ભાવનગર જિલ્લામાં રાષ્ટ્રપતિના આગમન પૂર્વે તડામાર તૈયારીઓ શરુ

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આગામી 29 ઓક્ટોબર અને શુક્રવારે ભાવનગર જિલ્લાના મહેમાન બનવાના છે. આ માટે સ્થાનિક વહિવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અહીં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. જો કે આ અંગે સત્તાવાર જાહેરા કરવામાં આવી નથી પરંતુ એ નક્કી છે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ભાવનગર અને મહુવાની મુલાકાતે આવનાર છે. તેમની આ મુલાકાત પહેલા રાજ્યપાલ ભાવનગર આવનાર છે.

image soucre

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ભાવનગરની મુલાકાતે આવતા હોવાથી પોલીસે ચુસ્ત બંદોબસ્ત અને સઘન પેટ્રોલિંગ અત્યારથી જ શરુ કરી દીધું છે. જાણવા મળતી માહિતી અનુસાર 29 ઓક્ટોબરના કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપરાંત રાજ્યના મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી પણ અહીં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપનાર છે તેથી પોલીસ તંત્ર ખડેપગે રહી તૈયારીઓ કરી રહ્યું છે.

image source

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ શુક્રવારે પરિવાર સાથે ભાવનગર આવનાર છે. તેમના જાણવા મળેલા કાર્યક્રમ અનુસાર તેઓ શુક્રવારે સવારે 10 ભાવનગર હવાઈ માર્ગે આવશે. અહીં એરપોર્ટ પર ઉત્તરાણ બાદ તેઓ હેલિકોપ્ટર મારફતે મહુવા જશે. મહુવાથી તેઓ રોડ માર્ગે તલગાજરડા જશે. અહીં તેઓ પૂ. મોરારિબાપૂ સાથે મુલાકાત કરવાના છે. અહીં કોર્ટ સંકુલનું ઉદ્ધાઘટન કરી રાષ્ટ્રપતિ ફરી મહુવા મોરારિબાપૂ સાથે જશે અને તેમના ચિત્રકૂટધામની મુલાકાત લેશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અહીં જ તેમના પરિવાર સાથે બાપૂ સાથે ભોજન લેશે અને તેઓ સાંજે 4 કલાકે ભાવનગર પરત ફરશે. ભાવનગર પરત ફરી તેઓ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બનેલા 1000થી વધુ આવાસોનું લોકાર્પણ કરશે અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ભાવનગર ર્સકીટ હાઉસ ખાતે જ રાત્રી રોકાણ કરશે.

હાલ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આ સંભવિત કાર્યક્રમ યાદી અનુસાર તૈયારીઓ શરુ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યામુજબ રાજ્યપાલ દેવવ્રત રાષ્ટ્રપતિના આગમન પૂર્વે ભાવનગર જશે. શુક્રવારના કાર્યક્રમોમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી પણ હાજર રહેશે.

image soucre

ભાવનગર પાલિકા તરફથી રાષ્ટ્રપતિના આગમન માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. લોકાર્પણ અને ઉદ્દાટનના કાર્યક્રમ માટે હાલ 400ની ક્ષમતા સાથેના ડોમ તૈયાર કરવામાં આવ્યા છે. આ સાથે જ કાર્યક્રમ સ્થળે 4 ગ્રીન રૂમ તૈયાર કરવામાં આવશે.