પિતરાઈ બહેનો જ લગ્નના બંધનમાં બંધાઈ, 5 વર્ષથી કરતી એકબીજાને અનહદ પ્રેમ, હવે કરવા માંગે છે આવું

આ લેસ્બિયન દંપતીએ ઝારખંડની રાજધાની રાંચીથી લગભગ 160 કિલોમીટર દૂર કોડરમા જિલ્લામાં લગ્ન કર્યા. સંબંધમાં બન્ને પિતરાઇ બહેનો થાય છે અને તે છેલ્લા પાંચ વર્ષથી એકબીજાને પ્રેમ કરે છે. ગયા મહિને બંનેના લગ્ન થયા હતા. બંને યુવતીઓ ઝુમરી તિલૈયાની રહેવાસી છે. પરંતુ હવે તે બીજા શહેરમાં સ્થાયી થવા માંગે છે જેથી તે સમાજની સમસ્યાઓથી બચી શકે. એક મહિલા 24 વર્ષની અને બીજી 20 વર્ષની છે. એકે સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો છે અને બીજીએ ઈન્ટરનો અભ્યાસ પૂર્ણ કર્યો છે.

image source

કપલ આ વિશે વાત કરતાં કહે છે કે જે પણ મુશ્કેલી આવે તે હંમેશાં એકબીજાની સાથે રહેશું. તેણે એમ પણ કહ્યું કે લેસ્બિયન દંપતી કહેવામાં અમને કોઈ જ શરમ આડે નથી આવતી. પરિવારને તેમના સંબંધો વિશે જણાવ્યા વિના બંને મહિલાઓ લિવ ઇનમાં રહેતી હતી. 8 નવેમ્બર 2020ના રોજ આ દંપતિએ કોડરમાના ઝુમરી તિલૈયાના શિવ મંદિરમાં લગ્ન કર્યાં. એવું કહેવામાં આવે છે કે કોડરમા જિલ્લામાં સમલૈંગિક લગ્નનો આ પ્રથમ કેસ છે.

image source

કપલે કહ્યું કે તે સારી રીતે જાણે છે કે સમલૈંગિક સંબંધ હવે કાયદેસર રીતે માન્ય છે. કપલે કહ્યું કે તે ન્યૂયોર્કમાં રહેતી અંજલિ ચક્રવર્તી અને સુફી સંન્ડલ્સના સંબંધોથી પ્રભાવિત થઈ છે અને લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે હવે આ સમાજ તેને સ્વીકારે છે કે કેમ.

image source

ઉલ્લેખનીય છે કે 2018માં ભારતની સર્વોચ્ચ અદાલતે એક ઐતિહાસિક ચુકાદામાં બે પુખ્તો વચ્ચે સંમતિથી બંધાતા સજાતીય સંબંધોને કાયદેસર ઠરાવ્યાં હતા. એલજીબીટી (લેસ્બિયન-ગે-બાયસેક્સ્યુઅલ-ટ્રાન્સજેન્ડર) સમુદાયની લાંબા સમયથી પડતર માગણી સ્વીકારતાં સુપ્રીમ કોર્ટની પાંચ જજની બંધારણીય બેન્ચે ઇંડિયન પીનલ કોડ (આઇપીસી)ની કલમ ૩૭૭ની જોગવાઇઓને આંશિક રીતે રદ કરી હતી. ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ રોહિંગ્ટન એફ. નરિમાન, જસ્ટિસ એ. એમ. ખાનવિલકર, જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ અને જસ્ટિસ ઇંદુ મલ્હોત્રાએ ચાર અલગ-અલગ, પરંતુ એકસમાન ચુકાદા આપ્યા હતા.

image source

ચીફ જસ્ટિસ મિશ્રા અને જસ્ટિસ ખાનવિલકરે સંયુક્ત ચુકાદામાં જણાવ્યું હતું કે, હોમોસેક્સ્યુઅલ, હિટરોસેક્સ્યુઅલ, લેસ્બિયન અને અન્ય સેક્સ્યુઅલ માઇનોરિટી સમુદાયોમાં સંમતિથી બંધાતા શારીરિક સંબંધોને આઇપીસી કલમ ૩૭૭ અંતર્ગત અપરાધ ગણાશે નહીં. જો કે આની સાથોસાથ તેમણે ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે સગીર સાથે બંધાતા સજાતીય સંબંધ તેમજ પ્રાણી સાથે થતા સમાગમ કલમ ૩૭૭ અંતર્ગત અપરાધ ગણાશે.

image source

સુરેશ કૌશલ વિરુદ્ધ નાઝ ફાઉન્ડેશન કેસમાં વર્ષ ૨૦૧૩માં સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાને ઊલટાવી નાખતાં ચીફ જસ્ટિસે જણાવ્યું હતું કે, સ્વ-અભિવ્યક્તિ પર પ્રતિબંધ મૃત્યુ સમાન છે. કલમ ૩૭૭ ગેરવ્યાજબી, અસંરક્ષિત અને પક્ષપાતી છે. એલજીબીટી સમુદાયનાં લોકો ભારતના નાગરિકને મળતા અધિકાર ધરાવે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત