PM Kisan Samman Nidhi Yojana: ખાતામાં આવશે 2000 રૂપિયા, પણ જો આ ભૂલ કરશો તો નહિં મળે આનો લાભ

પીએમ કિસાન સમ્માન નિધિના લાભાર્થીઓ.માટે પ્રધાનમંત્રી દ્વારા 8 મો હપ્તો જાહેર થઈ ચુક્યો છે. તે અંતર્ગત કેન્દ્ર સરકાર યોજનાના લાભાર્થી ખેડૂતોના ખાતામાં બે બે હજાર રૂપિયાની રકમ જમા કરશે. તેની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. પ્રધાનમંત્રીના જણાવ્યા મુજબ આ યોજના એટલે કે પીએમ કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત કુલ 9.5 ક્રોસ લાભાર્થીઓ માટે 19,000 કરોડ રૂપિયાથી વધુ પૈસા ફાળવવામાં આવ્યા છે. ત્યારબાદ પણ જો તમારા કિસાન સમ્માન નિધિ ખાતામાં પૈસા જમા ન થયા હોય તો તમારે પરેશાન થવાની જરૂર નથી. કારણ કે અહીં અમે તમને તમારા ખાતાની વિગતો તપાસી શકાય તેની પ્રોસેસ જણાવી રહ્યા છીએ.

હપ્તો રોકાઈ જવા માટેના કારણો

image source

પીએમ કિસાન સમ્માન નિધિના હપ્તા અનેક કારણોથી રોકાઈ શકે છે. જો તમે યોજનામાં રજિસ્ટ્રેશન કરાવતા સમયે તમારું નામ ભૂલ ભરેલું કે ખોટું લખાવ્યું હોય અને તે નામ બેંકમાં નોંધાયેલા નામ સાથે મેચ ન થતું હોય તો તમારો હપ્તો અટકી શકે છે. એ સિવાય બેંકની માહિતીમાં ખોટી કે ભુલ ભરેલી માહિતી અપાઈ ગઈ હોય તો પણ તમારો હપ્તો ખાતામાં જમા ન થઈ શકે. આવી સ્થિતિમાં ખાતા સંખ્યા અને IFC કોડની ખરી માહિતી ભરેલી હોવી જરૂરી છે. સંબંધિત દસ્તાવેજ જેમ કે આધાર કાર્ડ અને રજિસ્ટ્રેશન નામમાં ફેરફાર હોવાથી પણ હપ્તો ખાતામાં જમા ન થઈ શકે.

આ રીતે ચેક અને ઠીક કરો તમારા ખાતાની માહિતી

  • 1. સૌથી પહેલા તમારે પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાની સત્તાવાર વેબસાઈટ pmkisan.gov.in ની વિઝીટ કરવાની રહેશે.
  • 2. અહીં આપવામાં આવેલા ‘Farmers Corner’ વિકલ્પ પર ક્લિક કરો.
  • 3. ક્લિક કર્યા બાદ જે પેજ ઓપન થશે ત્યાં તમે તમારા આધાર કાર્ડની માહિતી ઠીક કરી શકો છો. પણ જો તમારા અકાઉન્ટ નંબરમાં ભૂલ હોય તો તે સુધારવા માટે તમારે કૃષિ કાર્યાલય જવું પડશે.
  • 4. જો ખાતાનું સ્ટેટ્સ ચેક કરવું હોય તો વેબસાઈટ પર ‘Farmers Corner’ ની બરાબર નીચે આપવામાં આવેલા ‘Beneficiary Status’ પર ક્લિક કરો.
  • 5. ત્યારબાદ ઓપન થયેલા નવા પેજમાં તમારે આધાર કાર્ડ નંબર, અકાઉન્ટ નંબર કે મોબાઈલ નંબર પૈકી એક વિકલ્પને પસંદ કરવાનો રહેશે.
  • 6. જે વિકલ્પ તમે પસંદ કરો તેની માહિતી ત્યાં આપવાની રહેશે અને બાદમાં ‘Get Data’ પર ક્લિક કરો.
  • 7. આટલું કર્યા બાદ તમને અત્યાર સુધીના બધા હપ્તાની માહિતી માહિતી મળી જશે.
image source

કઈ રીતે મળશે ફાયદો ?

ડિસેમ્બર 2018 માં કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ આ યોજના અંતર્ગત દેશના નાના અને સીમાંત ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવે છે. આ યોજનાનો લાભ માત્ર એ ખેડૂતોને જ મળે છે જેની પાસે 2 હેકટર કે તેથી ઓછી ખેતીની જમીન હોય.

પૈસા ન મળે તો આ નંબર પર કરી શકાય છે કોલ

જો તમે પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાના લાભાર્થી હોય અને તમને તેનો 8 મો હપ્તો ન મળ્યો હોય તો તમે પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાના હેલ્પલાઇન નંબર પર કોલ કરી શકો છો. આ નંબર 155261, 1800115526, 011-23381092 છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!