કોરોના કાળમાં અન્ય બીમારીથી પીડિત દર્દી આ રીતે ભેટે છે મોતને

જ્યારથી દેશમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે ત્યારથી અન્ય કેટલીક સમસ્યા માથું ઉચકવા લાગી છે. આ સમસ્યામાં સૌથી મોટી છે કોરોના વાયરસનો ભય અને બીજી કોરોનાના ભયના કારણે અન્ય બીમારીની ન મળતી સારવાર.

image source

જી હાં હાલ લોકોમાં અને ડોક્ટરોમાં દર્દીને કોરોના હશે તો તેવો ભય એટલી હદે વધી ચુક્યો છે કે તેઓ અન્ય બીમારીથી પીડિત દર્દીની મદદ અને સારવાર કરતાં પણ અચકાય છે અને પરીણામ એ આવે છે કે તે દર્દીનું સારવારના અભાવે મોત થાય છે. આવી જ એક ઘટના બની છે તાજેતરમાં એક યુવતી સાથે.

કન્નોજમાં લગ્નના દિવસે જ દુલ્હન બીમાર પડી, તેને સારવાર મળે તે માટે તેના પરિજનો તેને લઈને ઠેરઠેર ગયા, તેમણે કન્નોજથી લઈને કાનપુર સુધી ભટક્યા પરંતુ કોરોના છે તેવા ડરના કારણે ડોક્ટરોએ તેની સારવાર ન કરી. પરીણામ એ આવ્યું કે સારવારના અભાવમાં દુલ્હનનું મોત થઈ ગયું.

image source

યુવતીના પિતા સહિત પરીવારના સભ્યો પર ત્યારે વજ્રઘાત થયો જ્યારે તેમના આંગણેથી દીકરીની વિદાઈ થવાની હતી જે જ દિવસે તેની અંતિમયાત્રા નીકળી. આ ઘટનાથી સમગ્ર કન્નોજમાં સપાટો બોલી ગયો હતો.

કન્નોજના ભગતપુરવા ગામના રહેવાસી 19 વર્ષીય દીકરીના લગ્ન કાનપુરના અમરુહિયા ગામના યુવક સાથે થવાના હતા. લગ્નભર્યા ઘરમાં ચારે તરફ ખુશીનો માહોલ હતો. વરરાજા જાન લઈને આવી પણ પહોંચ્યા. લગ્નની વિધિઓ શરુ થઈ અને અચાનક દુલ્હનની તબીયત લથડી. પરિવારના સભ્યો યુવતીને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયા. પરંતુ ત્યાં યુવતીની સારવાર કરવાની ડોક્ટરે ના કહી દીધી તેવો પરીવારનો આક્ષેપ છે.

image source

યુવતીને કોરોના હશે તેવા ડરના કારણે ડોક્ટરોએ તેને સારવાર આપી નહીં ત્યારપછી યુવતીને મેડિકલ કોલેજ લઈ જવામાં આવી. પરંતુ ત્યાં પહોંચ્યા સુધીમાં મોડુ થઈ ગયું અને ડોક્ટરોએ પ્રાથમિક ચેકઅપ બાદ હાથ અધ્ધર કરી લીધા અને યુવતીને કાનપુર લઈ જવા કહ્યું.

કાનપુરમાં પણ ડોક્ટરોએ કોરોનાનો ડર હોય તેમ યુવતીની સારવાર કરવાની ના કહી. સારવાર ન મળવાના કારણે અંતે યુવતીનું મોત થયું અને જાન લઈને આવેલો યુવક આ દુખદ સમાચાર સાથે પરત ફર્યો. આ ઘટના અંગેની માહિતી 121 પર આપવામાં આવી હતી. પોલીસે શબને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત