રાખી સાવંતે અમેરિકાએ પ્રવાસે ગયેલા નરેન્દ્ર મોદી પાસે કરી આ વિચિત્ર ડિમાન્ડ ,તમે પણ જોઈ લો વિડીયો

રાખી સાવંત ક્યારે શુ બોલશે એનો અંદાજો કોઈ નથી લગાવી શકતું. ફરી એકવાર એમના બિન્દાસ અંદાજના કારણે એ સોશિયલ મીડિયા પર છવાયેલી જોવા મળી રહી છે. જો કે આ વખતે એમને કોઈને નિશાનો નથી બનાવ્યા પણ અમેરિકા પ્રવાસ પર ગયેલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક ડિમાન્ડ કરી છે. વાત જાણે એમ છે કે એક પત્રકારે રાખી સાવંતને પીએમ મોદીના અમેરિકા પ્રવાસ સાથે જોડાયેલા સવાલ કર્યા તો એમને ફટાક કરીને એક ડિમાન્ડ કરી નાખી.

રાખી સાવંત જ્યારે જીમની બહાર નીકળી તો પત્રકારોએ એમને ઘેરી લીધા. એ દરમિયાન એક પત્રકારે સવાલ કર્યો કે મોદી જી દેશને આગળ વધારી રહ્યા છે. અમેરિકા પ્રવાસ પર છે એવામાં તમે એમને શું સંદેશ આપવા માંગો છો? એના પર થોડીવાર વિચાર કર્યા પછી રાખી સાવંતે એમના જ અંદાજમાં જવાબ આપ્યો. એમને પ્રધાનમંત્રી પાસે એમના માટે અમેરિકાથી કઈ લાવવાની ડિમાન્ડ કરી નાખી છે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Pap (@bollywoodpap)

રાખી સાવંતે કહ્યું કે નમસ્કાર મોદી જી હું બહુ જ ખુશ છું કે તમે અમેરિકા ગયા છો, ત્યાંના બધા ઇન્ડિયનસને પ્રેમ આપજો અને એમને મારો મેસેજ આપજો. એમને કહેજો કે હું તમને બધાને ખૂબ જ પ્રેમ કરું છું. રાખી સાવંત એટલે જ ન અટકી. એ પછી એમને પીએમ નરેન્દ્ર મોદીને એમના માટે શોપિંગ કરવાની ડિમાન્ડ કરી નાખી. રાખી સાવંતે કહ્યું કે મોદી જી જ્યારે તમે પાછા આવો તો મારા માટે કંઈક શોપિંગ કરી લાવજો.

image soucre

તમને જણાવી દઈએ કે પીએમ નરેન્દ્ર મોદી હાલના સમયમાં અમેરિકા પ્રવાસ પર છે. શુક્રવારે એમને અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે મુલાકાત કરી. આ પહેલીવાર જ્યારે પીએમ નરેન્દ્ર મોદી અને જો બાઇડન વચ્ચે આમને સમને મુલાકાત કરી છે. એ પહેલાં બન્ને નેતાઓ વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી. એક્સપર્ટનું કહેવું છે કે પીએમની આ મિટિંગ બન્ને દેશોના સંબંધની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ રહી..

image soucre

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અગાઉ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને મળ્યા હતા. આ દરમિયાન, પીએમ મોદીએ તેમને તેમના દાદા સાથે સંબંધિત જૂની સૂચનાઓ અને લાકડાની હસ્તકલાની ફ્રેમમાં “મીનાકરી” ચેસનો સેટ ગિફ્ટ કર્યો. હેરિસના દાદા ભારત સરકારમાં અધિકારી હતા.

પ્રધાનમંત્રી મોદીએ તેમના ઓસ્ટ્રેલિયન સમકક્ષ સ્કોટ મોરિસનને “સિલ્વર પિંક મીનાકરી શિપ” ની ક્રાફ્ટ ભેટમાં આપી હતી. તો, તેમણે જાપાનના વડાપ્રધાન યોશીહિદે સુગાને ચંદનથી બનેલી બુદ્ધની મૂર્તિ ભેટમાં આપી.