આ વસ્તુઓ મહાલક્ષ્મીજીને નથી પસંદ, ભૂલથી પણ ધન તેરસે આ વસ્તુને ઘરમાં ન લાવશો

ધન તેરસ, મહાલક્ષ્મીજીની આરાધનાનો એ દિવસ જ્યારે સૌ કોઇ તેમની ભક્તિભાવ પૂર્વક પૂજા અર્ચના કરે છે.. પછી ભલે તે ધનાઢ્ય હોય કે પછી ઝુંપડપટ્ટીમાં રહેતા ગરીબ વર્ગના લોકો.. પરંતુ ખૂબ ઓછા લોકોને ખબર છે કે ધન તેરસના દિવસે કેટલીક વસ્તુથી દૂર રહેવું જોઇએ.. કે જે માં લક્ષ્મીને નથી પસંદ.. બની શકે કે તે વસ્તુના કારણે તમારા પર થતી માતા ધનલક્ષ્મીની કૃપા અટકી જાય.. માટે તમે પણ ધ્યાનથી વાંચો અને સમજો કે ધનલક્ષ્મી માતાને નથી પસંદ એવી કોઇ વસ્તુ તો તમારાથી નથી થતી ને..?

image soucre

ધન તેરસના દિવસે મા લક્ષ્મી અને કુબેરની પૂજા કરવામાં આવે છે. ધાર્મિક શાસ્ત્રો અનુસાર ધન્વંતરીનો જન્મ આ દિવસે થયો હતો, તેથી તેને ધનતેરસ કહેવામાં આવે છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે મા લક્ષ્મી તેના પર તેમની કૃપા કરે. લક્ષ્મી અને કુબેરની પૂજા દરમિયાન ઘણી સાવચેતી રાખવામાં આવે છે. તો ચાલો આપણે જાણીએ કે આ દિવસે કયા નિયમોનું પાલન કરવું જોઈએ.

1. દિવાળી પહેલા લોકો ઘરને સાફ કરે છે, પરંતુ જો ધનતેરસના દિવસ સુધી ઘરમાં કચરો કે નકામી વસ્તુ હશે તો ઘરમાં સકારાત્મક ઉર્જા નહીં આવે, તેથી ઘરમાં કોઈ જૂની કે નકામી વસ્તુ હોય તો તેને આજે જ ફેંકી દો.

2. ઘરના પ્રવેશદ્વાર અથવા હોલમાં નકામી વસ્તુઓ બિલકુલ રાખશો નહીં. એવું માનવામાં આવે છે કે લક્ષ્મી ઘરના મુખ્ય દ્વારથી ઘરમાં પ્રવેશ કરે છે, તેથી આ સ્થાન હંમેશાં શુધ્ધ હોવું જોઈએ.

image socure

3. ધનતેરસ પર માત્ર કુબેરની પૂજા કરો છો તો આ ભૂલ ન કરશો. કુબેરની સાથે દેવી લક્ષ્મી અને ભગવાન ધન્વંતરીની પણ પૂજા કરો, નહીં તો તમે આખા વર્ષ દરમિયાન બીમાર રહેશો.

4. આ દિવસે કાચનાં વાસણો ખરીદવા જોઈએ નહીં. ધનતેરસના દિવસે સોના-ચાંદીની કે નવા વાસણોની ખરીદી ખૂબ જ શુભ માનવામાં આવે છે.

image socure

5. ધનતેરસના દિવસે ઘરે ઝઘડો કરશો નહીં. જો તમે મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગતા હો, તો ઘરની મહિલાઓને માન આપો.

6. ધનતેરસના દિવસે કોઈને પણ ઉધાર આપવાનું ટાળો. આ દિવસે લક્ષ્મીને તમારા ઘરની બહાર ન નીકળવા દો.

7. આ દિવસે નકલી મૂર્તિઓની પૂજા ન કરો. સોના, ચાંદી અથવા માટીની બનેલી દેવી લક્ષ્મીની મૂર્તિની પૂજા કરો.

image soucre

8. ધનતેરસ પર લોખંડની કોઈ ચીજ વસ્તુઓ ખરીદશો નહીં. એવું માનવામાં આવે છે કે આ દિવસે લોખંડ ખરીદવાથી ઘરમાં ગરીબી આવે છે.