ભારતીય માર્કેટમાં Jawa એ મચાવી ધૂમ, એટલી બધી બાઇક વેંચાઇ કે આંકડો જાણીને તમારી પણ આંખો થઇ જશે પહોળી

ઘણાખરા લોકોને સામાન્ય બાઇક કે મોટરસાયકલથી કઈંક હટકે હોય તેવા બાઇક અથવા મોટરસાયકલ ચલાવવાનો શોખ હોય છે. આવા શોખ ધરાવતા શોખીન લોકોની સંખ્યા પણ દિન પ્રતિદિન વધી રહી છે અને સામે બાઇક કંપનીઓ પણ પોતાના શોખીન ગ્રાહકો માટે એકથી એક ચઢિયાતી બાઇક માર્કેટમાં રજૂ કરે છે. એટલું જ નહીં પણ આ પ્રકારના લિજેન્ડ અને એક્સ્ટ્રા ઓર્ડિનરી બાઈકસનું વેંચાણ પણ ધીમે ધીમે વધી રહ્યું છે.

image source

Classic Legends (ક્લાસિક લિજેન્ડ) એ તાજેતરમાં જ જાહેરાત કરી છે કે ભારતીય માર્કેટમાં તેણે 50000 થી વધુ Jawa Motorcycles નું વેંચાણ કર્યું છે. કંપનીના કહેવા મુજબ તેણે 12 મહિનાના પૂર્ણ પરિચાલનમાં વેંચાણના મામલે આ માઈલ સ્ટોન સુધી પહોંચી છે. કંપનીએ કહ્યું હતું કે વેંચાણના તાજેતરના આંકડા અનુસાર ભારતમાં જાવા મોટરસાઇકલના વેંચાણની માંગ વધી છે જે વિકાસની વૃદ્ધિનો સંકેત આપી રહ્યા છે.

image source

જાવા કંપનીના માનવા મુજબ જાવા મોટરસાયકલના વેંચાણના લેટેસ્ટ આંકડા કંપની માટે એક ઉપલબ્ધી સમાન છે. કંપનીએ જણાવ્યું હતું કે લોકડાઉનના સમયગાળા દરમિયાન કંપનીને પ્રમુખ પ્રતિબંધોનો સામનો કરવો પડ્યો હતો જેના કારણે મોટરસાયકલનું ઉત્પાદન નહોતું થતું અને આ બ્રાન્ડનો વેટિંગ પિરિયડ પણ સારો એવો હતો. ક્લાસિક લિજેન્ડના દાવા મુજબ તેઓ મોટરસાયકલની વધતી માંગને પહોંચી વળવા ઉત્પાદન ક્ષમતા અને ડીલરશીપની સંખ્યા બન્ને વધારવા અને વેપાર વિસ્તાર વધારવાની દિશામાં સતત કામ કરી રહ્યા છે.

image source

ક્લાસિક લિજેન્ડના સીઈઓ આશિષ સિંહ જોશીએ કહ્યું હતું કે આટલા ઓછા સમયમાં અમારી કંપનીએ જે આગેકૂચ કરી છે તેના પર અમને ગર્વ છે. અપેક્ષાકૃત રૂપે હાલમાં જ એક સ્ટાર્ટ અપ તરીકે ક્લાસિક લિજેન્ડના ત્રણ મોડલો માટે એક ફૂલ સ્કેલ પ્રોડક્શન ફેસિલિટી તૈયાર કરી છે જેને અમે જાવા બ્રાન્ડના પુનર્ઉત્થાનના એક ભાગ સ્વરૂપે રજૂ કર્યું છે. આ સાથે જ એક અદ્વિતીય અને વ્યાપક વેંચાણ નેટવર્ક સ્થાપિત કર્યું છે. આ સાથે જ અમારા ગ્રાહકોની માંગને પહોંચી વળવાની કામગીરીએ અમારા બધા ઓપરેશનોમાં ઝડપ લાવી હતી.

image source

કંપનીનું કહેવું છે કે તેની બાઇક્સની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પણ માંગ વધવા પામી છે. આ માટે કંપનીએ નેપાળ અને યુરોપના દેશોમાં પણ મોટરસાયકલોની નિકાસ શરૂ કરી દીધી છે.

image source

જાવાના પોર્ટફોલિયોમાં હાલના સમયે ત્રણ બાઇક છે. Jawa, Jawa forty two અને Perak. કંપનીએ તાજેતરમાં જ ઓક્ટોબર 2020 ના ફેસ્ટિવલ સિઝન દરમિયાન 2000 પેરાકની ડિલિવરીની જાહેરાત કરી છે

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત