પંજશીર પર કબજો કરવા જતાં તાલિબાનને મળ્યો જોરદાર વળતો જવાબ

અફઘાનિસ્તાનમાં તાલિબાન અને અફઘાન સેના વચ્ચે સંઘર્ષ સતત વધી રહ્યો છે. અફઘાનિસ્તાનમાં આતંક ફેલાવી રહેલા તાલિબાનોએ મોટાભાગના દેશ પર કબજો કરી લીધો છે. અમેરિકી સેનાને પાછી ખેંચવાની સાથે જ દેશની લગામ તાલિબાનના હાથમાં જતી જોવા મળી રહી છે. જો કે તેવામાં એક મહત્વના સમાચાર સામે આવ્યા છે કે છેલ્લા 24 કલાકમાં 300 થી વધુ તાલિબાનના સૈનિકોને ઠાર કરવામાં આવ્યા છે.

image soucre

અફઘાનિસ્કાનમાં તાલિબાન વિરુદ્ધ જંગ હજુ પૂર્ણ થઈ નથી. તેવામાં પંજશીરના લડાકુઓ તાલિબાનને ટક્કર આપી રહ્યા છે. અફઘાની સેનાએ ઘણા વિસ્તારોમાંથી હાર સ્વીકારી લીધી છે પરંતુ પંજશીર તેમના માટે માથાનો દુખાવો બની રહ્યું છે. પંજશીર પર કબજો કરવો તાલિબાન માટે મોટો પડકાર બની ગયો છે. આ વચ્ચે સામે આવ્યું છે કે પંજશીરના લડાકુઓએ મોટી સંખ્યામાં તાલિબાનીઓને ઠાર કરી દીધા છે. તેમનું કહેવું છે કે ઘાત લગાવી કરવામાં આવેલા આ હુમલામાં તાલિબાનનું મોટું નુકસાન થયું છે.

અફઘાનિસ્તાનના પંજશીરમાં તાલિબાન વિરુદ્ધ મોર્ચાંબંધીને તોડી પાડવા માટે તાલિબાને અંદાજે 3000 લડાકુઓને ઘાટી તરફ મોકલ્યા હતા. પંજશીર તરફ જનાર અંદ્રાબ વેલીમાં તાલિબાન અને રેજિસ્ટેંસ ફોર્સ વચ્ચે ગોળીબારી થઈ છે. એવું માનવામાં આવે છે કે આ લડાઈમાં તાલિબાનને મોટું નુકસાન થયું છે. અહમદ મસૂદની કમાનવાળી રેજિસ્ટેંસ ફોર્સ તાલિબાનને ટક્કર આપી રહી છે.

આ અંગે મળતી વધુ જાણકારી અનુસાર તાલિબાને કારી ફસીહુદ દીન હાફિજુલ્લાહના નેતૃત્વમાં પંજશીર પર હુમલો કરવા હજારો સૈનિકોને મોકલ્યા હતા. બગલાન પ્રાંતની અંદરાબ ઘાટીમાં ઘાત લગાવી બેઠેલા પંજશીરના વિદ્રોહિયોએ તેમના પર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં મોટી સંખ્યામાં તાલિબાની સૈનિકો માર્યા ગયા છે. તેનાથી તાલિબાનનો સપ્લાય રુટ પણ બ્લોક થઈ ગયો છે.

જ્યારથી તાલિબાને અફઘાનિસ્તાન પર નિયંત્રણ કર્યું છે ત્યારથી પંજશીર ઘાટીમાં વિદ્રોહીઓ એકત્ર થવા લાગ્યા છે. પંજશીરના નેતાઓ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ પંજશીર તાલિબાનને સોંપશે નહીં. તેવામાં થયેલા આ હુમલાના કારણે તાલિબાન પણ હચમચી ગયું છે. બીજી તરફ તાલિબાને કાબુલ પર કબજો કર્યા બાદ ત્યાંથી હજારો લોકો પંજશીર આવ્યા છે. અહીં 9000 બળવાખોર સૈનિકો એકત્ર થયા છે. આ લડાકુઓ પાસે હથિયાર અને હમ્વી જેવી ગાડીઓ પણ છે.

બળવાખોરોએ તાલિબાનને લોહિયાળ જંગની ચેતવણી આપી છે અને કહ્યું છે કે તાલિબાન લાંબા સમય સુધી ટકશે નહીં.

image socure

તાલિબાનના 300 સૈનિકો ઠાર થયા બાદ અફઘાનિસ્તાનના ઉપ રાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહે પણ હુમલા મામલે ટ્વીટ કરી હતી. તેણે લખ્યું હતું કે અંદરાબ ઘાટીના એમ્બુશ જોનમાં ફંસાયા બાદ મોટી મુશ્લેકીમાંથી એક પીસમાં બહાર આવ્યાના એક દિવસ પછી તાલિબાને પંજશીરના પ્રવેશદ્વાર પર ફોર્સ લગાવી હતી. જો કે આ વચ્ચે સલાંહ હાઈવેને વિદ્રોહી તાકતોએ બંધ કરી દીધો છે આ એ રસ્તા છે જેનાથી તેમણે બચવું જોઈએ… ફરી મળીએ…