વૈજ્ઞાનિકોએ કર્યો ઘટસ્ફોટ, કોરોનાથી મૃત્યુ પામનારની ડેડ બોડી દ્વારા પણ ફેલાઈ શકે છે કોરોના

વૈજ્ઞાનિકોએ સત્તાવાર રીતે પુષ્ટી કરી દીધી છે કે કોરોના દર્દીના ડેડ બોડીથી પણ ચેપ ફેલાઈ શકે છે. એક અધ્યયનમાં જણાવાયું છે કે થાઇલેન્ડમાં ડેડ બોડીની તપાસ કરતાં એક ડોક્ટરને કોરોનાનો ચેપ લાગ્યો હતો. આ પહેલીવાર હતું કે જ્યારે કોઈ વ્યક્તિની ડેડ બોડીથી અન્યને ચેપ લાગ્યો હોય.

image source

જર્નલ ઓફ ફોરેન્સિક એન્ડ લીગલ મેડિસિનના અધ્યયન મુજબ, નિષ્ણાંતને માર્ચમાં જ ડેડ બોડીથી ચેપ લાગ્યો હતો. આ અગાઉ થાઇલેન્ડમાં કોરોના વાયરસથી પીડાતા દર્દીના અંતિમ સંસ્કાર કરવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. ત્યાર પછી 25 માર્ચે થાઇલેન્ડના મેડિકલ સર્વિસીસ વિભાગના હેડએ દાવો કર્યો હતો કે ચેપ મૃત શરીરથી ફેલાતો નથી.

આરોગ્ય નિષ્ણાંતોએ ચેતવણી આપી છે કે કોરોના ચેપગ્રસ્ત દર્દીની ડેડ બોડી સાથે સંપર્કમાં આવનારા અને અંતિમ સંસ્કારના કામ કરતા લોકોને પણ વ્યક્તિગત રક્ષણાત્મક ઉપકરણ આપવા જોઈએ.

આ અંગે ડબ્લ્યુએચઓ કહે છે કે જો દર્દી ફેફસાના સંપર્કમાં આવવાથી બચી શકાય તો મૃત શરીરમાંથી ચેપ ફેલાવાની શક્યતા ઓછી થઈ જાય છે, સાથે જ ડબ્લ્યુએચઓએ કોરોના દર્દીના મોત પર અંતિમ સંસ્કાર દરમિયાન સાવધાની રાખવાની અપીલ કરી છે. જો કે વિશ્વમાં ડેડ બોડીના સંપર્કમાં આવવાથી કેટલા લોકોને કોરોનાનો ચેપ લાગ્યો તે અંગે હજી સુધી કોઈ માહિતી જાહેર થઈ નથી.