લો બોલો, આ મહિલાએ રસ્તા પરથી ફેરિયા પાસેથી ખરીદી વિંટી, અને 30 વર્ષ પછી થયુ કંઇક એવું કે….

મિત્રો, એ વાત તો આપણે સૌ જાણીએ છીએ કે, બધી છોકરીઓ શોપિંગ પાછળ ખુબ જ ગાંડી હોય છે. આ ગાંડપણ એટલી હદ સુધી હોય છે કે, ભલે તેમનો મૂડ ગમે તેટલો ખરાબ હોય, જો તમે શોપિંગ નુ નામ લેશો તો તુરંત જ તેમનો મૂડ સારો થઇ જાય છે. તમને જણાવી દઇએ કે, ઘણી યુવતીઓ એવી હોય છે કે તે જ્યા પણ જાય છે ત્યા શોપિંગ અવશ્ય કરે છે. તે રસ્તા પરથી અથવા તો કોઈ દુકાનમા જઈને શોપિંગ અવશ્યપણે કરે છે.

image source

જો જોવા જઈએ તો છોકરીઓના મૂડને સમજવો એ એકદમ જટિલ કાર્ય છે પરંતુ, જો તમે તેમને ખરીદી કરવા વારંવાર લઇ જતા હોવ તો તમને તે સમજવામાં થોડીક સરળતા રહેશે. તમે હંમેશા જોયુ હશે કે, અમુક લોકો તેમનો માલ રસ્તા પર વહેંચે છે. આવી સ્થિતિમા એક મહિલાએ રસ્તા પરથી એક ખુબ જ સુંદર વીંટી ખરીદી હતી.

image source

આ વીંટી તો તેણે ખરીદી લીધી પરંતુ, તે તેની વિશેષતા અંગે જાણતી નહોતી. જ્યારે તેણીને આ વીંટી ની વિશેષતા વિશે ખ્યાલ પડ્યો ત્યારે તેણીની સાથે બધા જ લોકોના હોંશ ઉડી ગયા હતા. તો ચાલો આજે આ લેખમા અમે તમને વીંટી ને લગતી આ વાસ્તવિકતા વિશે જણાવીએ, જે જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.

image source

આ સમગ્ર ઘટના ઇંગ્લેન્ડના એક શહેરની એક મહિલા સાથે બન્યો છે. આ મહિલા શોપિંગ પાછળ ખુબ જ ગાંડી હતી. તેણીને રસ્તા પર વહેંચતી વસ્તુઓની ખરીદી કરાવી ખુબ જ પસંદ છે. એક દિવસ તેણીએ રસ્તા પરના એક વ્યાપારી પાસેથી વીંટી ખરીદી. આ વીંટીના તેણે ફક્ત ૧૩ ડોલર ચૂકવ્યા હતા પરંતુ, થોડા સમય પછી આ સ્ત્રીને ખબર પડી કે આ વીંટીમા રહેલો નંગ એ સામાન્ય ટુકડો નહી પણ લાખોનો હીરો છે.

image source

તેણીએ આ રિંગ ખરીદીને પોતાની પાસે રાખી હતી અને તેણે તે વીંટીનો આશરે ૩૦ વર્ષ સુધી ઉપયોગ કર્યો હતો અને જ્યારે તેના મનમા આ વીંટી વહેંચવાનો વિચાર આવ્યો ત્યારે તે આ રિંગ વેચવા માટે ઝવેરી પાસે ગઈ હતી. ઝવેરીઓ આ રિંગને ખુબ જ ધ્યાનપૂર્વક જોઈ રહ્યા હતા, આ વીંટી વિશે જાણીને તેમના હોશ પણ ઉડી ગયા હતા.

image source

ઝવેરીઓએ આ વીંટી પરના હીરાનુ મુલ્ય કિંમતી છે. આ હીરા હાલ પ્રવર્તમાન સમયમા સરળતાથી મળી શકતા નથી. આ હીરાની આંતરરાષ્ટ્રીય સ્તરે ખુબ જ ભારે માંગ છે. તમને જણાવી દઇએ કે, આ હીરો ૧૯ મી સદી નો ડેડ સ્ટોન છે, તેની કિંમત આજના સમયમા કરોડો રૂપિયામા છે. આ વાત સાંભળીને મહિલા અને તેમની સાથે રહેલા તમામ લોકોના હોંશ ઉડી ગયા હતા. આ મહિલાએ તુરંત જ આ વીંટી વેચી અને કરોડો રૂપિયાની માલિક બની.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત