સદી ફટકારી ચુકેલા પેટ્રોલે ભાવ વધારાના બધા જ રેકોર્ડ તોડ્યા

દેશભરમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે સામાન્ય લોકોની કમર મોંઘવારીએ તોડી નાખી છે. લોકોના ધંધા-પાણી બંધ થયા હતા અને નોકરી પર પણ સંકટ છવાયું હતું. દેશમાં હજુ પણ મંદી જેવો માહોલ છે તેવામાં હવે મોંઘવારીએ લોકોની કમર તોડી નાખી છે.

છેલ્લા કેટલાક સમયથી સતત પેટ્રોલિયમ ઈંધણ અને ગેસના ભાવમાં વધારો થઈ રહ્યો છે, જેનો બોજો સીધો સામાન્ય વર્ગના લોકો ખિસ્સા પર વધી રહ્યો છે. ભારતીય સરકારી ઓઇલ કંપનીઓએ રવિવારે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો હતો. દેશની આર્થિક રાજધાની મુંબઈ સહિત ગુજરાતમાં પેટ્રોલે સદી ફટકારી દીધી છે. આવી જ હાલત ચંદીગઢની પણ છે, જ્યાં પેટ્રોલ 100 રૂપિયાથી પણ વધારે થઈ ગયું છે.

image soucre

દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 104.14 રૂપિયા છે, જ્યારે ડીઝલની કિંમત 92.82 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 110.12 રૂપિયા અને ડીઝલની કિંમત 100.66 રૂપિયા પ્રતિ લિટર છે. કલકત્તામાં પેટ્રોલની કિંમત 104.80 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 95.93 રૂપિયા પ્રતિ લીટર છે.

image soucre

ચેન્નઈમાં પણ પેટ્રોલ 101.53 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 97.26 રૂપિયા પ્રતિ લીટર છે. ગાઝિયાબાદમાં પણ પેટ્રોલ 101.85 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 93.50 રૂપિયા પ્રતિ લીટર છે. તે લખનઉમાં પેટ્રોલ 100.89 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 92.90 રૂપિયા પ્રતિ લીટર છે. નોઈડામાં પેટ્રોલ 101.11 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 93.10 રૂપિયા પ્રતિ લીટર છે.

image socure

ઉલ્લેખનીય છે કે પેટ્રોલ અને ડિઝલનો ભાવ રોજેરોજ સવારે બદલાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ વિદેશી વિનિમય દરો સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતના આધારે બદલાય છે.

image socure

ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ભાવની સમીક્ષા કર્યા બાદ દરરોજ પેટ્રોલ અને ડીઝલના નવા દર નક્કી કરે છે. ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર જાહેર કરે છે.

  • શહેરનું નામ પેટ્રોલ ડીઝલ
  • દિલ્હી 104.14 – 92.82
  • મુંબઈ 110.12 – 100.66
  • ચેન્નઈ 101.53 – 97.26
  • કલકતા 104.80 – 95.93
  • ભોપાલ 112.69 – 101.91
  • રાંચી 98.66 – 97.98
  • બેંગલુરુ 107.77 – 98.52
  • પટના 107.29 – 99.36
  • ચંદીગઢ 100.24 – 92.55
  • લખનઉ 101.18 – 93.26