દુનિયાના સૌથી ઊંચા મોબાઈલ થિયેટરમાં રિલીઝ થઈ ફિલ્મ 83, હિમાલયના શિખર પર બન્યું છે આ ખાસ થિયેટર

રણવીર સિંહ સ્ટારર સ્પોર્ટ્સ બાયોપિક ’83’નો પ્રથમ દિવસની ઓપનિંગ પર ક્રિકેટ અને અન્ય રમતો પર તાજેતરની ફિલ્મોના તમામ નિર્માતાઓની નજર છે. ફિલ્મ ’83’ ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતીય ટીમની જીત પર આધારિત છે અને તે વર્ષની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંની એક રહી છે. ફિલ્મ ’83’ વિશે તાજા સમાચાર એ છે કે આ ફિલ્મ લેહ લદ્દાખમાં 11,562 ફૂટની ઊંચાઈ પર વિશ્વના સૌથી ઊંચા મોબાઈલ થિયેટરમાં રિલીઝ કરવામાં આવી છે. પિક્ટટાઇમ ડિજીપ્લેક્સે લેહ (લદ્દાખ)માં તેનું ઇન્ફ્લેટેબલ થિયેટર સ્થાપ્યું છે જે દુનિયાનું સૌથી ઊંચું સિનેમા થિયેટર બની ગયું છે. આ વર્ષે ઓગસ્ટ મહિનામાં આ થિયેટરમાં ફિલ્મ બેલબોટમનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું

image soucre

લદ્દાખમાં અત્યારે કડકડતી ઠંડી પડી રહી છે જેમાં તાપમાન શૂન્યથી નીચે આવી ગયું છે. આ કારણે, આ થિયેટરમાં અત્યાધુનિક હીટિંગ સુવિધા પૂરી પાડવામાં આવી છે, જેથી પ્રેક્ષકો ખૂબ જ આરામથી ફિલ્મને ઈંફલેટેબલ એન્ક્લોઝર વચ્ચે વીસ ડિગ્રી તાપમાનમાં જોઈ શકે. માત્ર લદ્દાખના લોકો જ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી નહીં બને પરંતુ આસપાસના તમામ વિસ્તારના લોકો પણ ફિલ્મ જોવા માટે અહીં આવી શકશે. આ સિવાય અરુણાચલ પ્રદેશ અને હિસારમાં પણ આવી જ મોબાઈલ થિયેટર ફિલ્મ ’83’ રિલીઝ થઈ છે.

image soucre

ફિલ્મ ’83’ના દિગ્દર્શક કબીર ખાન કહે છે, “મારી ખુશીની કોઈ સીમા નથી. ફિલ્મ ’83’ લદ્દાખમાં 11,562 ફૂટની ઊંચાઈએ વિશ્વના સૌથી ઊંચા થિયેટરમાં પ્રદર્શિત થઈ રહી છે. તે અદ્ભુત છે. મને ફિલ્મ પ્રત્યે દર્શકોની પ્રતિક્રિયા ખૂબ જ ગમે છે. લદ્દાખ માત્ર અમારી ફિલ્મમાં જ એક વિશેષ સ્થાન નથી ધરાવતું પણ મારા હૃદયની ખૂબ નજીક પણ છે.મેં મારા કૉલેજના દિવસો દરમિયાન ત્યાં મહિનાઓ સુધી ટ્રેકિંગ કર્યું છે.

image soucre

તો ફિલ્મ ’83’ના નિર્માતાઓમાંના એક શિબાશીષ સરકાર કહે છે, “ફિલ્મ ’83’ અમારા પ્રેમની મહેનત છે. મને એ જાણીને ખૂબ જ આનંદ થાય છે કે ઇન્ફ્લેટેબલ થિયેટરો દ્વારા, અમારી ફિલ્મ દેશના અંતરિયાળ વિસ્તારોમાં પહોંચશે જ્યાં સારો સિનેમા જોવાનો અનુભવ હજુ પણ દૂરનું સ્વપ્ન છે. આ ખરેખર એક મહાન પહેલ છે.”

image soucre

હવે જ્યારે ફિલ્મ બોક્સ ઓફિસ પર આવી ચૂકી છે, ત્યારે લોકો ફરી એકવાર 1983ના વિશ્વ વિજય અભિયાનથી જીવંત થયા છે. રણવીરની એક્ટિંગના પણ દરેક જગ્યાએ વખાણ થઈ રહ્યા છે. રણવીર ઉપરાંત, ફિલ્મમાં તાહિર રાજ ભસીન, જીવા, સાકિબ સલીમ, જતીન સરના, ચિરાગ પાટીલ, દિનકર શર્મા, નિશાંત દહિયા, સાહિલ ખટ્ટર, એમી વિર્ક, હાર્ડી સંધુ, આદિનાથ કોઠારી, ધારિયા કારવા, આર બદ્રી અને પંકજ ત્રિપાઠી પણ છે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણે કપિલની પત્નીની ભૂમિકા ભજવી હતી.