રાકેશ બાપટના પરિવારે આપ્યું એમના અને શમિતા શેટ્ટીના સંબંધને ગ્રીન સિગ્નલ, કહી આ વાત

બોગ બોસ નાના પડદાનીમો સૌથી વિવાદિત શો માનવામાં આવે છે. આ શોમાં પ્રેમ પણ હોય છે અને ઝગડા પણ. દર વર્ષની જેમ આ વર્ષે પણ બિગ બોસ ઓટીટીમાં દર્શકોને ખૂબ જ મસાલો મળી રહ્યો છે. એક બાજુ જ્યાં અમુક કન્ટેસ્ટન્ટ સતત એકબીજા સાથે લડી રહ્યા છે તો શિલ્પા શેટ્ટીની બહેન શમિતા શેટ્ટી અને રાકેશ બાપટ વચ્ચે સમય વિતવાની સાથે નજળી4 વધી રહી છે. બન્ને ધીમે ધીમે એમની મિત્રતાને એક નવા પડાવ પર લઈ જઈ રહ્યા છે. રાકેશ બાપટ ઘણીવાર શોમાં શમિતા શેટ્ટીને ક્યારેક ગાલ પર તો ક્યારેક હાથ પર કિસ કરતા દેખાય છે.

image source

શમિતા શેટ્ટી અને રાકેશ બાપટની જોડી સોશિયલ મીડિયા પર લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. એવામાં હર કોઈ એ જાણવા માંગે છે કે એ બન્નેના આ સંબંધ પર એમના પરિવારની શુ પ્રતિક્રિયા છે. જો કે શમિતા શેટ્ટીની બહેન શિલ્પા શેટ્ટીએ હજી સુધી આ બન્નેના સંબંધ પર કોઈપણ પ્રતિક્રિયા નથી આપી પણ અભિનેતા રાકેશ બાપટના પરિવારનું આ બન્નેની વધતી નજદીકિયો પર રિએક્શન સામે આવ્યું છે.

image source

રાકેશ બાપટની બહેને બન્ને સંબંધ પર એમની પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે એ બન્ને એકસાથે ખૂબ જ ક્યૂટ લાગે છે. એક મીડિયા ચેનલ સાથે વાતચીત દરમિયાન રાકેશની બહેને બન્નેની બિગ બોસના ઘરમાં વધી રહેલી નજદીકિયા પર એમની પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે મને એ બન્નેનો સંબંધ ખૂબ જ ક્યૂટ લાગે છે. બંનેની જે કેમેસ્ટ્રી છે એ કમાલની છે. બન્નેનું બોન્ડિંગ કમાલનું છે. એક પરિવાર તરીકે અમે એક સારો સંબંધ શેર કરીએ છીએ પણ જ્યારે વાત અંગત જીવનની હોય છે તો અમે એમાં દખલ નથી કરતા.

image source

મીડિયા ચેનલ સાથે વાત કરતા રાકેશની બહેને આગળ કહ્યું કે રાકેશ ખૂબ જ રિઝર્વ છે અને એમને લોકોની આસપાસ રહેવું બહુ પસંદ નથી. અમે બિગ બોસ નથી જોતા બસ એટલું જ જાણીએ છીએ કે એમાં બહુ ઝગડા થાય છે. મારો ભાઈ એ વ્યક્તિ છે જે શાંતિ અને સૂકુંનમાં રહેવાનું પસંદ કરે છે. અમને એ સમજણ નથી પડી રહી કે એ બિગ બોસના ઘરમાં સરવાઈવ કઈ રીતે કરશે.

image source

રાકેશ બાપટની બહેને જણાવ્યું કે જ્યાં સુધી એમને કઈ ખૂબ પડે છે ત્યાં સુધી બન્નેનો ઝગડો ખતમ થઈ ચૂક્યો હોય છે. એમને કહ્યું કે મારી દિકરુઓને એમના મામાને સ્ક્રીન પર જોવાનું ખૂબ જ ગમે છે. અમારા લન્ચ ટેબલ પર ફક્ત શમિતા અને રાકેશ અને બિગ બોસને લઈને જ વાતો થયા કરે છે. તમને જણાવી દઈએ કે શમિતા શેટ્ટી અને રાકેશ બાપટ બિગ બોસમાં એકબીજાની નજીક આવી રહ્યા છે એ વાતને લઈને ચર્ચામાં છે.

image source

વાત જાણે એમ છે કે દિવ્યાં અને શમિતા ઘરમાં આવ્યા હતા તો થોડા દિવસ બન્ને વચ્ચે સારું બોન્ડિંગ જોવા મળ્યું પણ એ પછી અચાનક જ વિકેન્ડ વોર પછી મોટો ઝગડો થયો.એ પછી બન્નેએ એકબીજા સાથે વાત કરવાનું બંધ કરી દીધું. શમિતા શેટ્ટી દિવ્યાં અગ્રવાલથી ખુદ પણ દૂર છે અને એ ઈચ્છતી હતી કે એમના પાર્ટનર રાકેશ બાપટ પણ દિવ્યાં અગ્રવાલ સાથે વાત ન કરે. જેના કારણે એ રાકેશને વારંવાર દિવ્યાં સાથે વાત કરવા પર ટોકતી હતી. શમિતાની આ વાત સાંભળીને રાકેશ ખૂબ જ ઇરીટેટ થઈ જાય છે અને શમિતાને કહે છે કે એમને કન્ટ્રોલ કરવાની કોશિશ ના કરે.