આ અભિનેત્રીએ 4 વર્ષ સુધી છૂપાવીને રાખ્યા હતા પોતાના લગ્ન, કારણ જાણીને તમારા પણ ઉડી જશે હોંશ

બોલીવૂડ ફિલ્મ ઇડસ્ટ્રીમાં કેટલાએ એવા સિતારા છે જેમણે વર્ષો સુધી પોતાના લગ્નની વાત છુપાવી રાખી છે. પણ જ્યારે આ સિતારાઓના લગ્નના સમાચાર લોકો સામે આવે છે ત્યારે ઘણો હોબાળો મચી  જતો હોય છે. આજે અમે તમને એક એવી અભિનેત્રી વિષે જણાવીશું જેણીએ 4 વર્ષ, સુધી પોતાના લગ્નની વાત છુપાવી રાખી હતી. પણ તેની પાછળનુ કારણ જાણી તમે ચકિત રહી જશો.

image source

અમે વાત કરી રહ્યા છીએ જાણીતી અભિનેત્રી અને ટેલીવીઝન શોની જજ અર્ચના પૂરન સિંહ વિષે અર્ચના પૂરન સિંહ સોશિયલ મડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. 30મી જૂન 1992ના રોજ અર્ચનાએ પરમીત સેઠી સાથે લગ્ન કર્યા હતા. પણ વર્ષો બાદ અર્ચનાએ પોતાના લગ્ન સાથે જોડાયેલો આ મોટો ખુલાસો કર્યો છે. તેણીએ ધ કપિલ શર્મા શો પર પોતાના લગ્નને લઈને કેટલીક વાતો કહી છે.

image source

અર્ચનાએ જણાવ્યું કે પોતાની સાસરીવાળાથી તેમણે 4 વર્ષ સુધી પરમીત સેઠી સાથેના તેમના લગ્નની વાત છૂપાવી રાખી હતી. અર્ચનાએ જણાવ્યું – પરમીત સેઠીના માતાપિતા તેમના લગ્ન વિરુદ્ધ હતા, કારણ કે અર્ચના એક અભિનેત્રી હોવાથી તેમને વાંધો હતો. આ કારણસર પરમીતના માતાપિતાએ લગ્ન માટે ના કહી દીધી હતી. પણ પરમીત સેઠી અર્ચના સાથે લગ્ન કરવા માટે તૈયાર હતા. આ કારણે તેમણે છુપી રીતે લગ્ન કરી લીધા.

image source

આગળ અર્ચનાએ જણાવ્યું કે જે દિવસે પરમીતના માતાપિતાએ લગ્ન માટે ના પાડી દીધી તે જ દિવસે પરમીત તેણી સાથે લગ્ન કરવા માટે તૈયાર થઈ ગયા અને મંદિરમાં પંડિતજી પાસે ગયા અને તેમને લગ્ન કરવા માટે કહ્યું. પણ જ્યારે પંડિતે પુછ્યું કે છોકરી વયસ્ક છે ત્યારે પરમીતે કહ્યું કે છોકરી મારા કરતાં પણ વયસ્ક છે. આગળ અર્ચનાએ જણાવ્યું

image source

– પંડિતજી બીજા દિવસે આવ્યા તે દિવસે તેણી સૈફ અલી ખાનની પહેલી ફિલ્મમાં કામ કરવા જઈ રહી હતી. પણ તેમણે આ વાત કોઈને પણ ન જણાવી. કે તેણીએ લગ્ન કરી લીધા છે. તેવામાં અમારે અમારા લગ્નને ચાર વર્ષ સુધી છૂપાવવા પડ્યા હતા, તે સમયે સોશિયલ મડિયા જેવું કંઈ તો હતુ જ નહીં માટે તેમના માટે તેમના લગ્ન છૂપાવવા સરળ રહ્યા હતા.

image source

પરમીક સાથે લગ્ન કરતા પહેલા અર્ચનાના લગ્ન થયેલા હતા. પણ તેમના પહેલા લગ્ન વધારે લાંબો સમય ટક્યા નહોતા. એક સમયે અર્ચના પૂરણ સિંહ પુરુષોને નફરત કરતી હતી. અને તેમણે નક્કી કરી લીધુ હતું કે હવે તેણી પોતાના જીવનમાં બીજા કોઈને જગ્યા નહીં આપે. પણ પરમીતને મળીને તેમના વિચારો બદલાઈ ગયા.

image source

હાલ અર્ચના પૂરન સિંહ ધ કપિલ શર્મા શોમાં જજ તરીકે જોવા મળી રહી છે. આ પહેલાં આ સ્થાન પર ક્રિકેટર અને પોલીટિશિયન સિદ્ધુ હતા. લોકડાઉન પૂર્ણ થયું અને ધ કપિલ શર્મા શોનું શૂટિંગ ચાલુ થયું  તેના શરૂઆતના એપિસોડ્સમાં શોમાં કામ કરતાં અભિનેતા અભિનેત્રીઓ પોતાના પાર્ટનર સાથે આવ્યા હતા. તે સમયે અર્ચના પણ પોતાના પતિ પરમિત સેઠી સાથે શોમાં આવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત