જાણો ચહેરા પર પિંપલ્સ થવા પાછળના કારણો, આ સાથે જાણો કેવી રીતે પિંપલ્સમાંથી મેળવશો છૂટકારો

આજની ભાગ-દોડવાળી જીંદગીમાં તમારી ત્વચા પર ઘણી અસર પડે છે અને ઘણા બાહ્ય સૌંદર્ય પ્રસાધનોનો ઉપયોગ આપણા ચહેરાને વધુ બગાડી દે છે.

આપણો ચહેરો અને ત્યાંની પેશીઓ ખૂબ પાતળી હોય છે અને આ જ કારણ છે કે આપણે સરળતાથી ખીલનો શિકાર બની જઇએ છીએ.શું તમે જાણો છો આ પાછળનું વાસ્તવિક કારણ શું છે ? ચાલો અમે અહીંયા તમને જણાવીએ ખીલ થવાનું મુખ્ય કારણ

ચહેરા પર ધૂળ જામી જવી

image source

જ્યારે આવું થાય છે,ત્યારે જે પેશીઓ તેલનું સ્ત્રાવ ઉત્પાદન કરતી રહે છે અને ચહેરા પરની ધૂળને લીધે તેલ બહાર આવતું નથી અને આ જ કારણે ખીલ થાય છે.તેથી તમારે દર ત્રીજા દિવસે સ્ક્રબનો ઉપયોગ કરવો જોઈએ.

આ સિવાય,પેટ સાફ ના થવાના કારણે અને શરીરમાં પાણી ઓછું થવાથી પણ ખીલ થઈ શકે છે.

image source

ખીલ થવાનું બીજું કારણ પ્રદૂષણ અને ધૂળવાળી જમીન છે,જેનાથી ચહેરા પર ગંદકી થાય છે અને બ્લેંકેટ્સ પણ થાય છે.તેથી ગમે ત્યાં જતા હો ત્યારે તમારા ચહેરાને સારી રીતે ઢાંકવું અને નિયમિત રૂપે ચહેરો સાફ કરવો મહત્વપૂર્ણ છે.

તમે આ વાત પર વિશ્વાસ નહીં કરો,પરંતુ વધારે કોફી પીવાથી ચહેરા પર ખીલ થઈ શકે છે.ખરેખર,વધુ કોફી અથવા ચા પીવાથી શરીરમાં ગરમી વધી થાય છે,જેથી ખીલ થવાની સમસ્યા વધી શકે છે.

image source

અતિશય ધૂમ્રપાન કરવાથી પણ ખીલની સમસ્યા થાય છે.તેથી,તેનું સેવન ન કરવું તે મહત્વપૂર્ણ છે.આ સિવાય કેટલાક લોકોમાં ખીલની સમસ્યા આનુવંશિક હોય છે,જ્યારે કેટલાક લોકોની ત્વચા ખૂબ તૈલીય હોય છે અને તેલયુક્ત ત્વચામાં પિમ્પલ્સને વધુ થાય છે.

image source

વધારે માત્રામાં દવા પીવાથી પણ ખીલ થઈ શકે છે આ સિવાય ખીલ થવાનું એક મોટું કારણ હોર્મોનલ અસંતુલન પણ છે.જ્યારે સ્ત્રીઓમાં હોર્મોન્સ અથવા પિરિયડ્સમાં કોઈ ફેરફાર આવે છે ત્યારે મહિલાઓ અને છોકરીઓમાં વધુ ખીલ થવાની સમસ્યા જોવા મળે છે.

મોટેભાગે એવું કહેવામાં આવે છે કે ચહેરાની સફાઇ માટે દિવસમાં ચારથી પાંચ વખત ચહેરો ધોવા જરૂરી છે, પરંતુ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે વારંવાર ચેહરો ધોવાથી પણ ખીલ થાય છે.આની પાછળનું કારણ એ છે કે જ્યારે સાબુથી ચહેરો વારંવાર ધોવામાં આવે છે,ત્યારે તેનાથી શુસ્ક ચામડી થઈ શકે છે અને તેના કારણે ચહેરા પર ખીલ વધુ થાય છે.

image source

તમે પાર્લરમાં કોઈ પણ પ્રકારનું ફેશ્યિલ અથવા કોઈ સ્ક્રબ કરવો છો તો તેની વધુ પડતી માલિશ પણ તમારા ચેહરા પર ખીલ થવાનું કારણ બની શકે છે અને આના કારણે તમારી ત્વચા શુસ્ક પણ થાય છે.

તડકામાં વધુ રહેવાના કારણે ચહેરા પરના ખીલ થઈ શકે છે.ખરેખર,સૂર્યની તીવ્ર કિરણોની સીધી અસર ત્વચા પર પડે છે,જે ખીલનું કારણ બને છે.

ખીલને અટકાવવાની રીતો

દિવસ માં માત્ર 2-3 વાર ચેહરો ધોવો

જંક ફૂડ અને તળેલા ખોરાકથી દૂર રહો

તંદુરસ્ત ખોરાક લો.

ચિંતા અને તણાવથી દૂર રહો.

image source

યોગ કરો અને પુષ્કળ પ્રમાણમાં પાણી પીવો.