હિન્દૂ અને ખ્રિસ્તી રિવાજો થયા હતા પ્રિયંકા અને નિકના લગા, કર્યા હતા આટલા જલસા

ડિસેમ્બર 1, 2018 આ એ જ દિવસ છે જ્યારે પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના લગ્ન જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં સંપૂર્ણ વિધિ સાથે થયા હતા. લગ્નમાં જાનૈયા ભલે વિદેશી હતા, પરંતુ લગ્ન સંપૂર્ણપણે ભારતીય શૈલીમાં થયા હતા. જેમાં વિદેશી જાનૈયા પણ દેશી સ્ટાઈલમાં જોવા મળ્યા હતા. લગ્નમાં નૃત્યથી લઈને ગીત અને હસી મજાક સુધી બધું સામેલ હતું. તે ખરેખર એક બિગ ફેટ પંજાબી લગ્ન હતા. પરંતુ પ્રિયંકા ચોપરાએ લગ્નના ત્રણ વર્ષ બાદ જ પોતાના નામમાંથી જોનાસ સરનેમ હટાવીને બધાને ચોંકાવી દીધા હતા. બંનેના પ્રેમભર્યા સંબંધો વચ્ચે છૂટાછેડાના સમાચાર પૂરજોશમાં છે. આ ખબરોની વચ્ચે જોઈ લો પ્રિયંકા ચોપરા અને નિક જોનસના લગ્ન સાથે જોડાયેલા સુંદર ફોટા

બે રિવાજથી નિક અને પ્રિયંકાના થયા હતા લગ્ન

image soucre

પ્રિયંકા ચોપરાના લગ્નની વિધિઓ 29 નવેમ્બરે જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં શરૂ થઈ હતી. બંનેના લગ્ન હિંદુ રીત રિવાજની સાથે સાથે ખ્રિસ્તી રીતિ રિવાજ પ્રમાણે થયા હતા. હિંદુ વિધિ 1 ડિસેમ્બરે અને ક્રિશ્ચિયન લગ્ન 2 ડિસેમ્બરે થયા હતા. પ્રિયંકા ચોપરાના લગ્નમાં અંબાણી પરિવાર સાથે બોલિવૂડના અમુક સેલેબ્સ જ પહોંચ્યા હતા.

પ્રિયંકા ચોપરા લાગી રહી હતી રાજકુમારી

image soucre

પ્રિયંકા ચોપરાએ પહેલા તેના લગ્નમાં લાલ રંગનો લહેંગા પહેર્યો હતો. જેમાં તે કોઈ રાજકુમારીથી ઓછી દેખાતી નહોતી. તો ખ્રિસ્તી દુલ્હનનો ડ્રેસ હેડલાઇન્સમાં હતો. વાત જાણે એમ છે કે પ્રિયંકા ચોપરાએ ગાઉન સાથે જે ટ્યૂલ વીલ પહેર્યો હતો તે લગભગ 75 ફૂટનો હતો. તેને તૈયાર કરવામાં 1826 કલાકનો સમય લાગ્યો હતો.

નિક સાળીઓ માટે લાવ્યા હતા ખાસ ગિફ્ટ

image soucre

અમેરિકાથી નિક જોનસ તેની સાળીઓ માટે ઘણી બધી હીરાની વીંટી લાવ્યો હતો. જેને સુશોભિત કરીને પ્લેટમાં રાખવામાં આવ્યો હતો. જેથી દરેક પોતાની પસંદગીની વીંટી લઈ શકે.

આવી રીતે શરૂ થઈ પ્રિયંકા અને નિકની લવ સ્ટોરી

image soucre

પ્રિયંકા ચોપરાને જોઈને નિક જોનસ પહેલી નજરમાં જ તેના પ્રેમમાં પડી ગયો હતો. નિકે ‘ક્વોન્ટિકો’ જોયા બાદ પ્રિયંકા ચોપરાના કો-એક્ટર ગ્રેહામ રોજર્સને મેસેજ કર્યો હતો અને કહ્યું હતું કે પ્રિયંકા ચોપરા ખૂબ જ સુંદર છે. સપ્ટેમ્બર 2016માં નિકે પહેલીવાર પ્રિયંકા ચોપરાને ટ્વિટર પર મેસેજ મોકલ્યો હતો. આ મેસેજમાં નિકે લખ્યું કે અમારા કેટલાક કોમન ફ્રેન્ડ્સ કહે છે કે આપણે મળવું જોઈએ.