો.

image soucre

હવે તેમાં ટામેટા ની પ્યુરી ઉમેરી મધ્યમ તાપ પર તળી લો. જ્યારે બધા મસાલા સારી રીતે શેકાય જાય ત્યારે તેમાં પીસેલી પાલક ઉમેરી ને બે થી ત્રણ મિનિટ સુધી શેકી લો. ત્યારબાદ પનીર ના ટુકડા ઉમેરી ને બરાબર મિક્સ કરી લો. છેલ્લે તેમાં થોડી ક્રીમ ઉમેરી પાલક પનીરમાં મિક્સ કરી ગરમા ગરમ સર્વ કરો. તમારી પાલક પનીર ની રેસીપી તૈયાર છે, તેને રોટલી અથવા ગરમ પરાઠા સાથે પણ સર્વ કરી શકો છો.