ઘરે માત્ર કરો 5 કલાક કામ, અને મહિને કમાવો 70 હજાર રૂપિયા, જાણો કેવી રીતે કરશો અરજી

ગયા તહેવારો દરમિયાન ઇ-કોમર્સ કંપનીઓએ ખૂબ કમાણી કરી છે. કોરોના કાળ દરમિયાન લોકોએ ઓનલાઈન ખરીદી પર જોર આપ્યું છે. તેના જ કારણે કેટલીએ ઇ-કોમર્સ કંપનીઓએ પોતાનો મેનપાવર વધાર્યો છે અને કેટલીએ કંપનીઓ આજે પણ હાયરિંગ કરી રહી છે.

image source

વિસ્તાર યોજના હેઠળ દુનિયાની દિગ્ગજ ઇ-કોમર્સ કંપની એમેઝોન પણ પાર્ટ ટાઇમ હાયરિંગની જાહેરાત કરી છે. તેમાં માત્ર 4થી 5 કલાક કામ કરવાનું રહેશે. જેના બદલામાં તમને 70000 રૂપિયાની કમાણી દર મહિને કરી શકો છો. તો ચાલો જાણીએ આ જોબ માટે કંપનીએ શું શરત રાખી છે.

5 કલાકમાં 70 હજારની કમાણી

image source

એમેઝોનની આ વેકેંસી પાર્ટ ટાઇમ ડિલિવરી બોય્ઝ માટે છે. તેમાં તમારે દિવસમાં માત્ર 4થી 5 કલાક પાર્સલની ડિલિવરી કરવાની છે. આ ડિલિવરી માટે કંપની 15થી 25 રૂપિયા પ્રતિ પેકેટ આપી રહી છે. તેવામાં જો તમે 5 કલાકમાં 100 પેકેટ પણ ડિલિવર કર્યા તો તમે એક દિવસમાં જ 2500 રૂપિયા સુધીની કમાણી કરી શકો છો. જો મહિનાની ગણતરી કરીએ તો તે તમને મહિનામાં 70000 રૂપિયા કમાવી આપે છે.

આ રહી અરજી કરવાની શરતો

image source

આ નોકરી માટે કંપનીએ કેટલીક શરતો રાખી છે. સૌથી પહેલી શરત છે કે અરજકર્તા 12મું ધોરણ પાસ કે પછી ગ્રેજ્યુએટ હોવો જરૂરી છે. આ ઉપરાંત તમારી પાસે ટુ-વ્હિલર હોવું પણ જરૂરી છે. સાથે સાથે ડ્રાઇવિંગ લાયસન્સ પણ હોવું જરૂરી છે. ત્યારે જ તમે આ નોકરી માટે અરજી કરી શકો છો. અહીંથી તમને વધારે માહિતી મળી શકે છે.

image source

જો તમે પણ આ નોકરીમાં અરજી કરવા માગતા હોવ તો તમે તે બે રીતે કરી શકો છો. પહેલી તો એ કે તમે એમેઝોનના કોઈ સેન્ટર પર જઈને એપ્લાય કરી શકો છો. જો તમે ઓનલાઈન અરજી કરવા માગતા હોવ તો તમે આ લિંક પરથી પણ અરજી કરી શોક છો. –

image source

https://logistics.amazon.in/applynow અને અહીં થી તમે વધારે જાણકારી પણ મેળવી શકો છો. છેલ્લા ઘણા સમયથી ભારતમાં ઓનલાઈન વ્યવહારો વધી ગયા છે તેમાં પણ જ્યારથી કોરોના વાયરસના કારણે દેશમા લોકડાઉન કરવામાં આવ્યું તે સમયે તો મોટા ભાગની ખરીદી ઓનલાઈન જ કરવામા આવતી હતી અને ગયા દિવાળીના તહેવારોમાં પણ ઓનલાઈન વ્યવસાય કરતી કંપનીઓ જેમ કે ફ્લિપકાર્ટ, મિન્ત્રા, એમેઝોન વિગેરેએ પુષ્કળ કમાણી કરી છે. આ કંપનીઓ પોતાના ગ્રાહકોને બજાર કરતાં સસ્તા દરે સારી ગુણવત્તાનો સામાન પુરો પાડી રહી છે અને સાથે તેની રીટર્ન પોલીસી તેમજ પૈસા ચૂકવવાની રીતો પણ ગ્રાહકોને અનુકુળ હોવાથી લોકો હવે ઓનલાઈન ખરીદી કરવાનું વધારે પસંદ કરી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત