રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું-મને મહિને 5 લાખ પગાર મળે છે, પોણા 3 લાખ ટેક્સ કપાય છે, કંઈ વધતું જ નથી

હાલમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કાનપુરના ત્રણ દિવસીય પ્રવાસે છે. ત્યારે જો રવિવારની વાત કરવામાં આવે તો કોવિંદ રવિવારે સવારે તેમના વતન ગામ પરૌંખ પહોંચ્યા હતા. સૈન્યના હેલિકોપ્ટરથી નીચે ઉતરતાની સાથે જ તેઓ પહેલા પોતાના ગામની જમીનને સ્પર્શ કરી લલાટે લગાડી હતી અને નમ્યા હતા. રાષ્ટ્રપતિ બન્યાના વર્ષ પછી તેમના વતન ગામે પહોંચેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને આવકારવા માટે, ગામને ઘર-ઘર સુધી રંગવામાં આવ્યું હતું. ગામમાં પહોંચતાંની સાથે જ રાષ્ટ્રપતિ જૂની યાદોમાં ખોવાઈ ગયા. અહીં પહોંચ્યા બાદ તેમણે પહેલા પત્ની સવિતા કોવિંદ અને પુત્રી સાથે પથરી દેવી મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. આ પછી તેમણે ગામની મુલાકાત લીધી હતી. પરંતુ હાલમાં એક બીજી વાત ચર્ચામાં આવી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ જે ટ્રેનથી પોતાના વતન ઘરે જતા રહ્યા હતા ત્યારે તેમણે ઝિઝાક રેલ્વે સ્ટેશન પરના તેમના જૂના દિવસોને યાદ કરતાં કહ્યું કે તેમનો મોટાભાગનો પગાર તો ટેક્સમાં જ જતો રહે છે અને કંઈ વધતુ નથી.

image soucre

જો વિગતે વાત કરવામાં આવે તો કોવિંદે શિક્ષકોનો પગાર સૌથી વધુ હોવાની પણ વાત કરી હતી. તેઓએ કહ્યું હતું કે મને મહિને 5 લાખ રૂપિયાનો પગાર મળે છે પણ તેમાંથી પોણા 3 લાખ રૂપિયા તો ટેક્સ કાપવામાં આવે છે, એમ તેમણે તેમના સન્માન કાર્યક્રમમાં મજાક ઉડાવતાં વાત કરી હોવાનું સામે આવ્યું હતું. મારી પાસે કંઈ બચ્યું નથી. અહીં બેઠેલા શિક્ષકો મારા કરતા વધારે કમાણી કરતા હશે એવું પણ રાષ્ટ્રપતિએ કહ્યું હતુ. તેઓ આ સમયે તેના મિત્રો અને સગાવાલાને પણ મળ્યા. પોતાનું બાળપણ યાદ કરતાં તેણે કહ્યું કે તે ઝિઝાક સ્ટેશન પર ખુરશી પર બેસીને ટ્રેનની રાહ દેખતા હતા.

image source

આ સાથે જ બીજી પણ એક વાત ચર્ચામાં આવી હતી રાષ્ટ્રપતિ પોતાના બાળપણના મિત્ર કૃષ્ણકુમાર અગ્રવાલને મળવા તેમના ઘરે પહોંચ્યા હતા. કાપના વેપારી કૃષ્ણકુમાર અગ્રવાલ ઘણા લાંબા સમયથી બીમાર છે, આથી તેઓ સર્કિટ હાઉસ જઈ શકે તેમ નહોતા, પણ રાષ્ટ્રપતિએ પોતે મિત્રના ઘરે જવાની જીદ કરી હતી. રાષ્ટ્રપતિ પોતાના ગામમાં ત્રણ કલાક રોકાયા હોવાનું પણ સામે આવ્યું હતું.

image source

જો પગારની વાત કરવામાં આવે તો હાલમાં રાષ્ટ્રપતિને 5,00,000માંથી 3,50,000 રૂપિયા કટ થાય છે. એ જ રીતે ઉપ-રાષ્ટ્રપતિને 4,00,000માંથી 2,80,000 કટ થાય છે. સાથે જ વડાપ્રધાનને 2,00,000માંથી 1,60,000 પગાર કટ થઈને આવે છે. ઉલ્લેખનીય છે કે કોરોનાને કારણે દરેકના પગારમાં 30 ટકાનો કાપ ચાલે છે. જો તેમના જીવન કવન વિશે વાત કરીએ તો ગામડામાં ભણ્યા બાદ રાષ્ટ્રપતિ ઉચ્ચ શિક્ષણ માટે કાનપુર અને ત્યાંથી દિલ્હી ગયા હતા. ઝીઝક સ્ટેશને રાષ્ટ્રપતિએ પોતાના ભાભી વિદ્યાવતી સાથે પણ મુલાકાત કરી હતી. આ દરમિયાન મજાકમાં તેમણે કહ્યું હતં કે ભાભી આજકાલ તમે અખબારોમાં બહુ પ્રસિદ્ધ થઈ રહ્યાં છે. વિદ્યાવતીએ પછીથી કહ્યું હતું કે રાષ્ટ્રપતિને બાળપણમાં મજાકની બહુ આદત હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!