માત્ર આટલા રૂપિયામાં દત્તક લઇ શકો છો TIGER અને LION, આ આખા પ્લાન વિશે જાણીને તમે પણ પડી જશો વિચારમાં…

આ આર્ટિકલ વાંચનારા ઘણા ખરા લોકો પાલતુ પ્રાણીઓને ઘર આંગણે પાળવાનો શોખ ધરાવતા હશે. ખાસ કરીને આપણા ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો માટે પ્રાણી સાથેની મિત્રતા કોઈ નવી વાત નથી. લગભગ ગુજરાતના દરેક ગામડે ગાય, ભેંસ, બકરી, બળદ, ઘોડા, કૂતરા અને બિલાડી જેવા પાલતુ પ્રાણીઓ ઘરમાં જ પાળવામાં આવે છે.

જો કે ગીર જેવા જંગલની બાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ક્યારેક ક્યારેક સિંહ, દીપડા જેવા જંગલી પ્રાણીઓ પણ માનવ વસ્તી વચ્ચે આંટાફેરા કરતા હોવાના અહેવાલો પણ આપણે સમાચાર પત્રોમાં વાંચીએ છીએ.

image source

પણ હવે અમે જે સમાચાર તમને આપવાના છીએ તે વાંચીને તમને કદાચ આંચકો લાગી જશે. આ સમાચાર અનુસાર હવે લોકો સિંહ, ચિત્તો, વાઘ, રીંછ, અજગર, મગર, શિયાળ, ઘડિયાળ મગર મચ્છ, હાયના જેવા પ્રાણીઓ દત્તક લઈ શકશે.

નવાઈ લાગીને ? આ ફક્ત ગપગોળા નહીં પણ હકીકત છે. અસલમાં હવે તમે વધુમાં વધુ 17,000 રૂપિયા આપી એક મહિના માટે જંગલી પ્રાણીને દત્તક લઈ શકો છો. જો કે ભોપાલમાં આ યોજના વર્ષ 2009 થી જ અમલમાં છે અને ત્યાં યોજનાની શરૂઆતમાં લોકોએ પ્રાણીઓને દત્તક લેવામાં ભારે ઉત્સાહ દાખવ્યો હતો. પરંતુ બાદમાં લોકોએ આ બાબતે ઉદાસીનતા દાખવતા હવે માત્ર સંસ્થાઓ જ પ્રાણીઓને દત્તક લઈ રહી છે.

એક મહિનાથી લઈને એક વર્ષ સુધી પ્રાણીને લઈ શકાય છે દત્તક

image source

વન વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ સિંહ, ચિત્તો, વાઘ, રીંછ, અજગર, મગર, શિયાળ, ઘડિયાળ મગર મચ્છ, હાયના જેવા જાનવરોને એક મહિનાથી લઈને અનુક્રમે ત્રણ મહિના, છ મહિના અને વધુમાં વધુ એક વર્ષ સુધી દત્તક લઈ શકે છે.

વન વિહારના ડાયરેકટરના જણાવ્યા મુજબ પહેલા જન્મ દિવસ, લગ્નની વર્ષગાંઠ તેમજ ખાનગી કાર્યક્રમો માટે અજગર અને ઘડિયાળ મગર મચ્છ જેવા જાનવરો દત્તક લઈ જતા હતા પરંતુ હવે લોકો વ્યક્તિગત રીતે પ્રાણીઓને દત્તક લઈ જવામાં ઉત્સાહ નથી દાખવી રહ્યા.

image source

ભોપાલમાં એક જાન્યુઆરી 2009 થી અમલમાં આવેલી આ યોજના અંગે સત્તાધીશોએ જણાવ્યું હતું કે આ યોજનામાં લાભાર્થીઓને ઇન્કમ ટેક્સમાં છૂટ આપવામાં આવે છે. એ સિવાય વન્ય પ્રાણીઓને દત્તક લેવામાં તેમજ ટાઇગર રિઝર્વમાં કોઈ વસ્તુ દાન કરવામાં ટેક્સ અધિનિયમ 80G હેઠળ છૂટ આપવામાં આવે છે.

ક્યા પ્રાણીને કેટલા રૂપિયામાં લઈ શકાય દત્તક આ યોજના મુજબ

સિંહને દત્તક લેવા 1 મહિના, 3 મહિના, 6 મહિના અને એક વર્ષ માટે અનુક્રમે 17000, 50000, 1 લાખ અને 2 લાખ રૂપિયા આપવા પડશે.

ચિત્તાને દત્તક લેવા 1 મહિના, 3 મહિના, 6 મહિના અને એક વર્ષ માટે અનુક્રમે 9000, 25000, 50000 અને 1 લાખ રૂપિયા આપવા પડશે.

વાઘને દત્તક લેવા 1 મહિના, 3 મહિના, 6 મહિના અને એક વર્ષ માટે અનુક્રમે 17000, 50000, 1 લાખ અને 2 લાખ રૂપિયા આપવા પડશે.

રીંછ દત્તક લેવા 1 મહિના, 3 મહિના, 6 મહિના અને એક વર્ષ માટે અનુક્રમે 9000, 25000, 50000 અને 1 લાખ રૂપિયા આપવા પડશે.

image source

અજગર દત્તક લેવા 1 મહિના, 3 મહિના, 6 મહિના અને એક વર્ષ માટે અનુક્રમે 800, 2300, 4500 અને 8000 રૂપિયા આપવા પડશે.

મગર દત્તક લેવા 1 મહિના, 3 મહિના, 6 મહિના અને એક વર્ષ માટે અનુક્રમે 4000, 10000, 19000 અને 36000 રૂપિયા આપવા પડશે.

શિયાળ દત્તક લેવા 1 મહિના, 3 મહિના, 6 મહિના અને એક વર્ષ માટે અનુક્રમે 3500, 9000, 16000 અને 30000 રૂપિયા આપવા પડશે.

ઘડિયાળ મગર મચ્છ દત્તક લેવા 1 મહિના, 3 મહિના, 6 મહિના અને એક વર્ષ માટે અનુક્રમે 5000, 14000, 26000 અને 50000 રૂપિયા આપવા પડશે.

હાયના દત્તક લેવા 1 મહિના, 3 મહિના, 6 મહિના અને એક વર્ષ માટે અનુક્રમે 4000, 10000, 19000 અને 36000 રૂપિયા આપવા પડશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!