ફોનની સ્ક્રીન સાચવવા લગાવવામાં આવતા ટેમ્પર્ડ ગ્લાસથી ફોનમાં આવા થાય છે પ્રોબ્લેમ

જો તમે પણ તમારા ફોનની સ્ક્રીન પર ટેમ્પર્ડ ગ્લાસનો ઉપયોગ કરો છો તો આજનો આ આર્ટિકલ તમારે ખાસ જાણવા જેવો છે. તમારે એ વાસ્તવિકતા જાણવી ખાસ જરૂરી છે કે કઈ રીતે ટેમ્પર્ડ ગ્લાસ તમારા ફોનને સુરક્ષિત રાખવાનો બદલે ખરાબ હોવાનો અનુભવ કરાવે છે.

image soucre

જ્યારે પણ લોકો નવો ફોન ખરીદે ત્યારે તેના પર ટેમ્પર્ડ ગ્લાસ લગાવી લેતા હોય છે જેથી તેમના ફોનની સ્ક્રીનને સુરક્ષિત રાખી શકાય. પરંતુ એવા લોકોની સંખ્યા બહુ ઓછી છે જેઓ એ જાણતા હોય કે સ્ક્રીન ગાર્ડ અસલમાં મોબાઈલને નુકશાન પહોંચાડે છે. તેના કારણે લોકોને ફક્ત ફોન કરવામાં જ મુશ્કેલી નથી થતી પરંતુ યુઝર્સને એ અનુભવ પણ થવા લાગે છે કે તેનો ફોન ખરાબ થઈ ગયો છે. ત્યારે આજના આ આર્ટિકલમાં અમે આપને આ કઈ રીતે થાય છે અને તેનાથી કઈ રીતે છુટકારો મેળવી શકાય એ વિશે જણાવીશું.

બ્લોક થઈ જાય છે સેન્સર

image soucre

અસલમાં નવા સ્માર્ટફોનમાં મોડર્ન ટચ ડિસ્પ્લે આપવામાં આવી રહી છે જેની નીચેની બાજુએ Ambient light સેન્સર અને Proximity સેન્સર હોય છે. પરંતુ જ્યારે આપણે ફોન પર સ્ક્રીન ગાર્ડ લગાવી લઈએ છીએ ત્યારે આ સેન્સર બ્લોક થઈ જાય છે અને કામ કરવાનું બંધ કરી દે છે. આ કારણે ફોન કોલ દરમિયાન સ્ક્રીન લાઈટ પરેશાન કરવા લાગે છે. અને વાત કરતા સમયે તમારા ફોનમાં અન્ય એપ પણ ખુલી જાય છે. એ સિવાય ઓન સ્ક્રીન ફિંગરપ્રિન્ટ હોય તો સ્માર્ટફોન અનલોક કરવામાં પણ મુશ્કેલી ઉભી થઇ શકે છે અને ફોન મોડેથી અનલોક થાય છે.

આ મુશ્કેલીને કઈ રીતે નિવારવી ?

image soucre

ઉપર અનેક લોકોને મનમાં એ સવાલ થશે કે આવી સ્થિતિમાં શું કરવું જેથી કરીને ફોનના સેન્સર બ્લોક ના થાય અને ડિસ્પ્લે પણ સુરક્ષિત રહે. તો અહીંયા જાણવું પણ ખુબ જરૂરી છે કે આવી સમસ્યા મોટાભાગે એવા સ્માર્ટફોનમાં જ સર્જાય છે જેના પર હલકી ક્વોલિટીના સ્ક્રીન ગાર્ડ લગાવેલા હોય છે. અને આવા ફોનની સંખ્યા વધારે છે. એટલે એક્સપર્ટ હમેશા એક સારી ક્વોલિટીનો પ્રોટેક્ટર વાપરવાની સલાહ આપે છે. તમે જ્યારે પણ ફોન ખરીદો ત્યારે સાથે એ જ કંપનીનું પ્રોટેક્ટર પણ ખરીદી લો. કારણ કે કંપનીઓને ખબર હોય છે કે તેના ફોનમાં ક્યાં ક્યાં સેન્સર લગાવેલ છે. એટલે એ ધ્યાનમાં રાખીને જ કંપની પ્રોટેક્ટર બનાવે છે.

કઈ રીતે કામ કરે છે સેન્સર ?

image soucre

જ્યારે તમે તડકામાં જાવ છો ત્યારે પ્રકાશ મુકબ તમારા સ્માર્ટફોનની લાઈટ ઓટોમેટિક એડજસ્ટ થઈ જતી હોય છે. એવું Ambient Light સેન્સરના કારણે થાય છે. એટલે જો તમે ક્યાંક ઓછા પ્રકાશ વાળી જગ્યાએ હોય તો ઓટોમેટિક ફોનની લાઈટ ઓછી થઈ જાય છે. Proximity Mobile સેન્સરની વાત કરીએ તો તેની લાઈટ બંધ થઈ જાય છે. એ તમે પણ જરૂર નોટિસ કર્યું હશે પરંતુ તમને એ નહીં ખબર હોય કે આવું કેમ થાય છે. અને આ સેન્સરના કારણે થાય છે.