પિતૃઓનું શ્રાદ્ધ કરી રહ્યા છો તો જાણી લો આ ખાસ વાતો, નહીં તો નહીં મળે પુણ્ય

શ્રાદ્ધપક્ષની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે આપણે આપણા પિતૃઓનું શ્રાદ્ધ તો કરીએ છીએ પણ સાથે જ આપણે એ પણ જાણવું જોઈએ કે આપણે જે શ્રાદ્ધ કરીએ છીએ તેમાં કોઈ દોષ તો નથી ને. સાચી સમજ સાથે જો શ્રાદ્ધ કરવામાં આવે તો તે પિતૃઓ સુધી પહોંચે છે અને તમને સુખની પ્રાપ્તિ થાય છે. આ સાથે જ તેમના આર્શિવાદ પણ તમારા પર બની રહે છે.

image source

પિતૃ એટલે કે આપણા મૃત પૂર્વજોનુ તર્પણ કરવા માટે હિન્દુ ધર્મની એક ખૂબ પ્રાચીન પ્રથા અને પર્વ છે. હિન્દુ ધર્મમાં શ્રાદ્ધ પક્ષના સોળ દિવસ નક્કી કરવામા આવ્યા છે. જેથી તમે તમારા પૂર્વજોને યાદ કરો અને તેમનુ તર્પણ કરાવીને તેમને શાંતિ અને તૃપ્તિ પ્રદાન કરો. જેનાથી તમને તેમનો આશીર્વાદ અને સહયોગ મળે. તેમના મૃત્યુ બાદ તેમના માટે શ્રાદ્ધ કરવામાં આવે છે. તે શ્રાદ્ધ દ્વારા તમને આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને સુખી રહેવાના આશીર્વાદ મળે છે.

image source

જે માતા પિતા દાદા દાદી પ્રપિતામહ, માતામહી અને અન્ય વડીલોના લાડ પ્રેમ શ્રમથી કમાવેલ ધન અને ઈજ્જતની મદદથી તમે સૂખપૂર્વક રહો છો તેઓ આજે જ્યારે તેમનુ શરીર પાંચ તત્વમાં વિલીન થઈ ગયુ છે તો તમારુ આ પરમ કર્તવ્ય બને છે કે તમે તમારા પિતૃ માટે કંઇ ન કરી શકો તો તર્પણ તો કરી જ દો.

જો તમે માતા પિતા કે તેમના માતા પિતા માટે ક્યારેય પણ અસન્માન પ્રગટ કરો છો અને તેમની ઈચ્છા વિરુદ્ધ કોઈ કાર્ય કરો છો તો તમને પિતૃદોષનો સામનો કરવો જ પડશે. તમે ઘણીવાર સાંભળ્યું હશે કે કુટુંબમાં પિતૃ દોષ છે. પિતૃ રૂઠ્યા છે અને હવે કોઇ વિધિ કરાવવી પડશે વગેરે.. ત્યારે તેના અલગ અલગ કારણ હોઇ શકે છે. જે કારણથી તમારે પિતૃ દોષનો સામનો કરવો પડી શકે છે.

image source

પિતૃ દોષ બે પ્રકારના હોય છે.

  • 1. વંશાનુગત
  • 2. અવંશાનુગત

1. વંશાનુગત – કોઈપણ પ્રકારની શારીરિક અપંગતા, રોગ કે માનસિક વિકાર આનુવાંશિક હોઈ શકે છે. આ સમસ્યામાં જો તમારા પરિવારમાં કોઈને કોઈ રોગ કે મુશ્કેલી હોય તો તેનાથી તમે પરેશાન રહો છો. આને વંશાનુગત તકલીફ કહેવાય છે. આ દોષને દૂર કરવા માટે આયુર્વેદ અને અથર્વવેદમાં લખેલ ઉપાય કરવામાં આવે છે.

image source

2. અવંશાનુગત – અવંશાનુગતનો અર્થ છે કે પિતૃ લોકના પિતૃ તમારા ધર્મ કર્મથી રૂષ્ઠ છે તેથી તેમને કારણે તમને જીવનમાં અનેક પ્રકારના કષ્ટનો સામનો કરવો પડે છે. આ દુઃખ અને તકલીફોમાં કેટલીક મુખ્ય સમસ્યાઓ રહે છે.

1. સંતાનસુખમાં અડચણ બાધા – સંતાન નહી થાય અથવા તો જો સંતાન છે તો સંતાનથી કષ્ટ વેઠી રહ્યું છે.

2. વિવાહમાં મુશ્કેલીઓ – જો કુળ કે સંપૂર્ણ ખાનદાનમાં કોઈ પુત્ર છે તો તેના અવિવાહિત બન્યા રહેવાની સ્થિતિ ઉત્પન્ન થઈ જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત