આ ગામને ધરતી પરનું સ્વર્ગ કહો તો ખોટું ન પડે, દરેક વ્યક્તિના ખાતામાં છે કરોડો રૂપિયા, સુવિધાઓ 5 સ્ટાર હોટલ જેવી

સામાન્ય રીતે આપણે વિશ્વના સૌથી ધનિક લોકો વિશે જાણતાં હોઈએ છીએ પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે આખું ગામ જ શ્રીમંત લોકોથી ભરેલું છે? આ વાત સંભળાતા જ થોડીક અજીબ લાગે પણ આવું એક ગામ હકીકતમાં પણ છે. અહી એક એવા સમૃદ્ધ ગામ વિશે વાત કરવામાં આવી રહી છે જ્યાં ત્યાં રહેતા દરેક વ્યક્તિના બેંક ખાતામાં કરોડો રૂપિયા જમા થાય છે અને આટલું જ નહીં ગામમાં એવી સુવિધાઓ છે જે શહેરોને પણ પાછળ છોડી દે. આ ગામ માત્ર ચીનમાં જ નહી પરંતુ આખા વિશ્વમાં પોતાની અલગ ઓળખાણ ધરાવે છે.

image source

મળતી માહિતી મુજબ આ ગામ ચીનના જિયાંગસુ રાજ્યમાં આવેલું છે અને તેનું નામ વાક્ષી છે. ચીનનું આ ગામ એવું છે કે તમને ત્યાં કોઈ દેશની રાજધાની જેવું લાગશે અને આ ગામની જેવી સુવિધાઓ જોઈને તમે નવાઈ પામશો. આ બધી વાતો સાંભળીને તમને આશ્ચર્ય થશે પરંતુ આ 100% સાચું છે. આ ગામની સુવિધાઓને ધ્યાનમાં રાખીને તેનું નામ સુપર વિલેજ રાખવામાં આવ્યું છે. ગામમાં 72 માળની ગગનચુંબી ઇમારતો જોવા મળે છે. હેલિકોપ્ટર ટેક્સીઓ સાથે થીમ પાર્ક અને લક્ઝરી વિલા જેવી સુવિધાઓ અહી છે.

image source

ગામમાં ઉપલબ્ધ આ સુવિધાઓ તેને અન્ય શહેરોથી અલગ બનાવે છે. જાણવા મળ્યું છે કે આ ગામમાં લગભગ બે હજાર લોકોની વસ્તી છે અને અહીંના દરેક વ્યક્તિના ખાતામાં એક મિલિયન યુઆન (એક કરોડથી વધુ) જમા થાય છે. આ ઉપરાંત દરેક પરિવારને ગામમાં સ્થાયી થવા માટે કાર અને વિલા આપવામાં આવ્યા છે. આ સાથે જો તમે ગામ છોડો છો તો તમારે આ બધી વસ્તુઓ પરત કરવી પડશે. જો કે અહીં લોકો ગૌરવ સાથે પોતાનું જીવન જીવે છે.

image source

વાકશીને કરોડો ડોલરની કંપનીઓનો ગઢ માનવામાં આવે છે જેમાં સ્ટીલ અને શિપિંગ જેવી મોટી કંપનીઓનો સમાવેશ થાય છે. ગામના મોટાભાગના મકાનો સમાન છે. તે બધા બહારથી કોઈ આલીશાન હોટલ જેવો લૂક આપે છે. ગામમાં હેલિકોપ્ટર ટેક્સી અને થીમ પાર્ક હાજર છે જે અહીંની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે. આ સાથે ગામનાં ચમકતા રસ્તા બધાને તેની તરફ આકર્ષિત કરે છે. સફળતાના શિખરે પહોંચેલું આ ગામ એક સમયે ખૂબ જ ગરીબ હતું. ગામની પ્રગતિ અને સફળતાનો શ્રેય કમ્યુનિસ્ટ પાર્ટીના સ્થાનિક સચિવ વુ રેનાબોને જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!