હેપ્પી બર્થડે પીએમઃ વડાપ્રધાનના જન્મદિવસે જાણો તેઓ કઇ બ્રાન્ડના કપડાના છે શોખીન, આ ડિઝાઈનર કરે છે તેમના કપડા તૈયાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવા રાજનેતા બની ચૂક્યા છે જે દરેક ક્ષેત્રમાં લોકપ્રિય બન્યા છે. ગુજરાતમાં તો તેઓ લોકપ્રિય છે જ પરંતુ વડાપ્રધાન બન્યા બાદ દેશભરનાં રાજયોમાં અને વિદેશમાં પણ તેમના ચાહકો મોટી સંખ્યામાં છે. વડાપ્રધાન મોદી તેમના ઘરે હોય, બહાર હોય, તેમના કાર્યાલય હોય કે વિદેશના પ્રવાસે હોય, હંમેશા તેઓ બધા વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બની જાય છે. આમ થવા પાછળ બે કારણ જવાબદાર છે. એક તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પ્રભાવશાળી વ્યક્તિત્વ અને બીજું તેમની ફેશન સેન્સ.

image soucre

તેઓ તેમના પોશાક ના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તેમના વ્યક્તિત્વ અને સ્થળ અનુસાર તે પોશાક પહેરે છે અને લોકો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બની જાય છે. આજે તેમનો જન્મ દિવસ છે ત્યારે ફરી એકવાર આ વાત ચર્ચામાં આવી છે કે વડાપ્રધાન મોદી કઈ બ્રાન્ડના કપડાં, ઘડિયાળ સહિતની વસ્તુઓ નો ઉપયોગ કરે છે.

1. વાત કરીએ ઘડિયાળની તો વડાપ્રધાન મોદી મેવાડો ઘડિયાળ પહેરે છે. જે સ્વીઝરલેન્ડની પ્રખ્યાત ઘડિયાળ ની બ્રાન્ડ છે. આ બ્રાન્ડની ઘડિયાળોની કિંમત 39 હજાર રૂપિયાથી લઈ 1,90,000 સુધીની હોય છે. એક ખાસ વાત એ પણ છે કે વડાપ્રધાન મોદી ઉંધી ઘડિયાળ પહેરે છે જેને ઘણા લોકો લકી માને છે.

image soucre

2. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જર્મનીની એક બ્રાન્ડ મોં બ્લાની પેનનો ઉપયોગ કરે છે. આ બ્રાન્ડની પેનનો ઉપયોગ અમિતાભ બચ્ચન, બરાક ઓબામા, દલાઈ લામા જેવા પાવરફુલ લોકો પણ કરે છે. વડાપ્રધાન મોદી જે પેન વાપરે છે તેની કિંમત એક લાખ ત્રીસ હજાર રૂપિયા છે.

image soucre

3. હવે વાત કરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચશ્માના શોખની. વડાપ્રધાન મોદી બુલ્ગરી બ્રાન્ડના ચશ્મા નો ઉપયોગ કરે છે. આ ઇટલીની એક બ્રાન્ડ છે. આ કંપનીના ચશ્માંની કિંમત 30 થી 40 હજાર રૂપિયા હોય છે.

image soucre

4. વડાપ્રધાન મોદી ટેક સેવી છે એ વાતથી કોઈ અજાણ નથી એટલે જ તેઓ દમદાર સ્માર્ટફોન વાપરે છે. વડાપ્રધાન મોદી iphone નો ઉપયોગ કરે છે. સમયે-સમયે તેઓ ફોનના કલર બદલી દે છે.

image soucre

5. હવે આવી સૌથી મહત્વની વાત. વાત કરીએ તેમના કપડા વિશે તો તેમના કપડા બિપીન અને જીતેન્દ્ર ચૌહાણની દુકાન પર સીવેલા હોય છે. આ કોઈ સામાન્ય દુકાન નથી હો… આ અમદાવાદ સ્થિત જેડ બ્લુ નામની એક મોટી કંપની છે. બિપિન ચૌહાણ કપડાની દુકાનની બહાર શર્ટ બટન કરી આપતા હતા. તેમાંથી આગળ વધી તેમને મોટું નામ બનાવ્યું છે. તેઓ 1989 થી સતત પીએમ મોદીના કપડા બનાવે છે અને મોદી જાતે તેમના કપડાનું ફેબ્રિક, રંગ અને ડિઝાઇન પસંદ કરે છે.

image soucre

પીએમ મોદીએ બિપિન ચૌહાણ સાથે એક મહત્વપૂર્ણ રહસ્ય શેર કર્યું હતું કે તેઓ ત્રણ વસ્તુઓ સાથે બાંધ છોડ કરતા નથી. એક આંખો, અવાજ અને કપડાં…