મનપાની ચૂંટણીની જાહેરાત પહેલા રાજ્ય સરકારે પાડી દીધો ખેલ, સરકારી કર્માચારીઓને કરી દીધા ખુશ

રાજ્યમાં કોરોનાની બીજી લહેર ધીમી પડતા જ ફરી ચૂંટણીના લહેર શરૂ થઈ છે. કોરોનાકાળમાં સરકારની ખરાબ થયેલી ઈમેજને ફરી સુધારવાની કોશીશ થઈ રહી છે એટલે જ સરકારે ચૂંટણી તારીખ જાહેર થાય તે પહેલા જ સરકારી કર્માચારીઓને મોટી ભેટ આપી છે. તમને જણાવી દઈએ કે, રાજ્યમાં સરકારી કર્મચારીઓ અને નિવૃત્તોના શહેર ગણાતા ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાતના એક કલાક પહેલાં જ ગુજરાત સરકારે કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં 11 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે. નોંધનિય છે કે, રાજ્યના પાટનગર ગાંધીનગરમાં સરકારી કર્મચારીઓની વસતિ વધારે હોવાથી ચૂંટણીના સમયે જ મોંઘવારી ભથ્થાની જાહેરતા કરવામાં આવતા અનેક સવાલો ઉભા થયા છે.

આ જાહેરાતને ચૂંટણી સાથે જોડવામાં આવી રહી છે

image soucre

તમને જણાવી દઈએ કે, સોમવારે સાંજે 4 વાગ્યે ગાંધીનગર મહાનગરપાલિકા અને અન્ય ત્રણ નગરપાલિકાની ચૂંટણીની જાહેરાત રાજ્ય ચૂંટણીપંચ કરવાનું હતું, જો કે આ દરિમાયન બપોરે 3.40 વાગ્યે ફરી માહિતી ખાતા મારફત મેસેજ મોકલાયો કે હવે ચૂંટણીપંતની પ્રેસ-કોન્ફરન્સ એક કલાક મોડી 5 વાગ્યે રાખવામાં આવી છે. આ દરમિયાન ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સાંજે 4 વાગ્યે ગાંધીનગર ટાઉનહોલનું 17.21 કરોડના ખર્ચે રિનોવેશનના કામનો પ્રારંભ કરાવી દીધો અને આ જ સ્થળેથી તેમણે ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું વધારવાની પણ જાહેરાત કરી દીધી. જેના કારણે દરેક જગ્યાએ આ જાહેરાતને ચૂંટણી સાથે જોડવામાં આવી રહી છે.

11 ટકાનો વધારો કરવામાં આવ્યો

image source

તમને જણાવી દઈએ કે, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 11 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી હતી. જેથી હવેથી સરકારી કર્મચારીઓને 28 ટકા મોંઘવારી ભથ્થુ મળવાપાત્ર બનશે. તો બીજી તરફ આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરતા જણાવ્યું કે, રાજ્ય સરકારના 9,61,638 કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ મળવા પાત્ર બનશે. તમને જણાવી દઈએ કે, આ અગાઉ સરકારી કર્મચારીઓને 17 ટકા મોંઘવારી ભથ્થુ આપવામાં આવતું હતું. જેને બદલે હવે 11 ટકાનો વધારો કરવામાં આવતા તેમને 28 ટકા મોંઘવારી ભથ્થું મળશે.

આ લાભ સપ્ટેમ્બર મહિનાના પગારથી જ મળવા લાગશે

image soucre

તો બીજી તરફ, રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં એકસાથે 11 ટકાના વધારો કરવામાં આવતા સરકારના માથે માસિક 378 કરોડ રૂપિયાનો વધારોનો બોજો વધશે. નોંધનિય છે કે, સરકારી કર્મચારીઓને આ લાભ સપ્ટેમ્બર મહિનાના પગારથી જ મળવા લાગશે. જ્યારે ઓગસ્ટના એરિયર્સની રકમ જાન્યુઆરીમાં આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.