દોસ્તી હો તો એસી ! પાલતુ ડોગીને વિમાન યાત્રા કરવા માટે આ ભાઈ ખર્ચી નાખ્યા 2 લાખ 40 હજાર રૂપિયા

ઘણી વખત આપણી આસપાસ એવા બનાવો બનતા હોય છે જે સામાન્ય રીતે જોવામાં નથી આવતા. આવો જ એક બનાવ તાજેતરમાં મુંબઈમાં બનવા પામ્યો હતો. અહી એક વ્યક્તિએ પોતાના પાલતુ ડોગી સાથેની મિત્રતા નિભાવવા માટે એક અનોખું કામ કરી બતાવ્યું હતું. જેને કારણે તેની સોશિયલ મીડિયા સહિત સ્થાનિક ક્ષેત્રે ભારે ચર્ચા થઈ રહી છે. જેમ કે આપણે સૌ જાણીએ છીએ કે માણસ અને જાનવર ની મિત્રતા બહુ વર્ષો જૂની છે. અને માણસના જીવનમાં જાનવરોનો બહુ મહત્વનો ફાળો છે. તેનું એક સામાન્ય દાખલો દૂધ છે. જેને આપણે દરરોજ ઉપયોગમાં લઈએ છીએ અને એ જ દૂધ વડે બનેલી ચા વગર આપણી સવાર પડતી નથી. તે દૂધ પણ એક જાનવર એટલે કે કાઈ ભેસ વગેરે નું છે. આ તો ફક્ત એક જ દાખલો છે આવા તો અનેક દાખલા આવો મળી આવશે જેથી એ સાબિત થતું હોય કે જાનવર વગર માણસનું જીવન કેટલું ફિક્કું છે.

ડોગી અને માણસની મિત્રતા છે ઉદાહરણ

image socure

ડોગી માણસનું સૌથી વધુ પ્રિય પાલતુ પ્રાણી છે. તેને સૌથી વફાદાર મિત્ર ગણવામાં આવે છે. એવા ઘણા ખરા દાખલાઓ છે જેમાં જરૂર પડવા પર ડોગી એ પોતાના જીવની પણ બાજી લગાવી દીધી હોય. જ્યારે સામે પક્ષે માણસો પણ પોતાના પાલતુ ડોગી માટે અઢળક પૈસા ખર્ચ કરતા પણ અચકાતા નથી. આવા જ એક દાખલાની આપણે અહીં વાત કરવાના છીએ.

પાલતુ ડોગી માટે બુક કરાવી નાખી બધી સીટો

image soucre

આ બાબતે અહેવાલ અનુસાર એક યાત્રીએ પોતાના પાલતુ ડોગી સાથે યાત્રા કરકે માટે એર ઇન્ડિયાની ફ્લાઇટમાં બિઝનેસ ક્લાસની બધી જ સીટો બુક કરાવી લીધી હતી. ગત બુધવારે મુંબઈથી ચેન્નાઇ જતી એર ઇન્ડિયાની ફ્લાઈટના જે અથવા બિઝનેસ ક્લાસને બુક કરવામાં આવી હતી. જેનાથી K9 પોતાના માલિક સાથે શાનદાર યાત્રા કરે.

12 સીટો માટે ચૂકવ્યા 2 લાખ 40 હજાર રૂપિયા

પ્રાપ્ત માહિતી અનુસાર એરબસ A320 વિમાન માં બિઝનેસ ક્લાસ ની 12 સીટ હતી. તો ડોગી ના માલિક દ્વારા આ તમામ સીટને બુક કરાવી લેવામાં આવી હતી. જેથી કરીને વિમાનમાં માત્ર તેનો પાલતું ડોગી આનંદથી યાત્રા કરી શકે. મુંબઈ થી ચેન્નાઈ ના બે કલાકના આ રૂટની બિઝનેસ ક્લાસની સરેરાશ કિંમત 18 હજાર રૂપિયા થી 20 હજાર રૂપિયા જેટલી હોય છે. એટલે કે આ વ્યક્તિએ પોતાના ડોગી માટે બે લાખની ચાલીસ હજાર રૂપિયા ખર્ચીને બધી સીટો બુક કરાવી હતી.

એર ઇન્ડિયામાં લઇ જઇ શકાય છે પાલતુ જાનવર

image soucre

અહીં નોંધનિય છે કે વીમાનમાં સામાન્ય રીતે પાલતુ જાનવર ને સાથે લઈ જવાની મનાઈ હોય છે. પરંતુ એર ઇન્ડિયા અમુક શરતો સાથે યાત્રીઓને પોતાના પાલતુ જાનવરોને સાથે યાત્રા કરવાની અનુમતિ આપે છે. જો કે આ માટે એક્સ્ટ્રા ચાર્જ દેવો પડે છે.