હવે નજીકની પોસ્ટ ઓફિસમાં પણ કરી શકાય છે પાસપોર્ટ માટેની અરજી, જાણો પ્રોસેસ

ઇન્ડિયા પોસ્ટ દ્વારા તાજેતરમાં જ એવી જાહેરાત કરવામાં આવી છે કે નાગરિક સરળતાથી પાસપોર્ટ માટે પોતાની નજીકની પોસ્ટ ઓફિસના કોમન સર્વિસ સેન્ટર પર અરજી કરી શકશે. અરજી ફોર્મ ભારત પહેલા નાગરિકોએ અમુક જરૂરી બાબતોનું ધ્યાન રાખવું પડશે.

image soucre

વિદેશ જવા માટે પાસપોર્ટ હોવો અનિવાર્ય છે. આ મહત્વપૂર્ણ યાત્રી દસ્તાવેજ છે. પાસપોર્ટ જે તે દેશના નાગરિકો માટે વિદેશ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવે છે. પાસપોર્ટનો મૂળભૂત હેતુ સરહદ પાર યાત્રા કરવા માટે કાર્ડ ધારકને પરવાનગી આપવાનો છે. આ કોઈપણ હરતીય શહેરીની ઓળખને પણ દર્શાવે છે. લોકોની સુવિધાને જોતા વિદેશ મંત્રાલય દ્વારા મોટું પગલું ભર્યું છે જેથી પાસપોર્ટ બહાર પડવાની પ્રક્રિયાને સુવિધાજનક બનાવી શકાય.

image soucre

ઇન્ડિયા પોસ્ટના જણાવ્યા મુજબ, દેશમાં કુલ 424 પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે. નજીકની પોસ્ટ ઓફિસમાં લોકો પાસપોર્ટ માટે અરજી અને રજિસ્ટ્રેશન પ્રક્રિયાની સુવિધા મેળવી શકશે. સુવિધા લેવા માટે અરજદારે નજીકની પોસ્ટ ઓફિસમાં જવાનું રહેશે. ઇન્ડિયા પોસ્ટએ આ જાહેરાતને સાર્વજનિક કરવા માટે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી પોસ્ટ કરી હતી કે, હવે તમારી નજીકની પોસ્ટ ઓફિસના CSC કાઉન્ટર પર પાસપોર્ટ માટે નોંધણી અને અરજી કરવાનું સરળ બની ગયું છે. વધુ માહિતી માટે નજીકની પોસ્ટ ઓફિસે જાવ.

image socure

પાસપોર્ટ ઇન્ડિયાના જણાવ્યા મુજબ, નવી સિસ્ટમ અંતર્ગત ઓનલાઇન અરજી જમા કર્યા બાદ પાસપોર્ટ સેવા કેન્દ્ર પર બધા અરજદારને અરજીની પ્રિન્ટ રસીદ અને મૂળ દસ્તાવેજ સાથે શારીરિક રૂપે ઉપસ્થિત રહેવું જરૂરી છે. પરંતુ પાસપોર્ટની અરજીની પ્રક્રિયા શરૂ કરતા પહેલા અરજદાર પાસે મૂળ દસ્તાવેજો હોવા જોઈએ. પાસપોર્ટ માટે અરજી કરવાના સમયે તમારી પાસે આ દસ્તાવેજો હોવા અનિવાર્ય છે.

પાસપોર્ટ માટે અરજદારને આવશ્યક હોય તે દસ્તાવેજોનું લિસ્ટ

  • 1. ઓળખ પત્ર, જેમ કે આધાર કાર્ડ, વોટર કાર્ડ કે કાયદેસરનું ફોટો ઓળખ પત્ર

    image soucre
  • 2. ઉંમરનો પ્રમાણ પત્ર, જેમ કે બર્થ સર્ટિફિકેટ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ, આધાર કાર્ડ
  • 3. રહેઠાણનો પુરાવો, જેમ કે ઇલેક્ટ્રિસીટી બિલ, પાણી બિલ, ગેસ કનેક્શન, મોબાઈલ બિલ
  • 4. બેંક અકાઉન્ટની પાસબુકનો ફોટો, રેન્ટ એગ્રીમેન્ટ

નજીકની પોસ્ટ ઓફિસમાં પાસપોર્ટ માટે કઈ રીતે કરવી અરજી ?

image soucre

પાસપોર્ટ સેવાની સત્તાવાર વેબસાઈટ passportindia.gov.in પર જાવ. તમારે સૌ પહેલા પાસપોર્ટ અરજી ફોર્મને ઓનલાઇન ભરવું અને જમા કરવાનું રહેશે. અરજીને ઓનલાઇન જમા કરાવ્યા બાદમાં તમે તમારા મૂળ દસ્તાવેજ અને પાસપોર્ટ સેવા કેન્દ્રની અરજી પ્રિન્ટ રસીદ લઈને નજીકની પોસ્ટ ઓફિસમાં જઇ શકો છો. અધિકારીઓ તરફથી સફળતાપૂર્વક ખરાઈ કર્યા બાદ પાસપોર્ટ કામકાજના 7 થી 14 દિવસમાં અંદર મોકલી દેવામાં આવશે. ધ્યાન રહે કે પાસપોર્ટ સેવા કેન્દ્ર પર તમારી પાસપોર્ટ અરજી જમા કરાવવા માટે જવું અનિવાર્ય છે.