જાણો કેટલી સંપત્તિના માલિક છે સુપરસ્ટાર રજનીકાંત, એક ફિલ્મની લે છે અધધધ…ફી

થોડા દિવસ પહેલાં ફિલ્મ જગતમા સૌથી વધારે પસંદ કરવામા આવતા જાણીતા અભિનેતા રજનીકાંતનો જન્મ દિવસ હતો. તેઓ 70 વર્ષના થઈ ગયા છે. વર્ષ 1975માં ફિલ્મ અપૂર્વા રાગંગલથી તેમણે પોતાની એક્ટિંગ કેરિયરની શરૂઆત કરી હતી. તેમની ફિલ્મી કેરિયરની શરૂઆત ખૂબ જ મુશ્કેલી ભરી રહી છે. તેમનો જન્મ એક ગરિબ પરિવારમાં થયો હતો. તેમણે બસ કન્ડક્ટર તરીકેનું પણ કામ કર્યું છે અને આજે તેઓ દેશના સૌથી વધારે ફી વસુલતા અભિનેતા બની ગયા છે. અને તેમના આ જીવનથી લોકો પ્રેરણા પણ લઈ રહ્યા છે.

image source

રજનીકાંતે 150 કરતાં પણ વધારે ફિલ્મોમાં કામ કર્યું છે. તો ચાલો આજે અમે તમને રજનિકાંતની સંપત્તિ વિષેની માહિતી આપીએ અને તે પણ જણાવીશું કે તેઓ એક ફિલ્મમાં કામ કરવા માટે કેટલી ફી વસુલે છે.

એક ફિલ્મના આટલા ચાર્જ કરે છે રજનીકાંત

image source

રિપબ્લિક વર્લ્ડની રજનીકાંતના સંપત્તિ આધારિત એક અહેવાલ પ્રમાણે, રજનીકાંતની અનુમાનિત નેટ વર્થ 360 કરોડ રૂપીયા છે. તેઓ સરેરાશ એક ફિલ્મના 55 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. તેની સાથે સાથે તેમની પાસે 110 કરોડ રૂપિયાનું વ્યક્તિગત રોકાણ પણ છે. રજનીકાંત ચેન્નઈના પોઝ ગાર્ડન અને પૂણેમાં ઘર પણ ધરાવે છે. તેમના ચેન્નઈ વાળા ઘરની કીંમત 35 કરોડ રૂપિયા છે. તેમના પત્ની ચેન્નઈમાં આશ્રમ નામથી એક શાળા ચલાવે છે જેમાં પણ રજનીકાંતની ભાગીદારી છે.

રજનીકાંત પાસે છે આ ગાડિઓ

image source

તેની સાથે જ અભિનેતાનો ચેન્નઈમાં એક મેરેજ હોલ પણ છે, જેને રાઘવેન્દ્ર કલ્યાણ મંટપમના નામથી ઓળખવામા આવે છે. તેમની પાસે બે લગ્ઝરી કાર છે. તેમાંથી એક ઓડી એક્સક્લૂઝિવ છે અને બીજી મેટેલિક સિલ્વર જેગુઆર છે, જેની કીંમત લગભગ 65,08,843 રૂપિયા છે. આ ઉપરાંત રજનીકાંતની પાસે પાંચ નોન-લગ્ઝરી કાર પણ છે, તેમાંની એક એમ્બેસેડર પણ છે. તેણે પોતાની દીકરી સૌંદર્યાના એનીમેશન સ્ટુડિયો ઓચર પિક્ચર પ્રોડક્શનમા પણ રોકાણ કર્યું છે.

ફિલ્મનું અરધું બજેટ રજનીકાંત લઈ જાય છે

image source

રિપોર્ટમાં લીડીંગ આંતરરાષ્ટ્રિય ન્યૂઝ પોર્ટલ દ્વારા કહેવામા આવ્યું છે, કે કારણ કે રજનીકાંત ખૂબ જ લોકપ્રિય છે અને તેમના ચાહનારાઓની સંખ્યા મોટા પ્રમાણમાં છે માટે તેઓ જે ફિલ્મોમાં કામ કરે છે તેનુ અરધું બજેટ તેઓ જ લઈ જાય છે. જેમ કે કબાલી ફિલ્મ માટે 50 કરોડ રૂપિયા, તેમણે લિધા હતા, તો લિંગા માટે તેમણે 60 કરોડ રૂપિયા લીધા હતા, શિવાજી માટે 27 કરોડ રૂપિયા અને એંદિરન (રોબોટ) માટે તેમણે 45 કરોડ રૂપિયાની ફી વસુલી હતી. આ રકમ ફિલ્મોના બજેટની અરધી રકમ છે.

કોઈ પણ પ્રોડક્ટની જાહેરાત રજનીકાત નથી કરતા.

image source

રજનીકાંત આજે પણ કોઈ પણ પ્રોડક્ટની જાહેરાત નથી કરતા તેમણે માત્ર પોતાની કેરિયરની શરૂઆતમાં જ કેટલીક જાહેરાતો કરી હતી. રિપોર્ટ્સમાં એમ પણ કેહવામાં આવ્યુ છે કે રજનીકાંત દર વર્ષે પોતાની કમાણીનો અરધો સભાગ દાન કરી દે છે. વર્ષ 2018માં તેઓ વર્ષની 50 કરોડની કમાણીની સાથે ફોર્બ્સ ઇન્ડિયા રિચેસ્ટ સેલેબ્રિટી લિસ્ટમાં 14માં સ્થાન પર હતા. કેટલાક અહેવાલ પ્રમાણે જ્યારે વિતરક ફિલ્મમાં રોકેલો પૈસા વસૂલ નથી કરી શકતા ત્યારે રજનીકાંત તેમને પૈસા પાછા આપી દે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત