સાડી હોય કે બિકીની દરેક અંદાજમાં આકર્ષક લાગે છે રકુલ પ્રીત સિંહ, જોઇ લો તસવીરોમાં આગવો અંદાજ

બોલીવૂડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ પોતાના ક્યૂટ અને આકર્ષક અંદાજને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. રકુલ પ્રીત સિંહ હાલ અભિષેક બચ્ચન સાથે આવનારી ફિલ્મ મેડે ને લઈને ચર્ચામાં છે. પણ આજે અમે તમારા માટે લાવ્યા છીએ બોલીવૂડની આ અભિનેત્રીની ફેશન સ્ટાઇલ જેથી કરીને તમે પણ આ સ્ટાઇલિશ દિવાની જેમ પોતાના લૂકને સ્ટાઇલીશ બનાવી શકો.

image source

રકુલ પ્રીત સિંહ પોતાની આ પોસ્ટમાં બીચ સાઇડ રિઝોર્ટમાં એગ ચેર પર ચિલ કરતી જોવા મળી રહી છે. તેમાં રકુલ પ્રીત સિંહે લાઇટ બ્લૂ અને યલો સ્ટ્રાઇપ્સવાળો બિકીની ડ્રેસ કેરી કર્યો છે. તેણીનો આ બીચ લૂક તેના પર ખૂબ શોભી રહ્યો છે.

શિક્વિન શરારા લૂક

 

View this post on Instagram

 

A post shared by Rakul Singh (@rakulpreet)

આ પહેલા તેણીએ સિક્વીન શરારા ડ્રેસ પહેર્યો હતો. આ વર્ષે સિક્વીન ડ્રેસીસ ખૂબ ટ્રેન્ડમાં છે. રકુલ પ્રીત સિંહે પણ આ તસ્વીરમાં વ્હાઇટ કલરના સિક્વિન શરારા કેરી કર્યા છે. જો કે તેના કૂર્તા પર કટવર્કનું કામ પણ છે જે તેના આખા લૂકને અનોખો અને સુંદર બનાવી રહ્યો છે. તેની સાથે સાથે તેણીએ ગોલ્ડન ઇયરિંગ્સ પહેરી છે.

હેન્ડલૂમ સારી લૂક

 

View this post on Instagram

 

A post shared by Rakul Singh (@rakulpreet)

તેણી આ હેન્ડલૂમ સારીના લૂકમાં પણ ખૂબ કૂલ લાગી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Rakul Singh (@rakulpreet)

રકુલ પ્રીત સિંહે આ તસ્વિરમાં આઇસ બ્લૂ રંગની શીર સાડી પહેરી છે. સાડી પર હળવી પ્રિન્ટ્સ છે. તેની સાથે સાથે તેણી સિલ્વર કલરના ઓક્સોડાઇઝ્ડ ઝુમખા પહેર્યા છે અને નાનકડી બીંદી લગાવી છે. જે તેના લૂકને કમ્પ્લીટ કરે છે. તેમાં તેણી સિમ્પલ પણ આકર્ષક લાગી રહી છે.

વ્હાઇટ ડ્રેસ – ડેનિમ જેકેટ લૂક

 

View this post on Instagram

 

A post shared by Rakul Singh (@rakulpreet)

રકુલ પ્રીત સિંહ આ તસ્વીરમાં ખૂબ જ બિંદાસ અંદાજમાં જોઈ શકાય છે. તેમાં તેણીએ વ્હાઇટ કલરનું શર્ટ પહેર્યુ છે અને તેની ઉપર લાઇટ બ્લૂ કલરનું બિગ સાઇઝ ડેનિમ જેકેટ પહેર્યું છે. આ ડેનમ જેકેટ પર ફ્લાવર્સ પણ બનાવવામા આવ્યા છે જે તેને સામાન્ય ડેનિમ જેકેટ કરતા અલગ લૂક આપે છે. તેની સાથેસાથે રકુલ પ્રીત સિંહે પોતાના ચહેરા પર ખૂબ જ હળવો મેકઅપ કર્યો છે. તેણીનો આ લૂક ખૂબ જ સોબર અને બિન્દાસ લાગી રહ્યો છે.

image source

તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલાં જ્યારે સુશાંત સિંહની આત્મહત્યામાં ડ્રગ્સ એંગલ જોવા મળ્યો હતો ત્યારે રકુલ પ્રિતની પણ ડ્રગ્સના સંદર્ભમાં પુછપરછ કરવામાં આવી હતી. તેની સાથે સાથે સારા અલિ ખાન, શ્રદ્ધા કપૂર અને દિપીકા પાદુકોણેની પણ પુછપરછ થઈ હતી. જો કે પાછળથી તેમની પુછપરછમાં કશું જ ન મળતાં તેમની તપાસ બંધ કરી દેવામાં આવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત