આંગળીઓ દ્વારા ફોન ચાર્જ કરી શકાય તેવા ડિવાઇસની શોધ કરી અમેરિકાએ

આજના સમયમાં કરોડો લોકો હશે જેઓ સ્માર્ટફોનનો ઉપયોગ કરતા હશે. ટચ કરતા જ ફોનનો લોક ઓપન થઈ જાય છે અને એ સિવાય પણ સ્માર્ટફોનના 99 ટકા કામકાજ ટચ થતા જ થઈ જાય છે. ત્યારે તમને એમ કહેવામાં આવે કે શું ટચ થઈને સ્માર્ટફોન ચાર્જ પણ થઈ શકે ? તો કદાચ તમારો જવાબ નકારમાં હશે. પરંતુ હવે આ વાત હકીકત ગણી શકાય.

image source

વૈજ્ઞાનિકોએ તાજેતરમાં જ એક એવી ડિવાઇસ તૈયાર કરી છે જેને આંગળીઓમાં પહેરીને સ્માર્ટફોન વાપરતા તે સ્માર્ટફોન ચાર્જ થવા લાગશે. ખાસ વાત તો એ છે કે આ માટે એનર્જી તમારા પરસેવામાંથી જ બની જશે. આ ડિવાઇસ અમેરિકાના કેલિફોર્નિયામાં બનાવવામાં આવી છે. આ ડિવાઇસ શું છે અને તે કઈ રીતે કામ કરે છે ? ચાલો જરા વિસ્તારથી જાણીએ.

કેલિફોર્નિયામાં તૈયાર કરવામાં આવી છે એ ડિવાઇસ

ડેલી મેલના અહેવાલ મુજબ આ ડિવાઇસ સૈનડિએગોમાં આવેલી કેલિફોર્નિયા યુનિવર્સિટીની એક ટીમે બનાવી છે. તેમના જણાવ્યા મુજબ, સુવાના સમયે ડિવાઇસને પહેર્યા બાદ થતા પરસેવામાંથી વીજળી ઉત્પન્ન થશે જેનાથી તે સ્માર્ટફોન અને સ્માર્ટવોચને ચાર્જ કરી શકશે. વધુમાં જણાવ્યા મુજબ, આ ડિવાઇસ 10 કલાક સુધી પહેરી રાખવાથી એટલી ઇલેક્ટ્રિક એનર્જી એકઠી થશે કે જેનાથી એક સ્માર્ટવોચ 24 કલાક સુધી ચાલે તેટલી ચાર્જ કરી શકાશે.

image source

ત્રણ સપ્તાહ સુધી ડિવાઇસ પહેરવાથી ચાર્જ થઈ જશે એક સ્માર્ટફોન

રિસર્ચ કરી રહેલી ટીમના જણાવ્યા મુજબ, આ ડિવાઇસને આંગળી પર એટેચ એટલે કે પહેરી શકાય છે. ઊંઘવાના સમયે આંગળીમાં થતા પરસેવાના ભેજથી વીજળી ઉતપન્ન થશે. સતત ત્રણ સપ્તાહ સુધી આ ડિવાઇસને આંગળીમાં પહેરી રાખવાથી એટલી ઇલેક્ટ્રિક એનર્જી પેદા થશે જેનાથી એક સ્માર્ટફોન ચાર્જ થઈ શકે. તેની આ ક્ષમતાને નજીકના ભવિષ્યમાં જ વધારવાની આશા છે.

ડિવાઇસ કઈ રીતે કરે છે કામ ?

image source

ડિવાઇસ એક પાતળી, લચકદાર પટ્ટી છે જેને પ્લાસ્ટરની જેમ આંગળીની ચારે બાજુએ લપેટીને પહેરી શકાય છે. કાર્બન ફોમ ઇલેક્ટ્રોડનો એક પેડિંગ પરસેવાને શોષે છે અને તેને ઇલેક્ટ્રિક એનર્જીમાં પરિવર્તિત કરે છે. ઇલેક્ટ્રોડ એન્ઝાઇમથી ભરપૂર હોય છે જે ઇલેક્ટ્રિક એનર્જી ઉતપન્ન કરવા માટે પરસેવામાં રહેલા લેકટેટ અને ઓક્સિજન મોલીક્યુલ્સ વચ્ચે રાસાયણિક પ્રતિક્રિયાને ટ્રિગર કરે છે. જ્યારે આ ડિવાઇસ પહેરી હોય તે વ્યક્તિને પરસેવો થાય કે આ ડિવાઇસ પર દબાણ થાય તો તેના દબાણથી ઉતપન્ન થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!