એક ગીતથી સ્ટાર બનેલી રાનું મંડલની લાઈમલાઈટમાં આવવાની ફરી એક કોશિશ, યુઝર્સએ કહ્યું કે કિસ્મત એક જ વાર…

થોડા સેકન્ડનો વિડીયો વાયરલ થયા પછી રાનું મંડલનક એવી કિસ્મત બદલાઈ ગઈ કે એ જાણીતી હસતી બની ગઈ. રાનું મંડલના અવાજના લોકો ફેન થઈ ગયા અને સગગ એમના ફેન્સની સંખ્યા વધતી ગઈ. પણ કહેવાય છે ને કે સફળતા ક્યારે કોના હાથમાંથી નીકળી જાય કઈ કહેવાય નહીં. એક પ્યાર કા નગમાં હે ગાઈને ફેમસ થયેલી રાનું મંડલની જિંદગીમા ફરી વાર અંધકાર છવાઈ ગયો. છેલ્લા કેટલાય મહિનાઓથી એ ક્યાં છે અને શું કરી રહી છે કોઈને ખબર નથી

image socure

ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે આ વીડિયોમા રાનું મંડલ શ્રીલંકન ગીત Manike mange hite ગાતી દેખાઈ રહી છે. હમેશા સાડીમાં દેખાતી રાનું મંડલ આ વખતે લાલ રંગની ટીશર્ટમાં દેખાઈ રહી છે.

image soucre

રાનું મંડલ ફરી એકવાર ચર્ચામાં છે અને ઈન્ટરનેટ પર છવાયેલી છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ વિડીયો જોઈને રિએક્શન આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે વારંવાર વિડીયો વાયરલ થવાથી સફળતા નથી મળતી. એક યુઝરે તો એમના ગીતને ડિઝાસ્ટર કહી દીધું છે. અન્ય એક યુઝરે લખ્યું છે કે હવે ના આને કોઈ જોવું પસંદ કરે છે ન સાંભળવું.

image soucre

આ પહેલા રાનું મંડલનો એક વિડીયો સામે આવ્યો હતો જેમાં કારની બહાર માઇક પકડીને લતાજીનું ગીત ગાતી દેખાઈ રહી હતી. જો કે એમની વેશભૂષા ફરી એ જ જૂની હતી. તમેં જણાવી દઈએ કે કોરોના વાયરસના કારણે રાનું મંડલની હાલત ફરી ખરાબ થઈ ગઈ છે. ખબર છે કે રાનું મંડલને મુંબઈમાં કોઈ કામ નથી મળી રહ્યું. સોશિયલ મીડિયા પર રાનું મંડલ વિશે ફરી એકવાર ચર્ચા શરૂ થઈ ગઈ છે. યુઝર્સ કહી રહ્યા છે કે ચાર દિન કી ચાંદની ફિર અંધેરી રાત.

image soucre

જાણીતા સંગીતકાર હિમેશ રેશમિયાએ રાનું મંડલને એમની ફિલ્મમાં ગાવાનો મોકો આપ્યો હતો. ફિલ્મનું ગીત તેરી મેરી કહાની ખૂબ જ હિટ થયું હતું. એ પછી એક ફેન દ્વારા સેલ્ફી માગવા પર ગુસ્સો કરવાને કારણે રાનું મંડલ ખૂબ જ ટ્રોલિંગનો શિકાર પણ થઈ હતી.

image source

તમને જણાવી દઈએ કે રાનું મંડલ અચાનક જ એન્ટરટેનમેન્ટની દુનિયાની સેન્સેશન બની ગઈ હતી. પશ્ચિમ બંગાળના રાનાઘાટ રેલવે સ્ટેશન પર લતા મંગેશકરનું જાણીતું ગીત એક પ્યાર કા નગમાં હેને ગાઈને રાનું મંડલ રાતોરાત ઈન્ટરનેટ પર છવાઈ ગઈ હતી. એ પછી એમને હિમેશ રેશમિયા સાથે ગીત ગાયું. એ સાથે જ એ ઘણા રિયાલિટી શોમાં પણ ગેસ્ટ તરીકે દેખાઈ હતી. રાનું મંડલને ઘણા પબ્લિક ઇવેન્ટમાં પણ જોવામાં આવી છે.