રેલ્વે લાવી રહ્યું છે નવો નિયમ, આ ડોક્યુમેન્ટ્સ વગર નહીં કરી શકાય ટ્રેનની ટિકિટનું બુકિંગ!, જાણો તમે પણ નહિં તો..

રેલ્વે સુરક્ષા બળ (RPF)ના ડાયરેક્ટર જનરલ અરુણ કુમારે કહ્યું છે કે રેલ્વે IRCTC ની સાથે આઈડેન્ટિટી ડોક્યુમેન્ટ્સને લિંક કરવાની એક યોજના પર કામ કરી રહ્યું છે. આ પહેલાની દગાખોરીના વિરોધમાં કાર્યવાહી થતી હતી પણ તે હ્યુમન સિસ્ટમથી કામ કરતી હતી. હવે રેલ્વેની ઓનલાઈન ટિકિટ બુક કરવાની સુવિધાથી શક્ય છે કે IRCTC તમારી પાસે PAN, આધાર કે પાસપોર્ટની જાણકારી માંગે. રેલ્વે ટિકિટના દલાલને ટિકિટ બુકિંગને માટે સિસ્ટમથી બહાર કરવા માટે IRCTC આ પગલું લેવા જઈ રહી છે.

image source

IRCTCથી ટિકિટ બુકિંગની નવી સિસ્ટમ

IRCTC એક નવી સિસ્ટમ પર ઝડપથી કામ કરી રહી છે તેમાં તમારે તમારો આધાર- PAN નંબર લિંક કરવાનો રહે છે. IRCTCની વેબસાઈટ કે એપની મદદથી ટ્રેન ટિકિટ બુક કરવા માટે તમે લોગ ઈન કરશો તો આધાર, પૈન કે પાસપોર્ટ નંબર નાંખવો પડી શકે છે.

PAN, Aadhaarથી લિંક રહેશે રેલ્વેની ટિકિટ

image source

રેલ્વે સુરક્ષા બળ (RPF)ના ડાયરેક્ટર જનરલ અરુણ કુમારે કહ્યું છે કે રેલ્વે IRCTC ની સાથે આઈડેન્ટિટી ડોક્યુમેન્ટ્સને લિંક કરવાની એક યોજના પર કામ કરી રહ્યું છે. આ પહેલાની દગાખોરીના વિરોધમાં કાર્યવાહી થતી હતી પણ તે હ્યુમન સિસ્ટમથી કામ કરતી હતી. પરંતુ તેની અસર પૂરતી ન હતી. આખરે અમે ટિકિટને માટે ઓનલાઈન કરતી સમયે ગ્રાહકના પૈન કાર્ડ અને આધાર કે અન્ય ઓળખ દસ્તાવેજને લિંક કરવાનું નક્કી કર્યું છે. તેનાથી ટિકિટોના બુકિંગની દગાખોરીને રોકી શકાય છે.

સિસ્ટમને જલ્દી શરૂ કરાશે

image source

અરુણ કુમારે કહ્યું કે અમે સૌથી પહેલા એક નેટવર્ક બનાવવાનું વિચારી રહ્યા છીએ. આધાર પ્રાધિકરણની સાથે અમારું કામ લગભગ પૂરું થયું છે. જ્યારે સિસ્ટમ કામ કરવા તૈયાર થશે ત્યારે નિયમ લાગૂ થશે. અરુણ કુમારે કહ્યું છે કે દલાલોના વિરોધમા કાર્યવાહીમાં 2019માં ઓક્ટોબર અને નવેમ્બરમાં શરૂ કરાઈ હતી. ત્યારથી લઈને અત્યારસુધી 14257 દલાલોની ધરપકડ કરાઈ છે.

કુલ 28.34 કરોડના નકલી ટિકિટ પણ પકડાઈ ચૂક્યા છે. તેઓએ કહ્યું છે કે રેલ સુરક્ષા એપને ડેવલપ કરાયું છે અહીં તેની સાથે ફરિયાદ જોડી શકાય છે. 6049 સ્ટેશનો અને દરેક પેસેન્જર કોટમાં પણ સીસીટીવી કેમેરા લગાવવાની યોજના પણ તૈયાર કરવામાં આવી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!