14 એપ્રિલથી 3 મે વચ્ચેના સમયગાળા માટે લાખો લોકોએ કરી ટિકિટ બુક,પણ હવે થશે કેન્સલ જાણો શું છે વિગતો

14 એપ્રિલએ લોકડાઉન પૂર્ણ થશે અને ટ્રેન વ્યવહાર રાબેતા મુજબ દોડતો થશે તેવી આશાએ 15 એપ્રિલથી 3 મે સુધીમાં લાખો ટ્રેન ટિકિટ બુક કરવામાં આવી હતી.

image source

જે લોકોએ દેશભરમાં 15 એપ્રિલથી 3 મે વચ્ચે ટ્રેનની ટિકિટ બુક કરાવી હતી હવે તેઓનું બુકિંગ રદ કરવામાં આવશે. જો કે રેલ્વે વિભાગે સ્પષ્ટ કર્યું છે કે લોકોએ ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે જો તમે આ દરમિયાન ટ્રેન ટિકિટ બુક કરાવી છે તો તમારું રિફંડ તમારા ખાતામાં પરત જમા કરવામાં આવશે.

રેલ્વે વિભાગ હવે 15 એપ્રિલથી 3 મે વચ્ચેની મુસાફરી માટે બુક કરાયેલી લગભગ 39 લાખ ટિકિટને રદ કરવા માટે તૈયાર છે. કારણ કે કોરોના વાયરસના વધતા કેસને ધ્યાનમાં રાખી હવે તમામ સેવાઓને 3 મે સુધી સ્થગિત કરવામાં આવી છે.

આ અગાઉ જ્યારે 14 એપ્રિલ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું તે દરમિયાન ટ્રેનની ટિકિટનું બુકિંગ ચાલુ હતું. આવી સ્થિતિમાં લોકોને પણ આશા હતી કે 15 એપ્રિલથી લોકડાઉન સમાપ્ત થયા પછી તેઓ ફરીથી ટ્રેનની મુસાફરી કરી શકશે. તેના કારણે લોકડાઉન દરમિયાન 39 લાખ લોકોએ ટ્રેન ટિકિટ બુક કરાવી હતી. જો કે હવે લોકડાઉન વધારવાની ઘોષણા સાથે રેલ્વેએ 3 મે સુધી તેની તમામ પેસેન્જર સેવાઓ રદ કરી દીધી અને હવે આ સમય દરમિયાન બુકીંગ પણ બંધ કરી દીધું છે.

શું થશે રીફંડનું?

આ સમય દરમિયાન જેમણે ટ્રેનની ટિકિટ બુક કરાવી છે તેમને ટિકિટનું પુરું રીફંડ મળી જશે. જેમણે કાઉંટર પરથી ટિકિટ લીધી છે તેમને 31 જુલાઈ સુધીમાં રીફંડ મળશે અને ઓનલાઈન બુકીંગ કરાવનારના ખાતામાં રીફંડ જમા થઈ જશે.